ગાઝીપુર37 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભગવાન આવો પુત્ર કોઇને ના આપતા…યુપીના ગાઝીપુરમાં 16 વર્ષના કપૂતે પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન ના કરાવતા માતા-પિતા અને મોટાભાઈની ગળું કાપીને ક્રુર હત્યા કરી નાખી છે. આરોપી નાનો પુત્ર તેની પ્રેમિકા સાથે લગ્ન કરવા માંગતો હતો. પરિવારના સભ્યો આ લગ્ન માટે તૈયાર ન હતા. આથી તેણે એક પ્લાન બનાવીને તેના માતા-પિતા અને મોટા ભાઈને સૂતા હતા ત્યારે મારી નાખ્યા. પોલીસે હત્યામાં વપરાયેલ ખૂરપી પણ કબજે કરી લીધી. મામલો નંદગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.
એસપી ઓમવીર સિંહે કહ્યું- સોમવારે રાત્રે કુસમ્હીકલા ગામમાં એક પરિવારના 3 લોકોની હત્યા કરવામાં આવી હતી. પરિવારમાં માત્ર 16 વર્ષનો પુત્ર જ બચ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે ઘટના સમયે તે ગામમાં એક લગ્નમાં ગયો હતો. રાત્રે જ્યારે હું પાછો આવ્યો ત્યારે ત્યાં બધાના મૃતદેહ લોહીથી લથપથ પડ્યા હતા. પરંતુ, પોલીસની શંકાની સોય તેના પર ફરી રહી હતી. કડક પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલી લીધો હતો.
આરોપીએ કહ્યું- છોકરી પણ મને પ્રેમ કરતી હતી

આ તે નાનો પુત્ર છે જેણે તેના માતા-પિતા અને મોટા ભાઈની હત્યા કરી હતી.
હું 2 વર્ષથી ગામની છોકરી સાથે પ્રેમમાં હતો. તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. છોકરી પણ મને પ્રેમ કરતી હતી અને મારી સાથે લગ્ન કરવા તૈયાર હતી. પરંતુ, મારા માતા-પિતા અને ભાઈ મારા પર છોકરી સાથે લગ્ન ન કરવા દબાણ કરતા હતા. ઘટનાના એક દિવસ પહેલા જ તેઓએ મને માર માર્યો હતો. મારો મોબાઈલ તોડી નાખ્યો.
ત્યારથી મેં આ લોકોને રસ્તામાંથી હટાવાનું મન બનાવી લીધું હતું. મેં મારા માતા-પિતાની એક પછી એક તેઓ સૂતા હતા ત્યારે ગળું કાપીને હત્યા કરી નાખી હતી. મોટો ભાઇ રામાશીષ રૂમમાં સૂતો હતો. ત્યારે તેની ગરદન પર ખૂરપી વડે હુમલો કર્યો, ત્યારે તે રૂમની બહાર દોડી ગયો. પરંતુ શ્વાસ લેવાની નસ કપાઇ જવાથી તે પડી ગયો અને મૃત્યુ પામ્યો. આ પછી મેં ખૂરપી અને લોહીના ડાઘાવાળી છરી ખેતરમાં ફેંકી દીધી હતી.

પોલીસે હત્યામાં વપરાયેલ છરી અને ખૂરપી કબજે લીધી છે.
એસપી ઓમવીર સિંહે કહ્યું- પરિવારના સભ્યોએ નાના પુત્રને છોકરી સાથે મળવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આના પર તેણે ગુપ્ત રીતે નવું સિમકાર્ડ ખરીદ્યું. તેના વડે યુવતી સાથે વાત કરતો હતો. 6 જુલાઈના રોજ પિતા મુંશી રામે પુત્રને મોબાઈલ પર વાત કરતા પકડ્યો હતો. તેનું સિમ કાર્ડ કાઢીને ફેંકી દીધું. ગુસ્સામાં આવીને પુત્રએ પોતાનો મોબાઈલ પણ તોડી નાખ્યો હતો. આ પછી તેણે તેના પિતા, માતા અને મોટા ભાઈની હત્યાનું કાવતરું રચવાનું શરૂ કર્યું.
તેના પ્લાનિંગમાં તે 3 દિવસ સુધી ખૂરપીની ધાર તેજ કરતો રહ્યો. ઘટનાની રાત્રે તે તેના પિતા અને ભાઈ સાથે નજીકના ગામમાં ગયો હતો. ત્રણેય 11 વાગે ઘરે પરત ફર્યા હતા. આખો પરિવાર સૂઈ ગયો હતો.
આ પછી આરોપી પુત્રએ ઘરે દારૂ પીધો હતો. પછી તેણે એક પછી એક તેના માતા-પિતા અને મોટા ભાઈની હત્યા કરી નાખી. હત્યા બાદ તેણે કપડાં બદલ્યા અને ફરી ઓર્કેસ્ટ્રા જોવા ગયો. ત્યાંથી 15 મિનિટ પછી, તેણે તેના પડોશના એક યુવકને ઘરે પાછા જવા માટે વિનંતી કરવાનું શરૂ કર્યું. જ્યારે તે પાડોશી યુવક સાથે ઘરે પહોંચ્યો તો તેણે અંદર જતાં જ બૂમો પાડવાનું શરૂ કર્યું. ત્યારબાદ આસપાસના લોકો આવ્યા અને પોલીસને જાણ કરી.

આ અભિષેક છે, જેની સાથે આરોપી પુત્ર ઓર્કેસ્ટ્રા જોઈને ઘરે પાછો ફર્યો હતો.
7 જૂનની રાત્રે ત્રણેયની થઈ હતી હત્યા
કુસુમ્હીકલા ગામમાં રવિવારે રાત્રે માતા, પિતા અને પુત્રની હત્યા કરવામાં આવી હતી. મૃતકોની ઓળખ મુંશી બિંદ (45), તેની પત્ની દેવંતી બિંદ (40) અને પુત્ર રામાશીષ (20) તરીકે થઈ છે. દરેકની ગરદન પર ઊંડા ઘા હતા. પ્રાથમિક તપાસમાં ગળું કાપીને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. પરિવારમાં માત્ર નાનો પુત્ર જ બચ્યો હતો. ત્યારે તેણે તેની ગર્લફ્રેન્ડના પરિવાર પર તેની હત્યાનો આરોપ લગાવ્યો હતો.
આના જવાબમાં છોકરીના પિતા રાધે બિંદની માતા કલાવતી દેવીએ કહ્યું હતું – રાધે મારો એકમાત્ર પુત્ર છે. રાધેનો પણ એકમાત્ર પુત્ર હજુ 8-9 વર્ષનો થયો છે. મારો દીકરો રાધે ઘર બનાવવાના કામમાં એક મિસ્ત્રી સાથે મજૂરી કામ કરે છે. એક માણસ ત્રણ મજબૂત માણસોની હત્યા કેવી રીતે કરી શકે? મારા પુત્રને આમાં ફસાવવામાં આવી રહ્યો છે, તે નિર્દોષ છે.

આ તસવીર હત્યાના દિવસની છે, જ્યારે મૃતકના ઘરે મહિલાઓની ભીડ એકઠી થઈ ગઈ હતી.
છોકરીના પિતા પર લાગ્યો હતો આરોપીના અપહરણનો આરોપ
ગામવાળાએ જણાવ્યું કે ધો-10 પાસ થયા બાદ એક દિવસ છોકરીને આરોપી સાથે વાત કરતા તેના પિતાએ પકડી લીધી હતી. આ પછી બંનેના પરિવારને તેમના અફેરની ખબર પડી. આ પછી બંને પરિવારો વચ્ચે ઝઘડા થવા લાગ્યા.
જેના કારણે લગભગ એક મહિના પહેલા એક દિવસ આરોપી ઘરેથી અચાનક ગાયબ થઈ ગયો હતો. ત્યારે આરોપીના પરિવારજનોએ છોકરીના પિતા પર અપહરણનો આરોપ લગાવ્યો હતો. ગુમ થયાના 20 કલાક બાદ આરોપી ઘરે આવ્યો હતો.
તેણે તેના પરિવારને જણાવ્યું કે છોકરીના પિતાએ તેને ઘરેથી ભાગી જવા માટે પૈસા આપીને ટ્રેનમાં બેસવા માટે દબાણ કર્યું હતું. અહીંથી તે મને બનારસ લઈ ગયા અને ત્યાં તેમની ઓળખાણના કોઇ વ્યક્તિના ઘરે મને રોક્યો. ગામમાં જ્યારે વિવાદ વધ્યો, ત્યારે મને ગામમાં પાછો લાવી છોડી દીધો.