ક્વોટા11 કલાક પેહલા
- કૉપી લિંક
કોટાથી NEETની તૈયારી કરી રહેલી વિદ્યાર્થિનીને કિડનેપ કરવામાં આવી. બદમાશોએ વિદ્યાર્થિનીના પિતાના વ્હોટએપ નંબર પર તેની જાણકારી આપી, સાથે જ છોકરીની તસવીર પણ તેના પિતાને મોકલી. એમાં તેના હાથ-પગ અને મોં બાંધેલા હતા. વિદ્યાર્થિનીને છોડવાની અવેજીમાં 30 લાખ રૂપિયાની ખંડણી માગી. આ છોકરી મધ્યપ્રદેશના શિવપુરીની રહેવાસી છે.
બીજી બાજુ, કોટા પોલીસે વિદ્યાર્થિનીની માહિતી આપનારને 20 હજાર રૂપિયાનું ઇનામ આપવાની ઘોષણા કરી છે. પોલીસ મંગળવારે સવારે લગભગ સવા દસ વાગ્યે પિતાને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ લઇને ગઈ છે. કોચિંગવાળાએ વિદ્યાર્થિનીના રજિસ્ટ્રેશન અંગે કોઈ માહિતી ન હોવાનું જણાવ્યું છે.
બદમાશોએ વિદ્યાર્થીના પિતાને આવા મેસેજ મોકલ્યા છે.
દીકરીના મોઢા પર લોહી જોવા મળ્યું
શિવપુરી (MP)ના બૈરાડ નિવાસી રઘુવીર ધાકડે કોટાના વિજ્ઞાનનગર થાણામાં રિપોર્ટ આપ્યો છે. રઘુવીર બેરાડમાં લાર્ડ લખેશ્વર સ્કૂલના સંચાલક છે. રિપોર્ટમાં રઘુવીરે પોલીસને જણાવ્યું- મારી દીકરી કાવ્યા ધાકર (20)નું કિડનેપિંગ થયું છે. સોમવારે બપોરે 3 વાગ્યે મારા મોબાઈલ પર એક નંબરથી વ્હોટએપ પર દીકરીની કિડનેપિંગનો મેસેજ આવ્યો હતો. દીકરીના હાથ-પગ અને મોં બાંધેલા હતા. થોડા ફોટોઝમાં દીકરીના મોઢા પર લોહી પણ જોવા મળ્યું હતું.
ફોટો મોકલનારે મેસેજમાં લખ્યુ હતું- રઘુવીરની દીકરીને કિડનેપ કરી લેવામાં આવી છે. તેને જીવતી છોડવાની અવેજીમાં 30 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી છે. મેસેજ મોકલનારે બેંક ખાતાની જાણકારી પણ આપી છે. સોમવાર સાંજ સુધી રૂપિયા જમા કરવાનું કહ્યું હતું. મારી પાસે આટલા રૂપિયા ન હોવાથી તેની વ્યવસ્થા કરવા માટે સમય માગ્યો હતો. એ પછી મેસેજ મોકલનારે દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી. મેં તરત જ કોટા પોલીસમાં જાણકારી આપી. પોલીસને ફોટો અને મેસેજ મોકલીને હું જાતે જ શિવપુરીથી કોટા માટે રવાના થઈ ગયો. સોમવારે રાતે હું કોટા પહોંચી ગયો હતો.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોટા આવી હતી
રઘુવીરે રિપોર્ટમાં જણાવ્યું- દીકરીને સપ્ટેમ્બર 2023માં નીટની તૈયાર કરવા માટે કોટા મૂકીને ગયો હતો. વિજ્ઞાનનગર વિસ્તારમાં એક કોચિંગ સંસ્થામાં તેનું એડમિશન કરાવ્યું હતું. આ જ વિસ્તારમાં તેને એક રૂમ ભાડે રખાવી દીધો હતો. છેલ્લે દિવાળીના દિવસે તે ઘરે આવી હતી. તેની સાથે રોજ ફોન પર વાત થતી હતી. રવિવારે રાતે પણ દીકરીની માતા સાથે વાત થઈ હતી. ત્યારે તેણે પરીક્ષા આપીને ઘરે આવશે એવું જણાવ્યું હતું.
કોચિંગ સંસ્થાએ કહ્યું- રજિસ્ટ્રેશન હતું નહીં
પીડબ્લ્યુ કોચિંગના કોટા હેડ દિનેશ જૈને જણાવ્યું- વિદ્યાર્થિનીના નામે (દિવ્યા ધાકડ) કોચિંગમાં કોઈ રજિસ્ટ્રેશન છે નહીં. બીજી બાજુ, છોકરીના પિતા રઘુવીરે કહ્યું કે કાવ્યાનું એડમિશન તેમણે જ કોચિંગમાં કરાવ્યું હતું. હવે કોચિંગ સેન્ટર આ બાબતે ના પાડી રહી છે. કાવ્યા ટેસ્ટ આપવા ગઈ હતી. ટેસ્ટ માટે કોચિંગમાંથી મેસેજ પણ આવ્યો હતો. તેને લઇને કોચિંગ સંસ્થાએ કહ્યું કે કોચિંગથી મેસેજ મોકલવામાં આવ્યો નથી.
પોલીસ આજે સવારે વિદ્યાર્થિનીના પિતા સાથે કોચિંગ પર પહોંચી હતી. બંને પક્ષોએ સામસામે વાત કરી હતી.
કોચિંગ સંસ્થા ખાનગી નંબરો પરથી મેસેજ મોકલતી નથી. આવી સ્થિતિમાં સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઊઠી રહ્યા છે. બીજી તરફ હોસ્ટેલ ઓપરેટર પારસ કુમારે પણ કાવ્યા તેમના સ્થાને રહેતી હોવાની વાતને નકારી કાઢી છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે કાવ્યા નામની છોકરી ક્યારેય હોસ્ટેલમાં આવી નથી.
પોલીસ મેસેજ મોકલનાર સુધી પહોંચી હતી
આ કેસમાં પોલીસને ઘણી મહત્ત્વની કડીઓ મળી છે. કોટા શહેરના એસપી અમૃતા દુહાને કહ્યું હતું કે પોલીસ ટીમો બનાવવામાં આવી છે અને કેસની તપાસ શરૂ કરી છે. પરિવારના સભ્યો સોમવારે મોડી રાત્રે કોટા પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર જયપુરના સિંધી કેમ્પમાંથી એક યુવકને પણ રાઉન્ડઅપ કરવામાં આવ્યો છે. પોલીસ હજુ તેની પાસેથી માહિતી એકઠી કરી રહી છે.
મામલો સામે આવ્યા બાદ ધાકડ સમુદાયના લોકો વિજ્ઞાનનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને યુવતીની તાત્કાલિક શોધ અને આરોપીની ધરપકડની માગ કરી.
ઈન્દોરમાં ધમકીઓ મળી રહી હતી, કોટા શિફ્ટ કરી હતી
વિદ્યાર્થિનીના પિતા રઘુવીર ધાકડે જણાવ્યું – બે વર્ષ પહેલાં પુત્રી ઈન્દોરમાં રહીને NEETની તૈયારી કરી રહી હતી. અહીં જરિયાખેડા ગામમાં રહેતો રિંકુ ધાકડ દીકરીને હેરાન કરતો હતો. આ અંગેની ફરિયાદ ઈન્દોર પોલીસમાં નોંધાઈ હતી. આ પછી અનુરાગ સોની અને હર્ષિત નામના છોકરાઓએ દીકરીના નંબર પર ધમકી આપી હતી. આ પછી પુત્રીને ઈન્દોરથી શિવપુરી પરત બોલાવવામાં આવી હતી. પુત્રી 6 મહિના સુધી શિવપુરીમાં રહી હતી. આ પછી સપ્ટેમ્બર 2023માં કોટામાં NEETની તૈયારી માટે મોકલવામાં આવી હતી.