- Gujarati News
- Election 2024
- Lok Sabha Election 2024 LIVE Updates: Ujjwal Nikam Withdrew From All Cases Before Nomination; BJP Fielded Candidates From Mumbai North Central
નવી દિલ્હીઅમુક પળો પેહલા
- કૉપી લિંક
શિવસેના (UBT) જૂથના નેતા અને પાર્ટીના સ્ટાર પ્રચારક સુષ્મા દગડુ અંધારેને રિસીવ કરવા આવેલું હેલિકોપ્ટર મહારાષ્ટ્રના મહાડમાં ક્રેશ થયું હતું. સુષ્માને કોંકણથી બારામતી જવાનું હતું. આ ઘટના શુક્રવારે સવારે 9.30 વાગ્યાની આસપાસ બની હતી.
સુષ્માએ જણાવ્યું કે ચૂંટણી સભાને સંબોધવા માટે તેમને બારામતી જવાનું હતું. હું કારમાં હેલિપેડ પર પહોંચી. મેં જોયું કે હેલિકોપ્ટર આકાશમાં 2-3 રાઉન્ડ લીધા. આ પછી તે લેન્ડિંગ વખતે ક્રેશ થયું હતું. તેમણે જણાવ્યું કે હેલિકોપ્ટરનો પાયલટ ઘાયલ થયો છે.
સુષ્મા દગડુ અંધારે શિવસેના ઠાકરે જૂથના સ્ટાર પ્રચારક છે. તે પોલિટિકલ સાયન્સ અને સોશિયોલોજીના લેક્ચરર પણ છે.
મુંબઈ નોર્થ સેન્ટ્ર્લથી બીજેપી ઉમેદવાર ઉજ્જવલ નિકમ
લોકસભા ચૂંટણી માટે નોમિનેશન દાખલ કરતા પહેલાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર ઉજ્જ્વલ નિકમ એ તમામ કેસમાંથી ખસી ગયા છે જેમાં તેઓ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે કોર્ટમાં હાજર રહ્યા હતા. ઉજ્જ્વલ પર 1993ના બોમ્બ વિસ્ફોટ, 26/11ના આતંકી હુમલા અને ઔરંગાબાદ શસ્ત્રો પુનઃપ્રાપ્તિના કેસ હતા.
ભાજપે પ્રખ્યાત વકીલ ઉજ્જ્વલ નિકમને મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. નિકમે 26/11ના મુંબઈ હુમલા માટે પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને ફાંસી અપાવી છે. નિકમ 1992ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં સરકારી વકીલ પણ હતા.
જો કે, તેમનું કહેવું છે કે જો જરૂર જણાશે તો તેઓ વિશેષ સરકારી વકીલ તરીકે આ કેસો પાછા ખેંચી લેશે અહીં, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે 2 મેના રોજ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ તેમની પાર્ટી કોંગ્રેસની ઝુંબેશની શરૂઆત ભારત જોડો યાત્રાથી કરી હતી જે 4 જૂન (લોકસભા ચૂંટણી પરિણામો) પછી કોંગ્રેસ ઢૂંઢો યાત્રા સાથે સમાપ્ત થશે.
તેમણે કહ્યું કે કોંગ્રેસ પહેલા બે તબક્કામાં ક્યાંય નથી, જ્યારે નરેન્દ્ર મોદીએ સદી ફટકારી છે અને 400ની રેસમાં આગળ છે. કોંગ્રેસ પક્ષ દૂરબીનથી પણ દેખાતો નથી. કોંગ્રેસ-સપા તુષ્ટિકરણની રાજનીતિ કરે છે.
કોંગ્રેસે રંગનાથ મિશ્રા અને સચ્ચર કમિટીના અહેવાલો લાવીને ષડ્યંત્રના ભાગરૂપે મુસ્લિમોને અનામત આપી હતી.
લાઈવ અપડેટ્સ
30 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે, અમેઠીથી કિશોરી લાલ શર્માને ટિકિટ; પ્રિયંકા ચૂંટણી નહીં લડે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાયબરેલી લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે. પાર્ટીએ શુક્રવારે (3 મે) તેમના નામની જાહેરાત કરી છે. જ્યારે અમેઠીથી કિશોરી લાલ શર્માને ટિકિટ આપવામાં આવી છે. અગાઉ એવી અટકળો હતી કે પ્રિયંકા ગાંધી વાડ્રાને અમેઠીથી અહીંથી મેદાનમાં ઉતારવામાં આવશે. રાહુલ વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યા છે.
ભાજપે યોગી સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહને રાયબરેલીથી ટિકિટ આપી છે જ્યારે સ્મૃતિ ઈરાની અમેઠીથી ચૂંટણી લડી રહી છે. અગાઉ કોંગ્રેસના નેતાઓએ રાહુલને અમેઠીથી અને પ્રિયંકા રાયબરેલીથી લડવાની વાત કરી હતી. જોકે, પ્રિયંકા ચૂંટણી લડવા માટે રાજી નહોતી. રાયબરેલી-અમેઠી સીટ માટે નોમિનેશનની છેલ્લી તારીખ 3 મે છે. એટલે કે રાહુલ ગાંધી પણ આજે જ ઉમેદવારી નોંધાવશે.
31 મિનિટ પેહલા
- કૉપી લિંક
દીકરા કરણની ઉમેદવારી ભરવા સાંસદ બૃહભૂષણ શરણ સિંહ રવાના
32 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાયબરેલીમાં કોંગ્રેસ કાર્યાલયમાં રાહુલ ગાંધીની ઉમેદવારીને લઇને તૈયારીઓ શરૂ