અહમદનગર19 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભાજપ નેતા નીતેશ રાણેએ રવિવારે અહમદનગરમાં સકલ હિન્દુ સમાજના કાર્યક્રમમાં ભાષણ આપ્યુ હતું.
મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્ય નીતેશ રાણે સામે અહમદનગરના શ્રીરામપુર અને તોપખાના પોલીસ સ્ટેશનમાં 2 FIR નોંધાઈ છે. નીતિશ પર રવિવારે (1 સપ્ટેમ્બર) અહમદનગરમાં સકલ હિન્દી સમાજ આંદોલન દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ છે.
રાણેએ અહમદનગરમાં સકલ હિન્દુ સમાજના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે મહંત રામગિરિ મહારાજના સમર્થનમાં કહ્યું હતું – ‘જો કોઈ તેમના વિશે કંઈપણ કહેશે તો અમે મસ્જિદમાં આવીને પકડી- પકડીને ફટકારીશું’
રાણેના નિવેદનમાં અભદ્ર ભાષા
રાણેએ તેમના ભાષણ દરમિયાન કહ્યું – ‘જો અમારા રામગીરી મહારાજ… (અભદ્ર ભાષા બોલતા) નહીં તો એવુ કહેશે કે તેઓ મરાઠીમાં બોલી ગયા, તેથી તને જે ભાષા સમજાય છે તે ભાષામાં ધમકી આપી જઈ રહ્યો છું. જો તમે અમારા રામગીરી મહારાજ વિરુદ્ધ કંઈ પણ કરશો તો તમારી મસ્જિદોમાં આવીને પકડી- પકડીને ફટકારીશું. ધ્યાન રાખજો.”
AIMIM નેતાએ કહ્યું- BJP સાંપ્રદાયિક હિંસા ફેલાવવા ઈચ્છે છે
AIMIMના નેતા વારિશ પઠાણે નીતેશ રાણેનો વીડિયો શેર કરીને આરોપ લગાવ્યો છે કે ભાજપ ચૂંટણી પહેલા સાંપ્રદાયિક હિંસા ફેલાવવા માંગે છે. નીતેશ રાણેનું ઉશ્કેરણીજનક ભાષણ છે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

રામગીરી મહારાજ મહારાષ્ટ્રના સરલા દ્વીપના મઠાધિપતિ તરીકે ઓળખાય છે.
કોણ છે રામગીરી મહારાજ
ધર્મગુરુ રામગીરી મહારાજ પર પયગંબર મોહમ્મદ અને ઈસ્લામ વિશે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. તેમની સામે મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ કેસ નોંધાયેલા છે. મુસ્લિમ સંગઠનોએ દેશના જુદા જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શન કર્યું અને રામગીરીની ધરપકડની માંગ કરી છે. રવિવારે રામગીરી મહારાજના સમર્થનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નીતેશ રાણે આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, રામગીરી મહારાજે નાશિક જિલ્લાના શાહ પંચાલે ગામમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરી હતી. બાદમાં કાર્યક્રમનો વીડિયો પણ વાયરલ થયો હતો.

મુસ્લિમ સમાજના લોકો મહંત રામગીરી મહારાજનો દેશભરમાં વિરોધ કરી રહ્યા છે.
પોલીસે શું કહ્યું
ગઈકાલે અહમદનગર જિલ્લાના શ્રીરામપુર અને તોપખાના પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ પ્રસંગોએ ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ ભાજપના ધારાસભ્ય નીતેશ રાણે સામે FIR નોંધવામાં આવી છે. નીતેશ રાણેએ અહમદનગરમાં સકલ હિન્દુ સમાજ આંદોલનમાં ભાગ લીધો હતો અને ત્યાં ભાષણ આપ્યું હતું.