મુંબઈ2 મિનિટ પેહલા
- કૉપી લિંક
એવી ચર્ચા છે કે શિવસેના (UBT) મુંબઈની છ લોકસભા બેઠકોમાંથી ચાર પર ચૂંટણી લડશે. અગાઉ કોંગ્રેસ મુંબઈની ત્રણ બેઠકો પર ચૂંટણી લડવા માંગતી હતી.
મહારાષ્ટ્રમાં I.N.D.I.Aની ત્રણેય પાર્ટીઓ વચ્ચે 2024ની લોકસભા ચૂંટણી માટે સીટોની વહેંચણી અંગે સહમતિ બની ગઈ છે. રાજ્યની 48 લોકસભા સીટોમાંથી ઉદ્ધવ ઠાકરેની શિવસેના 20 સીટો પર ચૂંટણી લડશે. કોંગ્રેસને 18 અને શરદ પવારની એનસીપીને 10 બેઠકો મળી છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી ગઠબંધન હેઠળ ત્રણેય પક્ષો એક સાથે છે.
જો સૂત્રોનું માનીએ તો પ્રાદેશિક પક્ષ વંચિત બહુજન અઘાડીને શિવસેના (ઉદ્ધવ જૂથ) પાસેથી બે બેઠકો મળશે. વંચિત બહુજન અઘાડી (VBA)એ અગાઉ પાંચ બેઠકોની માંગણી કરી હતી. આ સિવાય અપક્ષ રાજુ શેટ્ટીને શરદ પવારની પાર્ટીનું સમર્થન મળશે. બેઠકોની વહેંચણી અંગેની સત્તાવાર જાહેરાત એક-બે દિવસમાં કરવામાં આવી શકે છે.
સૂત્રોનું કહેવું છે કે શિવસેના (UBT) મુંબઈમાં લોકસભાની છમાંથી ચાર બેઠકો લડશે, જેમાંથી એક – મુંબઈ નોર્થ ઈસ્ટ – વંચિત બહુજન અઘાડીને આપવામાં આવી શકે છે. મુંબઈની છ લોકસભા બેઠકો પર કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે કોઈ સહમતિ થઈ શકી નથી.
આ સંદર્ભમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ 22 ફેબ્રુઆરીએ ઉદ્ધવ ઠાકરે સાથે પણ વાત કરી હતી. રાહુલે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન ઉદ્ધવને ફોન કર્યો અને લગભગ એક કલાક સુધી વાત કરી. કોંગ્રેસ મુંબઈમાં લોકસભાની છમાંથી ત્રણ બેઠકો પર ચૂંટણી લડવા માંગતી હતી.
જેમાં મુંબઈ સાઉથ સેન્ટ્રલ, મુંબઈ નોર્થ સેન્ટ્રલ અને મુંબઈ નોર્થ-વેસ્ટનો સમાવેશ થાય છે. જો કે, ઉદ્ધવે પોતાના માટે મુંબઈની 4 બેઠકો – મુંબઈ સાઉથ, મુંબઈ નોર્થ-વેસ્ટ, મુંબઈ નોર્થ-ઈસ્ટ અને મુંબઈ સાઉથ સેન્ટ્રલ પોતાના માટે માંગી હતી.
બંને પક્ષો વચ્ચે કઈ-કઈ બેઠકો પર સહમતિ બની છે તે હજુ સ્પષ્ટ નથી. શિવસેના (તે સમયે અવિભાજિત હતી) 2019ની ચૂંટણીમાં 48માંથી 22 બેઠકો પર ચૂંટણી લડી હતી. તેમાંથી તેમણે 18 બેઠકો જીતી હતી, જેમાં મુંબઈની ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે.
શિવસેના-ભાજપનું 25 વર્ષ જૂનું ગઠબંધન 2019માં તૂટી ગયું
2019માં મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે પણ ચૂંટણી યોજાઈ હતી. ત્યારે શિવસેના અને ભાજપ ગઠબંધનમાં હતા. ભાજપ 106 ધારાસભ્યો સાથે રાજ્યની સૌથી મોટી પાર્ટી બની. શિવસેનાએ 56 બેઠકો જીતી હતી. આ પછી શિવસેનાએ અઢી વર્ષ સુધી સીએમની ફોર્મ્યુલા અજમાવી, પરંતુ ભાજપ રાજી ન થયું.
જેના કારણે વિધાનસભા ચૂંટણીના થોડા મહિનાઓ બાદ જ ઉદ્ધવે ભાજપ સાથેનું 25 વર્ષ જૂનું ગઠબંધન તોડી નાખ્યું હતું. શિવસેનાએ કોંગ્રેસ સાથે 44 ધારાસભ્યો અને NCP સાથે 53 ધારાસભ્યો સાથે મહાવિકાસ અઘાડી ગઠબંધન કરી અને સરકાર બનાવી, ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા હતા.
જૂન 2022 માં શિવસેનામાં ભંગાણ, શિંદે ભાજપમાં જોડાઈને સીએમ બન્યા
જૂન 2022માં, એકનાથ શિંદે અને શિવસેનાના અન્ય 39 ધારાસભ્યોએ મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો. શિવસેનાના ભાગલા પડી ગયા. મહાવિકાસ આઘાડી ગઠબંધન સરકાર પડી ગઈ. એકનાથ શિંદેએ ભાજપ સાથે મળીને નવી સરકાર બનાવી. ભાજપે શિંદેને મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા.
જુલાઈ 2023માં શરદ પવારના ભત્રીજા અજિત પવારે પણ બળવો કર્યો હતો. તેમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) તોડી અને 9 ધારાસભ્યો સાથે ભાજપ-શિંદે સરકારમાં જોડાયા. પવારે 2 જુલાઈ, 2023ના રોજ મહારાષ્ટ્રના બીજા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
આ સમાચાર પણ વાંચો…
UPમાં INDI એલાયન્સમાં સીટ ડિસ્ટ્રીબ્યુશન ફાઈનલ: SPએ કોંગ્રેસને 17 સીટો આપી, પ્રિયંકાએ મધ્યસ્થી કરી; રાહુલ-અખિલેશની વાત થઈ
UPમાં INDI એલાયન્સનો ભાગ બનેલા સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે શીટ શેરિંગને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. સમજુતી હેઠળ કોંગ્રેસ 17 બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે સપા 63 બેઠકો પર ચૂંટણી લડશે. સપા તેના ક્વોટામાંથી કેટલીક નાની પાર્ટીઓને પણ સીટો આપી શકે છે.
મમતાએ કહ્યું- કોંગ્રેસ 40 સીટો પણ જીતી શકશે નહીંઃ ખબર નહીં કેમ આટલું અભિમાન છે, હિંમત હોય તો બનારસમાં બીજેપીને હરાવો
લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુર્શિદાબાદમાં જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું, ‘મને સમજાતું નથી કે કોંગ્રેસ પાર્ટી આટલો અહંકારી કેમ છે. મને નથી લાગતું કે તે 300માંથી 40 બેઠકો પણ જીતી શકશે.