- Gujarati News
- National
- Gujarat Police Vehicle Collides With Parked Vehicle On Highway, Three Gujarat Police Personnel Killed
અમુક પળો પેહલા
- કૉપી લિંક
હરિયાણામાં ભારતમાલા હાઇવે પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સકતાખેડા ગામ પાસે વડીંગખેડા પેટ્રોલ પંપ પાસે અકસ્માત થયો. ગુજરાત પોલીસનું વાહન હાઇવે પર પાર્ક કરેલા વાહન સાથે અથડાયું. આ દુર્ઘટનામાં ગુજરાત પોલીસના બે કર્મચારીઓના મોત થયા છે.
તપાસ માટે પંજાબ જઈ રહ્યા હતા અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પીએસઆઇ એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાન તપાસ માટે પંજાબ જઈ રહ્યા હતા તે સમયે રસ્તામાં તેમનો અકસ્માત સર્જાતા હોમગાર્ડ અને કોન્સ્ટેબલનું ઘટનાસ્થળે મોત થયું છે જ્યારે પીએસઆઇને ગંભીર ઈજા થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
પોક્સોની કેસની તપાસ માટે જતા હતા અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન અને પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઇ સોલંકી સાથે પોકસોની તપાસ માટે પંજાબ જઈ રહ્યા હતા. આ તપાસ માટે તેઓ સરકારી વાહન લઈને હરિયાણાથી આગળ વધી રહ્યા હતા તે સમયે માર્ગ અકસ્માત સર્જાયો હતો.
ગુજરાત પોલીસ હરિયાણા પોલીસના સંપર્કમાં આ બનાવની જાણ ગુજરાત પોલીસને કરવામાં આવી છે જ્યારે રામોલ પોલીસ અને અધિકારીઓ હરિયાણા પોલીસ સાથે સંપર્ક કરીને હાલની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમદાવાદ શહેર પોલીસ કર્મચારીઓ સાથે બનેલા આ ગમખ્વાર બનાવને કારણે પોલીસ બેડામાં ખૂબ જ દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે.
બે લોકોના મોત અને PSIની સારવાર ચાલી રહી છે રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી.મોરીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે અમારા પોલીસ કર્મચારીઓ સાથે આ ઘટના બની છે અને હરિયાણા નજીક આ બનાવો બનતા બે લોકોના મોત થયા છે જ્યારે પીએસઆઇની સારવાર ચાલી રહી છે.
અકસ્માતના ફોટોઝ…






આ સમાચાર વધુ અપડેટ થઈ રહ્યા છે…