14 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહારાષ્ટ્રના જલગાંવમાં બુધવારે એક મોટી ટ્રેન દુર્ઘટના બની. અહીં પરધાડે રેલવે સ્ટેશન પર પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાઈ. આ પછી, કોઈએ ચેઇન ખેંચી અને ઘણા મુસાફરો ચાલતી ટ્રેનમાંથી પાટા પર કૂદી પડ્યા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુસાફરો હજુ પાટા પર જ હતા. આ દરમિયાન, બીજા ટ્રેક પરથી આવતી કર્ણાટક સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસે ઘણા મુસાફરોને કચડી નાખ્યા. સમાચાર એજન્સી IANSએ 8-10 લોકોના મોતનો દાવો કર્યો છે.
દુર્ઘટનાની તસવીરો…
બ્રેક લગાવતા ટ્રેનના પૈડામાંથી ધુમાડો નીકળ્યો 12696 કર્ણાટક સંપર્ક ક્રાંતિ યશવંતપુરથી હઝરત નિઝામુદ્દીન જઈ રહી હતી, જ્યારે પુષ્પક એક્સપ્રેસ લખનઉથી મુંબઈ જઈ રહી હતી. અહેવાલો અનુસાર, બ્રેક લગાવતી વખતે પુષ્પક એક્સપ્રેસના પૈડામાંથી ધુમાડો નીકળ્યો. આ કારણે મુસાફરોમાં ટ્રેનમાં આગ લાગી હોવાની અફવા ફેલાઈ ગઈ. આ પછી ઘણા મુસાફરો કોચમાંથી કૂદી પડ્યા.
રેલવે અધિકારીઓએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. મધ્ય રેલ્વેના ભુસાવલ વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે જે જગ્યાએ ઘટના બની ત્યાં એક તીવ્ર વળાંક હતો, જેના કારણે ટ્રેક પર બેઠેલા મુસાફરો ટ્રેનના આગમનનો ખ્યાલ ન મેળવી શક્યા.