ઇમ્ફાલ3 કલાક પેહલા
- કૉપી લિંક
મણિપુરમાં 11 મહિનાથી (ગત વર્ષના મે મહિનાથી) અશાંતિ ચાલી રહી છે. શનિવારે (13 એપ્રિલ) ફરી એકવાર હિંસામાં બે લોકોનાં મોત થયા હતા. ઇમ્ફાલ પૂર્વ અને કાંગપોકપી જિલ્લા વચ્ચેના મોઇરાંગપુરેલ વિસ્તારમાં બે સશસ્ત્ર જૂથો વચ્ચે ગોળીબાર થયો હતો.
અહેવાલ છે કે મૃત્યુ પામેલા બંને લોકો કુકી સમુદાયના છે. મૃતકોનું નામ કામિનલાલ લુફેંગ (23), કમલેંગસાટ લુન્કિમ (22), બંને કાંગપોકપી જિલ્લાના રહેવાસી છે.
લોકસભા ચૂંટણી 2024ના કારણે આચારસંહિતા અમલમાં છે, પરંતુ મણિપુરમાં છેલ્લા બે દિવસથી અલગ-અલગ વિસ્તારોમાં ગોળીબાર થઈ રહ્યો છે.
ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષાદળો તહેનાત કરી દેવામાં આવ્યા છે. સૈનિકો પણ વિસ્તારોમાં સર્ચ કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીના કારણે મણિપુરમાં વધારાના સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા છે.

મોઇરાંગપુરેલ વિસ્તારમાં કુકી અને મૈતેઈમાં એન્કાઉન્ટર બાદ ગોળીઓ ચલાવવામાં આવેલી

વિસ્તારમાં હાજર લોકો પોતાને બચાવવા માટે ઝાડીઓમાં છુપાઈ ગયા હતા.

ફાયરિંગની ઘટના બાદ સુરક્ષાદળોએ અહીં તલાશી લીધી છે.
15 એપ્રિલે ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત
ગૃહમંત્રી અમિત શાહ 15 એપ્રિલે મણિપુરની મુલાકાતે છે. આવી સ્થિતિમાં, તાજેતરની હિંસાને કારણે વિસ્તારમાં તણાવ છે. તે જ સમયે, 19 એપ્રિલે પ્રથમ તબક્કામાં આંતરિક અને બાહ્ય મણિપુર લોકસભા બેઠકો માટે મતદાન થવાનું છે. કેન્દ્ર સરકારે સુરક્ષા દળો પણ તહેનાત કર્યા છે. આમ છતાં હિંસા થઈ રહી છે.
કાંગપોકપી જિલ્લામાં 24 કલાકનું બંધ જાહેર કરવામાં આવ્યું
આદિજાતિ એકતાની સમિતિ (CoTU) એ કુકી સમુદાયના બે લોકોની હત્યાના વિરોધમાં 13 એપ્રિલની મધ્યરાત્રિથી 14 એપ્રિલની મધ્યરાત્રિ સુધી કાંગપોકપી જિલ્લામાં સંપૂર્ણ 24 કલાકનો બંધ જાહેર કર્યો છે. CoTUનો દાવો છે કે 12 એપ્રિલે શાંતિપુરમાં કુકી સમુદાયના એક વ્યક્તિની મીતેઈ સમુદાયના લોકોએ હત્યા કરી હતી.