નવી દિલ્હીઅમુક પળો પેહલા
- કૉપી લિંક
પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું. તેઓ 92 વર્ષના હતા. પૂર્વ પીએમ લાંબા સમયથી બીમાર હતા. ઘરે બેભાન થયા બાદ તેમને રાત્રે 8.06 કલાકે દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા હતા.
હોસ્પિટલના બુલેટિન અનુસાર, તેમને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે રાત્રે 9:51 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.
મનમોહન સિંહ 2004માં દેશના 14મા વડાપ્રધાન બન્યા હતા. તેમણે મે 2014 સુધી આ પદ પર બે કાર્યકાળ પૂર્ણ કર્યા હતા. તેઓ દેશના પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડાપ્રધાન હતા.
મનમોહન સિંહના નિધનને કારણે કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. સવારે 11 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે. તેમજ શુક્રવારના નિર્ધારિત તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગે મોડી રાત્રે બેલાગવીથી દિલ્હી પહોંચ્યા બાદ સીધા મનમોહન સિંહના ઘરે ગયા હતા. રાહુલે X પર લખ્યું- મેં મારા માર્ગદર્શક અને ગુરુ ગુમાવ્યા છે.
લાઈવ અપડેટ્સ
26 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાષ્ટ્રપતિ ભવનનો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ
28 મિનિટ પેહલા
- કૉપી લિંક
કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે ધ્વજ અડધી કાઠીએ
29 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય ટીમ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં આવી
ભારતીય ટીમે દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર પણ શોક વ્યક્ત કર્યો છે. મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સાથે ટેસ્ટ રમી રહેલી ભારતીય ટીમ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરી હતી.
30 મિનિટ પેહલા
- કૉપી લિંક
કેરળમાં 7 દિવસનો રાજ્ય શોક
કેરળ સરકારે ડૉ. મનમોહન સિંહના માનમાં 26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી 7 દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે.
30 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજ્યસભાનો કાર્યકાળ આ વર્ષે 3 એપ્રિલે પૂરો થયો
મનમોહન સિંહ 3 એપ્રિલે રાજ્યસભામાંથી નિવૃત્ત થયા હતા. તેઓ 1991માં પહેલીવાર આસામથી રાજ્યસભા પહોંચ્યા હતા. ત્યારથી તેઓ લગભગ 33 વર્ષ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા. છઠ્ઠી અને છેલ્લી વખત તેઓ 2019માં રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ બન્યા.
32 મિનિટ પેહલા
- કૉપી લિંક
મનમોહન સિંહ પ્રેસ કોન્ફરન્સ કરનાર છેલ્લા પીએમ હતા
3 જાન્યુઆરી, 2014ના રોજ, મનમોહન સિંહે પીએમ તરીકે તેમની છેલ્લી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે 100થી વધુ પત્રકારોના 62 પ્રશ્નોના જવાબ આપ્યા હતા.