મુંબઈ42 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહારાષ્ટ્ર સરકારે ગવર્નમેન્ટ અને સેમી ગવર્નમેન્ટ ઓફિસોમાં તમામ પ્રકારના સંવાદ માટે મરાઠી ભાષા ફરજિયાત કરી છે. આદેશ મુજબ, તમામ શહેરી સંસ્થાઓ, સરકારી નિગમો અને સહાયિત સંસ્થાઓમાં મરાઠી ભાષાનો ઉપયોગ ફરજિયાત રહેશે. આ નિયમ રાજ્યભરમાં સૂચના બોર્ડ અને દસ્તાવેજો પર પણ લાગુ કરવામાં આવ્યો છે.
રાજ્ય આયોજન વિભાગે સોમવારે આ સૂચના જાહેર કરી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ અધિકારી આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
સરકારની મરાઠી ભાષા નીતિ ગયા વર્ષે મંજૂર કરવામાં આવી હતી. આ નીતિનો ઉદ્દેશ્ય ભાષાનું જતન, પ્રોત્સાહન અને વિકાસ કરવાનો છે, જેથી સરકારી કામકાજમાં મરાઠીનો ઉપયોગ વધારી શકાય.
આદેશમાં સમાવિષ્ટ નિયમો
- સરકારી કચેરીઓ, મ્યુનિસિપલ સંસ્થાઓ, કોર્પોરેશનો અને જાહેર કચેરીઓના કમ્પ્યુટર કીબોર્ડ અને પ્રિન્ટર પર રોમન સાથે મરાઠી દેવનાગરી લિપિમાં લખાણ લખવાનું રહેશે.
- સરકારી ઓફિસમાં આવતા લોકોએ પણ ફક્ત મરાઠીમાં જ વાતચીત કરવી પડશે. જે લોકો વિદેશી છે, મહારાષ્ટ્રની બહારથી આવ્યા છે અથવા મરાઠી બોલતા નથી તેમને જ મુક્તિ આપવામાં આવશે.
- ઓફિસો અને જાહેર ક્ષેત્રના ઈન્ટરપ્રાઈઝેઝના નામ બોર્ડ, અંદર લગાવેલા નોટિસ અને સાઇનબોર્ડ પણ મરાઠીમાં હોવા જોઈએ.
- આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નવા વ્યવસાયોએ અંગ્રેજી અનુવાદ વિના મરાઠીમાં તેમના નામ રજિસ્ટ્રર કરવા જોઈએ.
2024માં મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળશે
મહારાષ્ટ્ર રાજભાષા અધિનિયમ ૧૯૬૪ મુજબ, રાજ્યના તમામ સત્તાવાર દસ્તાવેજો, જેમાં ઠરાવો, પત્રો અને પરિપત્રો શામેલ છે, મરાઠીમાં હોવા જોઈએ. ૨૦૨૪માં મંજૂર થયેલી મરાઠી ભાષા નીતિમાં ભાષાના સંરક્ષણ, સંવર્ધન, પ્રચાર અને વિકાસ માટે તમામ જાહેર બાબતોમાં મરાઠીનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી હતી.
ગયા વર્ષે ઓક્ટોબરમાં, કેન્દ્ર સરકારે લાંબા સમયથી ચાલી આવતી માંગણીને પૂર્ણ કરીને મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો. કેન્દ્રએ કહ્યું હતું કે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળવાથી ખાસ કરીને શિક્ષણ અને રિસર્ચ ક્ષેત્રે રોજગારની તકો વધશે.
આદેશમાં જણાવાયું છે કે ભાષા નિયમોનું પાલન ન કરનારા સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે ઓફિસના સીનિયર અધિકારીઓ અથવા વિભાગના વડાઓને ફરિયાદ કરી શકાય છે. તેઓ તપાસ કરશે અને જરૂર પડ્યે પગલાં લેશે.
મરાઠી ભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે નવા બિઝનેસને મરાઠીમાં નામ રજીસ્ટર કરાવવું પડશે. આ નીતિનો ઉદ્દેશ રાજ્ય વહીવટ અને જાહેર જીવનમાં મરાઠી ભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.