મેરઠ15 મિનિટ પેહલા
- કૉપી લિંક
મેરઠનાં તિરૂપતિ ગાર્ડનમાં રહેલાં બિઝનેસમેન પંકજ જૈનનો એકનો એક દીકરો પ્રિયાંશું જૈનની અમદાવાદમાં રસ્તા વચ્ચે જ હત્યા કરી દેવામાં આવી હતી. મંગળવારે મોડી રાતે 3 વાગ્યે વિદ્યાર્થીનો મૃતદેહ મેરઠ પહોંચ્યો. અહીં 9.30 વાગ્યે સૂરજકુંડ પર તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. પરિજનોએ એકનાં એક દીકરાને ભારે હૈયે વિદાય આપી. ત્યાં જ તેની માતા સતત મૃતદેહ પાસે બેસીને તેના દીકરાને બોલાવી રહી હતી.
વિદ્યાર્થીના માસા રાજીવ ગોયલે જણાવ્યું કે પ્રિયાંશુનો મૃતદેહ મોડી રાતે 3 વાગ્યે મેરઠ પહોંચી ગયો હતો. પિતા પંકજ જૈન દીકરાની બોડી લઇને આવ્યા. પહેલાં અમદાવાદથી દિલ્હી સુધી ફ્લાઇટમાં મૃતદેહ આવ્યો, પછી દિલ્હીથી મેરઠ તેને ગાડીમાં લાવવામાં આવ્યો. મૃતદેહ ઘરે પહોંચતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોલોનીના લોકો ઘરે પહોંચી ગયા. બધાએ વિદ્યાર્થીને છેલ્લી વિદાય આપી.
દીકરાનો મૃતદેહ જોઈને માતા નીચે પડી ગઈ
વિદ્યાર્થી પ્રિયાંશુનો મૃતદેહ ઘરે પહોંચતાની સાથે જ માતા રેણુ દોડી અને અચાનક જ ચક્કર આવતા નીચે પડી ગયા હતા. સંબંધીઓએ તેની સંભાળ લીધી અને તેને સાંત્વના આપી. તે રડી રહી હતી. તે લોકો તરફ હાથ બતાવીને કહેતી, જુઓ શું થયું છે, જે બાળકને આ હાથેએ ઉછેર્યા, જે ઘરમાં બધાનો લાડલો હતો, તે આવા કફનમાં આવ્યો છે. તેને MBA કરવા મોકલ્યો હતો. આવું કહેતાની સાથે જ તે મૃતદેહને વળગીને જોર-જોરથી રડવા લાગી હતી.
લોકો તેને સમજાવતા, આંસુ લૂંછતા. પરંતુ તે સતત દીકરાના મૃતદેહ પર બંને હાથ રાખીને રડ્યા કરતી હતી. આખી સોસાયટીમાં માતમ છવાયો હતો. જ્યારે દીકરાની અર્થી ઉઠી ત્યારે તે દોડી અને પછી ચક્કર આવતા જ બેભાન થઈ ગઈ.
બહેન ગીતિકાના આંસુ પણ રોકાતા ન હતા. પોતાના ભાઈના શબ્દો યાદ કરીને તે ફરીથી રડી રહી હતી. ભાઈ… આપણે ગઈકાલે જ વાત કરી હતી. ન્યૂયરમાં આવીશ એવું કહ્યું હતું.
મમ્મી હું ન્યૂયર સેલિબ્રેટ કરવા ચોક્કસ આવીશઃ પ્રિયાંશુ
પિતા પંકજ, માતા રેણુ, મોટી બહેન ગીતિકા સાથે પ્રિયાંશુ
મેરઠમાં સોમવારે સવારે 3 વાગ્યે ઘરના લોકોને કોલેજમાંથી ફોન આવ્યો. ત્યારે આ દુર્ઘટનાની જાણકારી થઈ. પ્રિયાંશુના પિતા પંકજ અને મમ્મી રેણુએ આ સમાચાર સાંભળ્યા કે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. માને પોતાના કાન ઉપર વિશ્વાસ જ ના થયો. હમણાં જ પ્રિયાંશુ દિવાળી ઉજવવા ઘરે આવ્યો હતો.
4 નવેમ્બરે દીકરો પાછો અમદાવા આવ્યો હતો. ત્યારે કહ્યું હતું કે મમ્મી ન્યૂયર ઉજવવા માટે હું જલદી જ આવીશ. પરંતુ ઘરના લોકોને શું જાણ હતી કે હવે આખો પરિવાર ક્યારેય નવું વર્ષ ઉજવી શકશે જ નહીં.
પ્રિયાંશુ દિવાળી પર મેરઠ આવ્યો હતો
પલ્લવપુરમ પોલીસ સ્ટેશનના એસઓ મુન્નેશ તેમની ટીમ સાથે પંકજ જૈનના ઘરે પહોંચ્યા.
સોમવારે આખો દિવસ પ્રિયાંશુના ઘરે સંબંધીઓની અવરજવર રહી. પિતા પંકજ જૈન વહેલી સવારે અમદાવાદ જવા રવાના થયા હતા. ત્યાં જ ઘરે પ્રિયાંશુની બહેન અને અન્ય સંબંધીઓ પ્રિયાંશુના ઘરે પહોંચી ગયા હતા. પ્રિયાંશુના માસા રાજીવ ગયલ જે થાપર નગરમાં રહે છે તેઓ પણ આખા પરિવારને સંભાળવા માટે ઘરે પહોંચી ગયા. રાજીવે જણાવ્યું કે અમે સવાર-સવારમાં આ ખરાબ સમાચાર મળ્યા હતા.
પંકજ ભાઈસાહેબ અને બીજા અન્ય લોકો અમદાવાદ ગયા હતા. આ બધું કેવી રીતે થયું તેની અમે જણાવી શકતા નથી. પોલીસ પોતાનું કામ કરી રહી છે, પરંતુ અમે તો બધું જ ગુમાવ્યું છે. પ્રિયાંશુ પરિવારનો એકનો એક દીકરો હતો. તે ત્યાં ભણવા અને કઇંક બનવા માટે ગયો હતો. અમને જાણકારી નહોતી કે પરિવાર સાથે આવું કઇંક થશે.
તેમના સંબંધીઓ અને પડોશીઓ પણ જૈન પરિવારને મળવા આવ્યા હતા
રવિવારે દિવસ દરમિયાન પરિવારે પ્રિયાંશુ સાથે છેલ્લી વાર વાત કરી હતી. પ્રિયાંશુ દરરોજ આખા પરિવાર સાથે ગ્રુપ કોલ પર વાત કરતો હતો. રવિવારે આખો પરિવાર ભેગા થયો અને વાત કરી. પરંતુ તે પ્રિયાંશુનો તેના પરિવાર સાથેનો છેલ્લો કોલ હતો.
જેણે સાંભળ્યું તે દરેક વ્યક્તિ વિશ્વાસ કરી શકી નહીં
પ્રિયાંશુ ખૂબ જ તેજસ્વી અને મૈત્રીપૂર્ણ વિદ્યાર્થી હતો
પલ્લવપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારના સોફીપુર-લવાર રોડ પર સ્થિત બી-9, તિરુપતિ ગાર્ડન કોલોનીમાં રહેતા વેપારી પંકજ જૈનના પરિવારમાં તેની પત્ની રેણુ જૈન, મોટી પુત્રી ગીતિકા જૈન અને લગભગ 24 વર્ષનો પુત્ર પ્રિયાંશુ જૈન છે. પંકજ જૈન શારદા રોડ પર રોક્સી ઈન્ડસ્ટ્રીઝના નામે ટ્રેક્ટરના સ્પેરપાર્ટસનો બિઝનેસ ધરાવે છે.
પુત્રી ગીતિકા કંપનીમાં કામ કરે છે, જ્યારે પત્ની રેણુ જૈન ગૃહિણી છે. પુત્ર પ્રિયાંશુ જૈન અમદાવાદની કોલેજમાં એમબીએના બીજા વર્ષનો વિદ્યાર્થી હતો. અમદાવાદમાં રવિવારે રાત્રે તીક્ષ્ણ હથિયાર વડે તેની હત્યા કરવામાં આવી હતી. વેપારીનો પુત્ર ત્યાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.
માસા રાજીવ ગોયલે જણાવ્યું કે પ્રિયાંશુ શરૂઆતથી જ ખૂબ જ પ્રતિભાશાળી વિદ્યાર્થી હતો. પોતાના જીવનમાં પ્રગતિના શિખરોને સ્પર્શવા માંગતો હતો. અભ્યાસમાં હોનહાર રહેલો પ્રિયાંશુ ફર્સ્ટ ક્લાસથી એમબીએ સેકન્ડ યર સુધી ફર્સ્ટ ડિવિઝન સાથે પાસ થતો રહ્યો.
ઘટનાની સંપૂર્ણ વિગતો વાંચો આ લિંક પર..
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની હત્યા:‘જોર સે ક્યોં ગાડી ચલા રહે હો’ કહેતા કારચાલકે કહ્યું ‘રૂક રૂક ક્યા બોલા તૂં’, આડેધડ છરીના ઘા મારી પ્રિયાંશુને પતાવી દીધો
અમદાવાદના બોપલ વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. બોપલ ફાયર સ્ટેશન પાસે વાહન ચલાવવા માટે MICA કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન નામના વિદ્યાર્થીએ કારચાલકને ટકોર કરી હતી, પરંતુ કારચાલકે ઉશ્કેરાઈને વિદ્યાર્થી પર છરાથી હુમલો કર્યો હતો, આથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. છરાથી હુમલો કર્યા બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિકકરો
મદદગાર મહિલાના શબ્દોમાં બોપલ હત્યાની ઘટના:‘કણસતા વિદ્યાર્થીની મદદે કોઈ ન આવ્યું, સગીર પુત્રએ કહેતાં મેં કારમાં લોહીલુહાણ કોલેજિયનને હોસ્પિટલ પહોંચાડ્યો’
અમદાવાદના બોપલ વિસ્તારમાં ગઈકાલે રાતે કાર ધીમી ચલાવવાનું કહેતા MICA કોલેજના પ્રિયાંશુ જૈન નામના વિદ્યાર્થીને એક કારચાલકે છરીના ઘા ઝીંકી પતાવી દીધો હતો, આથી પ્રિયાંશુ લોહીલુહાણ હાલતમાં જ પડ્યો હતો, પરંતુ તેની મદદ કરવા કોઈ આવ્યું નહોતું, જોકે બ્લડ ન જોઈ શકનારી એક મહિલાએ 108 આવે એ પહેલાં તેની કારમાં નાખીને લોહીથી લથબથ વિદ્યાર્થીને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. હોસ્પિટલમાં એડમિટ કરીને મહિલા ત્યાંથી જતી રહી હતી, પરંતુ તેની હાલત નાજુક હોવાથી તેને 108 મારફત ઝાયડસ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો