થાણે9 મિનિટ પેહલા
- કૉપી લિંક
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એ જ કાર છે જેના પર ગોબર ફેંકવામાં આવ્યું હતું. આ કારમાં ઉદ્ધવ ઠાકરે સવાર હતા.
મહારાષ્ટ્રના થાણેમાં શનિવારે સાંજે, MNSના કાર્યકરોએ શિવસેના (UBT) ચીફ ઉદ્ધવ ઠાકરેની કાર પર ગોબર, બંગડીઓ, નારિયેળ અને ટામેટાં ફેંક્યા હતા. આ પછી બંનેના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે MNSના 20થી વધુ કાર્યકરોની અટકાયત કરી છે.
ઠાકરે અહીં ગડકરી હોલમાં પાર્ટીના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. MNSના કાર્યકરોનો આરોપ છે કે 9 ઓગસ્ટે શિવસેના (UBT) સમર્થકોએ બીડમાં રાજ ઠાકરેના કાફલા પર સોપારી અને ટામેટાં ફેંક્યા હતા. આજની કાર્યવાહી એ હુમલાનો જવાબ હતો.
ઘટના પર શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે કહ્યું- દિલ્હીના અહેમદ શાહ અબ્દાલી (અમિત શાહ) મહારાષ્ટ્રમાં અરાજકતા ફેલાવવા સોપારી આપી રહ્યા છે. તમારો (MNS કાર્યકરો) ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
તમારા નેતા સોપારી લઈને ચૂપ રહે છે, પરંતુ તમને એકબીજા સામે લડાવામાં આવે છે. હું કોઈ પક્ષનું નામ નથી લઈ રહ્યો, પરંતુ જેમ જેમ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તેઓ લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તસવીરમાં દેખાતો વ્યક્તિ MNSનો કાર્યકર છે.
શિવસેના (UBT)એ ફડણવીસના રાજીનામાની માંગ કરી
શિવસેના (UBT)ના નેતા આનંદ દુબેએ કહ્યું- હવે અમે જાણીએ છીએ કે રાજ ઠાકરે અને તેમની પાર્ટીને ‘સુપારી બાઝ’ કેમ કહેવામાં આવે છે. ઉદ્ધવ ઠાકરેને Z શ્રેણીની સુરક્ષા મળી છે. તેઓ બાલાસાહેબ ઠાકરેના પુત્ર છે. જો તેઓ રાજ્યમાં સુરક્ષિત નથી તો તેઓ સામાન્ય લોકોની સુરક્ષા કેવી રીતે કરશે. ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવું જોઈએ.
MNSએ કહ્યું- હવે ઉદ્ધવ ઠાકરેના ઘરે પહોંચીશું
MNS નેતા અવિનાશ જાધવે કહ્યું- આ ઘટનાના એક દિવસ પહેલા અમારા નેતા રાજ ઠાકરેના કાફલા પર સોપારી ફેંકવામાં આવી હતી. MNSના કાર્યકર્તાઓએ આજે જવાબી કાર્યવાહી કરી છે. તેમણે સોપારી ફેંકી અને અમે નાળિયેર ફેંક્યું. આ વખતે અમે ગડકરી હોલ પહોંચ્યા હતા, હવે અમે તમારા ઘરે પહોંચીશું.
સંજય રાઉતે કહ્યું- અમને રાજના કાફલા પર હુમલો કરાવ્યો નથી
સંજય રાઉતે શનિવારે કહ્યું હતું – એવી શક્યતા છે કે રાજ ઠાકરેના કાફલા પર સોપારી ફેંકનારા લોકો શિવસેના (UBT)ના સભ્ય હોઈ શકે, પરંતુ એક સંગઠન તરીકે પાર્ટીને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. આ ઘટના બની ત્યારે અમે દિલ્હીમાં હતા. લોકશાહીમાં દરેકને પોતાનો મત વ્યક્ત કરવાનો અને વિરોધ કરવાનો અધિકાર છે.
રાજ ઠાકરેએ કહ્યું- ઉદ્ધવ અને શરદ પવાર મને રોકવા માંગે છે
રાજ ઠાકરેના કાફલા પર થયેલા હુમલા અંગે પોલીસે કહ્યું- રાજ ઠાકરે જે ગાડીમાં બેઠા હતા તેના પર હુમલો થયો ન હતો. બીજી ગાડી પર સોપારી ફેંકવામાં આવી છે. રાજે શનિવારે સંભાજીનગરમાં કહ્યું- ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર મને રોકવા માગે છે. જો આમ જ ચાલશે તો હું મહારાષ્ટ્રમાં એક પણ રેલી કરી શકીશ નહીં.
ઉદ્ધવે થાણેમાં કહ્યું- મને ભાજપ મુક્ત રામ જોઈએ છે
થાણેમાં આયોજિત એક કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- અયોધ્યામાં એક આદર્શ કૌભાંડ થયું છે. મંદિર બનાવવા માટે અમે અમારું લોહી આપ્યું હતું. શંકરાચાર્ય મારા ઘરે આવ્યા હતા. શંકરાચાર્યએ મને કહ્યું હતું કે હિન્દુ લોકો ક્યારેય પીઠમાં છરો મારી શકે નહીં. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હું ભાજપ મુક્ત રામ ઈચ્છું છું. મુસ્લિમ, પારસી અને ખ્રિસ્તી બધા અમારી સાથે છે.
મેં પહેલા કહ્યું હતું કે કાં તો તમે રહેશો કે હું રહીશ. હું પર્યાવરણ પ્રેમી છું. મેં સાંભળ્યું છે કે તેઓ નવેમ્બરમાં ચૂંટણી યોજી શકે છે. તેનું કારણ એ છે કે તેઓ ચાર મહિના માટે 1500 રૂપિયા આપી શકે છે. શું તમે મહારાષ્ટ્રને 1500 રૂપિયામાં વેચવા માંગો છો? આ એક યોજના છે, તમારે પૈસા લેવા જોઈએ અને તે તમારા જ પૈસા છે.
આ સમાચાર પણ વાંચો…
ઉદ્ધવે કહ્યું- અમિત શાહ અહેમદ શાહ અબ્દાલીના વંશજ છે, ભાજપ પાવર જેહાદ કરી રહ્યું છે
ઉદ્ધવ ઠાકરેએ 3 ઓગસ્ટે પુણેમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કર્યુ હતું. આ દરમિયાન તેમણે અમિત શાહ પર કટાક્ષ કર્યો હતો.
ઉદ્ધવ ઠાકરેએ 3 ઓગસ્ટે ભારતીય જનતા પાર્ટી પર ‘પાવર જેહાદ’ ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપ સત્તામાં રહેવા માટે રાજકીય પક્ષો વચ્ચે ભાગલા પાડી રહ્યું છે. આ સાથે ઉદ્ધવે ગૃહમંત્રી અમિત શાહને અહેમદ શાહ અબ્દાલીના વંશજ કહ્યા હતા.