- Gujarati News
- National
- Mob Surrounds BMC Team Arriving To Demolish Illegal Part Of Mosque In Dharavi; Vehicles Vandalized, Tension In The Area
મુંબઈ53 મિનિટ પેહલા
- કૉપી લિંક
મુંબઈના ધારાવીમાં ગેરકાયદે મસ્જિદ પર BMCની કાર્યવાહીથી તણાવ ફેલાયો છે. BMCની ટીમ મુંબઈના ધારાવીમાં મહેબૂબ-એ-સુબાનિયા મસ્જિદના ગેરકાયદે ભાગ તોડવા માટે પહોંચી હતી પરંતુ ભીડે હંગામો મચાવ્યો હતો. લોકો રસ્તા પર બેસીને વિરોધ કરી રહ્યા છે. કાર્યવાહી કરવા પહોંચેલા પાલિકાના વાહનની સાથે અન્ય કેટલાક વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.
સ્થિતિને જોતા મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ સ્થળ પર તહેનાત કરવામાં આવ્યા છે. ધારાવીમાં સ્થિતિ હજુ પણ તણાવભરી છે. BMCના અધિકારીઓ સાથે પોલીસ અધિકારીઓ મુસ્લિમ સમુદાયના નેતાઓ સાથે આ મામલે ચર્ચા કરી રહ્યા છે.
મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર ઉતર્યા હતા
ખરેખરમાં, મુંબઈના ધારાવીમાં 90 ફૂટ રોડ પર આવેલી 25 વર્ષ જૂની સુભાનિયા મસ્જિદને BMC દ્વારા ગેરકાયદે જાહેર કરવામાં આવી હતી અને તેને આજે તોડી પાડવામાં આવનાર છે. BMC અધિકારીઓની કાર્યવાહી પહેલા જ ગઈકાલે રાત્રે મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર ઉતર્યા હતા અને આખો રસ્તો બ્લોક કરી દીધો હતો. મુસ્લિમ સમુદાયના લોકોનું કહેવું છે કે આ મસ્જિદ ઘણી જૂની છે.
કોંગ્રેસના સાંસદ આ મુદ્દે મુખ્યમંત્રીને મળ્યા
મુસ્લિમ સમુદાયના લોકોનું કહેવું છે કે આ મસ્જિદ ઘણી જૂની છે અને તેની સામેની કાર્યવાહી ખોટી છે. મુંબઈ ઉત્તર મધ્યના સાંસદ પ્રો. વર્ષા ગાયકવાડે કહ્યું કે, મુખ્યમંત્રી એકનાથ શિંદેજી સાથે આ મામલે તેમણે મુલાકાત કરી છે અને ધારાવીની મહેબૂબ-એ-સુબાનિયા મસ્જિદને બીએમસી દ્વારા આપવામાં આવેલી ડિમોલિશન નોટિસ અંગે લોકોની લાગણીઓ વિશે તેમને જાણ કરી હતી.
વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે તેમની મુખ્યમંત્રી સાથે સકારાત્મક વાતચીત રહી હતી. તેમણે કહ્યું કે તેઓ સંબંધિત અધિકારીઓ સાથે વાત કરશે અને આશ્વાસન આપ્યું કે ડિમોલિશન પ્રક્રિયા રોકવામાં આવશે.