નવી દિલ્હી/કોલકાતા11 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 26 માર્ચે બસીરહાટ બીજેપી ઉમેદવાર રેખા પાત્રા સાથે વાત કરી હતી. મોદીએ રેખાને શક્તિ સ્વરૂપ ગણાવી હતી. રેખાએ જ સંદેશખાલીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતાઓના જાતીય શોષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારે વિવાદ બાદ મુખ્ય આરોપી TMC નેતા શાહજહાં શેખની ધરપકડ કરવામાં આવી હતી.
ન્યૂઝ એજન્સી PTI અનુસાર, મોદીએ રેખા પાત્રાના ચૂંટણી પ્રચાર અને તેમની પાર્ટી દ્વારા તેમને આપવામાં આવી રહેલા સમર્થન વિશે પણ માહિતી એકત્ર કરી હતી.
સમાચાર અપડેટ થઈ રહ્યા છે…