શ્રીનગર9 કલાક પેહલા
- કૉપી લિંક
પીએમ મોદીએ SKICCના હોલમાં યોગ કર્યા
આજે 10મો ઈન્ટરનેશનલ યોગ દિવસ છે. વડાપ્રધાને શ્રીનગરમાં યોગ કર્યા. આ કાર્યક્રમ દાલ લેકના કિનારે યોજાવાનો હતો, પરંતુ વરસાદના કારણે કાર્યક્રમને હોલમાં ખસેડવામાં આવ્યો હતો. અગાઉ કાર્યક્રમ સવારે 6:30 વાગ્યે શરૂ થવાનો હતો પરંતુ તે સવારે 8 વાગ્યાની આસપાસ શરૂ થયો હતો. ઓપન એરિયામાં વડાપ્રધાન મોદી 7 હજાર લોકો સાથે યોગ કરવાના હતા, પરંતુ વરસાદને લીધે હોલમાં શિફ્ટ થવાને કારણે માત્ર 50 લોકોએ જ ભાગ લીધો હતો.
આ પ્રસંગે પીએમે કહ્યું- યોગની યાત્રા ચાલુ રહે છે. આજે વિશ્વમાં યોગ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. યોગ એ માત્ર જ્ઞાન નથી પણ એક વિજ્ઞાન પણ છે. આવી સ્થિતિમાં એક વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બની રહ્યું છે. તેનો ઉકેલ પણ યોગમાં રહેલો છે.
યોગનો કાર્યક્રમ પૂર્ણ થયા પછી PMએ સેલ્ફી લીધી હતી.
10 વર્ષ પહેલાં 2014માં સંયુક્ત રાષ્ટ્રએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો હતો. ત્યારથી તે વિવિધ થીમ પર ઊજવવામાં આવે છે. 2024 માટે યોગ દિવસની થીમ ‘યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી’ છે.
PM મોદી બે દિવસીય જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. વર્ષ 2013 બાદ તેમની જમ્મુ-કાશ્મીરની આ 25મી મુલાકાત છે. 2019માં કલમ 370 નાબૂદ થયા બાદ આ 7મી મુલાકાત છે. ચૂંટણીપંચ સપ્ટેમ્બરમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવાની તૈયારી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં પીએમ મોદીની અહીં મુલાકાત અને યોગ દિવસ જેવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગ લેવાને પોઝિટિવ મેસેજ માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ, યુદ્ધ જહાજ INS વિક્રમાદિત્યના સૈનિકોએ સવારે યોગાભ્યાસ કર્યો હતો.
સવારે લગભગ 7 વાગ્યે INS વિક્રમાદિત્ય પર નૌસૈનિકોએ યોગ કર્યા હતા.
ITBP સૈનિકોએ LAC નજીક પેંગોંગ તળાવના કિનારે અનેક આસનો કર્યા.
ભારતીય સેનાના 12 જવાનોએ બરફના પહાડ પર 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવ્યો. સેનાએ આ વીડિયો પોતાની X પ્રોફાઇલ પર પોસ્ટ કર્યો છે.
આ ઉપરાંત દરિયામાં પણ યોગ દિવસનો ઉત્સાહ જોવા મળ્યો હતો. INS વિક્રમાદિત્ય પર નૌસૈનિકોએ સવારે યોગાસન કર્યા. બીજી તરફ, ITBP સૈનિકોએ LAC નજીક પેંગોંગ તળાવના કિનારે વિવિધ આસનો કરીને 10મો યોગ દિવસ ઉજવ્યો.
અપડેટ્સ
05:21 AM21 જૂન 2024
- કૉપી લિંક
મોદીએ સેલ્ફી લીધી
05:20 AM21 જૂન 2024
- કૉપી લિંક
PMએ તેમના ભાષણમાં 101 વર્ષીય ફ્રેન્ચ યોગ ટ્રેનરનો ઉલ્લેખ કર્યો
101 વર્ષીય ફ્રેન્ચ યોગ ટ્રેનર ચાર્લોટ શોપેનને એપ્રિલ 2024માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પદ્મશ્રીથી સન્માનિત કર્યાં હતાં. પીએમએ આજે તેમના ભાષણમાં આનો ઉલ્લેખ કર્યો હતો.
ચાર્લોટે 50 વર્ષની ઉંમરે યોગ શીખ્યા હતા. તે 51 વર્ષથી સતત લોકોને યોગ શીખવી રહ્યાં છે.
04:07 AM21 જૂન 2024
- કૉપી લિંક
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યો યોગ
04:03 AM21 જૂન 2024
- કૉપી લિંક
મોદીએ કહ્યું- યોગ તમારી વિકાસ યાત્રાનું મજબૂત પાસું બની શકે છે
અમે શાળામાં ભણતા ત્યારે શિક્ષકો અમને ધ્યાનથી જોવાનું કહેતા. ધ્યાનથી સાંભળો. આ ધ્યાન વિષય આપણી એકાગ્રતા સાથે સંબંધિત છે. ઘણા લોકો યાદશક્તિ વધારવાની ટેક્નિક કહે છે. આપણે એક કામ કરીએ છીએ, પરંતુ આપણું ધ્યાન 10 જગ્યાએ ભટકતું હોય છે. આપણે આના પર કામ કરવું જોઈએ. જો તમે પ્રાકૃતિક રીતે યોગને તમારા જીવન સાથે જોડશો તો તમને ફાયદો થશે. યોગ તમારી વૃદ્ધિની યાત્રાનું એક મજબૂત પાસું બનશે.
04:02 AM21 જૂન 2024
- કૉપી લિંક
વડાપ્રધાન મોદીએ લીધી સ્પેશિયલ સેલ્ફી
03:57 AM21 જૂન 2024
- કૉપી લિંક
મોદીએ કહ્યું- યોગ જીવન સાથે જોડાય છે, તો એક કુદરતી પ્રવૃત્તિ બની જાય છે
જ્યારે યોગને જીવન સાથે જોડવામાં આવે છે, ત્યારે તે એક કુદરતી પ્રવૃત્તિ બની જાય છે. મોટાભાગના લોકોના મનમાં આ લાગણી હોય છે કે આ એક મોટી આધ્યાત્મિક યાત્રા છે. અલ્લાહ, ઈશ્વર કે ભગવાનને પામવાનો માર્ગ છે. આવી સ્થિતિમાં લોકો અટકી જાય છે. વિચારે છે કે આ બધું તેમનાથી નહીં થાય.
03:55 AM21 જૂન 2024
- કૉપી લિંક
મોદીએ કહ્યું- શ્રીનગરમાં ઠંડી વધી, મારે સ્વેટર લાવવું પડ્યું
શ્રીનગરમાં વરસાદ સાથે ઠંડીમાં પણ વધારો થયો છે. મારે પણ સ્વેટર લાવવું પડ્યું. તમે લોકો તો અહીંના છો. તમને તો આદત હશે.
03:33 AM21 જૂન 2024
- કૉપી લિંક
વરસાદ બંધ થતા યોગ સેશનમાં ભાગ લેનારા સાથે PMની મુકાલાત
03:27 AM21 જૂન 2024
- કૉપી લિંક
મોદીનો યોગ કાર્યક્રમ પૂર્ણ
03:25 AM21 જૂન 2024
- કૉપી લિંક
મોદીએ કાર્યક્રમમાં પ્રાણાયામ અને અનુલોમ-વિલોમ કર્યા
03:22 AM21 જૂન 2024
- કૉપી લિંક
એસ. જયશંકરે કહ્યું- યોગથી દુનિયામાં ખુશીઓ આવી
03:17 AM21 જૂન 2024
- કૉપી લિંક
વિશ્વ નવી યોગ અર્થવ્યવસ્થાને આગળ વધતું જોઈ રહ્યું છે: મોદી
03:03 AM21 જૂન 2024
- કૉપી લિંક
ઈન્ડિયન આર્મીના જવાનોએ યોગ કર્યા
02:56 AM21 જૂન 2024
- કૉપી લિંક
વરસાદના કારણે પીએમ મોદી SKICCના હોલમાં યોગ કરી રહ્યા છે
02:41 AM21 જૂન 2024
- કૉપી લિંક
PMએ કહ્યું- સાઉદી અરેબિયાએ યોગને એજ્યુકેશન સિસ્ટમમાં સામેલ કર્યા
કાર્યક્રમ દરમિયાન PMએ કહ્યું- દુનિયાના તમામ વરિષ્ઠ નેતાઓ જ્યારે પણ તક મળે છે ત્યારે મારી સાથે યોગની ચર્ચા કરે છે. તે વિશ્વના લોકોના રોજિંદા જીવનનો એક ભાગ બની રહ્યું છે. સાઉદી અરેબિયાએ તેનો શિક્ષણ પ્રણાલીમાં સમાવેશ કર્યો છે. જર્મનીમાં 1.5 કરોડ લોકોએ યોગાભ્યાસ અપનાવ્યો છે.
ભારતમાં ઋષિકેશ, કાશીથી લઈને કેરળ સુધી યોગ ટુરિઝમનો ક્રેઝ છે. ઓથેન્ટિક યોગ તાલીમ ભારતમાં ઉપલબ્ધ છે. લોકો તેમની ફિટનેસ માટે અંગત યોગા ટ્રેનર્સને હાયર કરી રહ્યા છે.
તેનાથી યુવાનો માટે નવી તકો, રોજગારીની તકો ઊભી થઈ. યોગ એ માત્ર જ્ઞાન નથી પણ એક વિજ્ઞાન પણ છે.
02:30 AM21 જૂન 2024
- કૉપી લિંક
યોગની યાત્રા સતત શરૂ છે- મોદી
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “અમે શ્રીનગરમાં ઊર્જા અનુભવી શકીએ છીએ, જે આપણે યોગ દ્વારા મેળવીએ છીએ. હું યોગ દિવસ પર દેશના લોકોને અને વિશ્વના દરેક ખૂણે યોગ કરી રહેલા લોકોને શુભેચ્છા પાઠવું છું. આંતરરાષ્ટ્રીય યોગ ડેએ 10 વર્ષની ઐતિહાસિક સફર પૂર્ણ કરી છે, ત્યારથી 177 દેશોએ યોગ દિવસને સમર્થન આપ્યું છે.”
02:21 AM21 જૂન 2024
- કૉપી લિંક
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દિલ્હીમાં યોગ કર્યા
02:17 AM21 જૂન 2024
- કૉપી લિંક
સ્નિફર્સ ડોગે યોગ કર્યા
02:17 AM21 જૂન 2024
- કૉપી લિંક
પીએમ મોદી શ્રીનગરમાં યોગ દિવસના કાર્યક્રમમાં પહોંચ્યા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીનગરમાં યોગ કાર્યક્રમમાં પહોંચ્યા છે. તેઓ શ્રીનગરના SKICC હોલમાં યોગ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. યોગ દિવસ નિમિત્તે તેઓ દેશ અને દુનિયાને સંદેશ પણ આપશે. શ્રીનગરમાં વરસાદને કારણે તેમના યોગ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અગાઉ તેઓ દાલ સરોવરના કિનારે યોગ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા હતા.
02:01 AM21 જૂન 2024
- કૉપી લિંક
લેહના કોઝાર્કમાં ITBPના જવાનોએ યોગ કર્યા
01:46 AM21 જૂન 2024
- કૉપી લિંક
પૂર્વ લદ્દાખમાં સેનાના જવાનોએ યોગ કર્યા
01:40 AM21 જૂન 2024
- કૉપી લિંક
વરસાદના કારણે પીએમ મોદીના યોગ કાર્યક્રમમાં ફેરફાર
10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીનગરમાં દાલ સરોવરના કિનારે યોગ કરશે. પરંતુ શ્રીનગરમાં સવારથી વરસાદના કારણે પીએમ મોદીના યોગ કાર્યક્રમમાં ફેરફાર થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદી હવે 7.15 વાગ્યાની આસપાસ પોતાનો યોગ કાર્યક્રમ શરૂ કરશે. શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટરમાં 7000થી વધુ લોકો તેમની સાથે યોગ કરશે.
01:31 AM21 જૂન 2024
- કૉપી લિંક
INS વિક્રમાદિત્ય પર નૌસૈનિકોએ યોગ કર્યા
01:16 AM21 જૂન 2024
- કૉપી લિંક
યોગી આદિત્યનાથે કહ્યું- પીએમ મોદીએ અમને આ તક આપી.
10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, “આજે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર હું તમને બધાને અભિનંદન આપું છું. આ તક દેશના પીએમ મોદી દ્વારા અમને આપવામાં આવી છે, જેમના પ્રયત્નો અને વિઝનનું પરિણામ છે કે આજે વિશ્વ આ વિરાસત સાથે પોતાની જાતને જોડીને, ભારતની સંસ્કૃતિ અને પરંપરાને ગૌરવ અપાવવાનો પ્રયાસ કરશે, આપણા પૂર્વજો અને વારસા માટે આનાથી મોટું આદર કોઈ હોઈ શકે નહીં.”
01:15 AM21 જૂન 2024
- કૉપી લિંક
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને બીએલ વર્માએ દિલ્હીમાં યોગ કર્યા હતા
01:15 AM21 જૂન 2024
- કૉપી લિંક
યોગ ગુરુ રામદેવે ઉત્તરાખંડના હરિદ્વારમાં આચાર્ય બાલકૃષ્ણ સાથે યોગ કર્યા હતા.
01:14 AM21 જૂન 2024
- કૉપી લિંક
ન્યૂ યોર્ક ટાઈમ્સ સ્ક્વેર
01:14 AM21 જૂન 2024
- કૉપી લિંક
ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર ખાતે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો
01:13 AM21 જૂન 2024
- કૉપી લિંક
કેન્દ્રીય મંત્રી બીએલ વર્માએ દિલ્હીના ત્યાગરાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024માં ભાગ લીધો
01:12 AM21 જૂન 2024
- કૉપી લિંક
છેલ્લા 9 યોગ દિવસોમાં શું હતું ખાસ… 2015- ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં 2 રેકોર્ડ બનાવાયા
PM નરેન્દ્ર મોદી દિલ્હીમાં રાજપથ પર યોગ આસનો કરી રહ્યા છે.
પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ હતી – સંવાદિતા અને શાંતિ માટે યોગ. પીએમ મોદીની સાથે 84 દેશોના પ્રતિનિધિઓ સહિત 35 હજારથી વધુ લોકોએ દિલ્હીના રાજપથ પર 21 યોગ આસનો કર્યા. આ ઇવેન્ટમાં, ભારત માટે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યા હતા – એક વિશ્વનો સૌથી મોટો યોગ એકસાથે કરવા માટે જેમાં 35 હજાર 985 લોકોએ એકસાથે કર્યો હતો. બીજું, 84 દેશોના નેતાઓની એક સાથે ભાગીદારી માટે.
01:11 AM21 જૂન 2024
- કૉપી લિંક
2016- વિશ્વના 170 દેશોએ યોગ દિવસની ઉજવણી કરી
ચંદીગઢના કેપિટોલ કોમ્પ્લેક્સમાં આયોજિત યોગ દિવસ કાર્યક્રમમાં પીએમ મોદી.
બીજા યોગ દિવસની થીમ હતી – યુવાનોને જોડો. ભારતમાં બીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2016નો મુખ્ય કાર્યક્રમ ચંદીગઢમાં યોજાયો હતો, જેમાં લગભગ 35 હજાર લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું નેતૃત્વ પણ પીએમ મોદીએ કર્યું હતું. આ યોગ દિવસમાં 170 દેશોએ ભાગ લીધો હતો. ચંદીગઢમાં આયોજિત મુખ્ય કાર્યક્રમ માટે આયુષ મંત્રાલયે લગભગ 7 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
01:11 AM21 જૂન 2024
- કૉપી લિંક
2017- લખનઉમાં PM સાથે 55 હજાર લોકોએ યોગ કર્યા
લખનૌના રમાબાઈ મેદાનમાં યોગ આસનોનું નિદર્શન કરતા પીએમ મોદી.
ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ હતી – સ્વાસ્થ્ય માટે યોગ. મુખ્ય કાર્યક્રમ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના રમાબાઈ આંબેડકર મેદાનમાં યોજાયો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ 55 હજાર લોકો સાથે યોગ કર્યા હતા. આ વર્ષે, યોગ દિવસના 2 દિવસ પહેલા, 8387 બાળકોએ મૈસુરમાં સૌથી લાંબી યોગ સાંકળ બનાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
01:11 AM21 જૂન 2024
- કૉપી લિંક
2018- મુસ્લિમ દેશ સાઉદી અરેબિયા પ્રથમ વખત જોડાયો
ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ શાંતિ માટે યોગ હતી. યોગ દિવસ 2018નો મુખ્ય કાર્યક્રમ ઉત્તરાખંડમાં યોજાયો હતો. રાજધાની દેહરાદૂનના ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં વડાપ્રધાન મોદી સાથે 50 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. ખાસ વાત એ હતી કે તેમાં સાઉદી અરેબિયાએ પણ ભાગ લીધો હતો.
01:11 AM21 જૂન 2024
- કૉપી લિંક
2019- 5મો યોગ દિવસ ક્લાઈમેટ એક્શન માટે યોગની થીમ સાથે ઉજવવામાં આવ્યો
રાંચીના પ્રભાત તારા ગ્રાઉન્ડમાં સેનાના જવાનો સાથે યોગ કરતા પીએમ મોદી
પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ હતી – ક્લાઈમેટ એક્શન માટે યોગ. મુખ્ય કાર્યક્રમ ઝારખંડની રાજધાની રાંચીમાં યોજાયો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીની સાથે 40 હજાર લોકોએ યોગના આસનોનું પ્રદર્શન કર્યું.
01:10 AM21 જૂન 2024
- કૉપી લિંક
2020- કોરોના રોગચાળાને કારણે થીમ રાખવામાં આવી – યોગા એટ હોમ
આ તસવીર 2018ના એક વીડિયોમાંથી લેવામાં આવી છે, જ્યારે PMએ તેમની ફિટનેસ રૂટિન શેર કરી હતી.
છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વર્ચ્યુઅલ રીતે ઉજવણી કરવામાં આવી હતી. તેની થીમ હતી – સ્વાસ્થ્ય માટે યોગ – ઘરે યોગ. પીએમ મોદીએ 15 મિનિટના ભાષણ દ્વારા કોરોના વાયરસ સામે લડવામાં યોગની ભૂમિકા સમજાવી હતી. લોકોએ પોતાના ઘરે યોગ કરતા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
01:10 AM21 જૂન 2024
- કૉપી લિંક
2021- યોગ દિવસ સતત બીજા વર્ષે વર્ચ્યુઅલ રીતે ઉજવવામાં આવ્યો
પીએમ મોદીએ વીડિયો મેસેજ દ્વારા લોકોને ઘરમાં રહીને યોગ કરવાની અપીલ કરી હતી.
સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પણ વર્ચ્યુઅલ રીતે ઉજવણી કરવામાં આવી હતી. કોરોના વાયરસના બીજા તરંગને કારણે, આ યોગ દિવસની કેન્દ્રિય થીમ ‘યોગ સાથે રહો, ઘરે રહો’ રાખવામાં આવી હતી. ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર ખાતે પણ 3000થી વધુ લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ દ્વારા યોગના આસનો કર્યા હતા.
01:10 AM21 જૂન 2024
- કૉપી લિંક
2022- હેરિટેજ સ્થળો પર યોગ દિવસની ઉજવણી
પીએમ મોદી કર્ણાટકના મૈસૂર પેલેસમાં યોગના આસનો કરી રહ્યા છે.
બે વર્ષ પછી, લોકોએ દેશના ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો પર તેમના ઘરની બહાર આઠમો યોગ દિવસ ઉજવ્યો. થીમ યોગ ફોર હ્યુમેનિટી હતી. પીએમ મોદીએ મૈસૂરમાં આયોજિત મુખ્ય કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિવિધ દેશોમાં સ્થાનિક સમય અનુસાર યોગ દિવસની શરૂઆત સૂર્યોદયથી થઈ હતી.
01:09 AM21 જૂન 2024
- કૉપી લિંક
PM 2023માં યોગ દિવસ પર પ્રથમ વખત દેશની બહાર ગયા હતા
ન્યુયોર્કમાં યુએન હેડક્વાર્ટર ખાતે યોગ દિવસના કાર્યક્રમમાં પીએમ મોદી સાથે રિચર્ડ ગેર (જમણે).
નવમા યોગ દિવસની થીમ હતી – વસુધૈવ કુટુંબકમ. પ્રથમ વખત PM મોદી યોગ દિવસની ઉજવણી કરવા દેશની બહાર ન્યુયોર્ક ગયા હતા. અહીં 180 દેશોના લોકોએ તેમની સાથે યુએન હેડક્વાર્ટર કેમ્પસમાં યોગના આસનો કર્યા.
01:08 AM21 જૂન 2024
- કૉપી લિંક
પીએમની મુલાકાત પહેલા શ્રીનગરને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું
9 જૂને PMએ શપથ લીધા ત્યારથી કાશ્મીરમાં 4 આતંકવાદી ઘટનાઓ બની છે. તેથી શ્રીનગરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રીનગરમાં રેડ ઝોન જાહેર કરાયો. પોલીસના જણાવ્યા અનુસાર, ડ્રોન નિયમો, 2021ના નિયમ 24(2) હેઠળ, શ્રીનગરને તાત્કાલિક અસરથી ડ્રોન અને ક્વોડકોપ્ટર માટે હંગામી રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. આ ઝોનમાં ડ્રોન ઉડાડવા બદલ કેસ નોંધી શકાય છે.