સંદેશ મોકલો. હરદા1 મિનિટ પેહલા
- કૉપી લિંક
મધ્યપ્રદેશનાં હરદામાં ગેરકાયદે ફટાકડાના કારખાનામાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે આસપાસના 60થી વધુ મકાનોમાં આગ લાગી હતી. લોકો પોતાનો જીવ બચાવવા ઘરની બહાર દોડતા જોવા મળ્યા હતા. પ્રશાસને 100થી વધુ મકાનો ખાલી કરાવ્યા છે. ફેક્ટરીમાં સતત વિસ્ફોટો થઈ રહ્યા છે. ભાસ્કરના રિપોર્ટરે જણાવ્યું કે લગભગ 15 મૃતદેહો રસ્તાપર વેરવિખેર પડેલા છે.
6 લોકોનાં મોત થયાં, 60થી વધુ લોકો ઘાયલ
હરદાના સિવિલ સર્જન ડૉ. મનીષ શર્માએ જણાવ્યું કે અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા છે. ફેક્ટરીની આસપાસ રસ્તા પર મૃતદેહો વેરવિખેર પડેલાછે.
ઈન્દોરમાં પણ ઘાયલોની સારવાર માટેની તૈયારીઓ
ઇજાગ્રસ્તોને ઇન્દોરની MY હોસ્પિટલમાં લાવવાની સંભાવનાને કારણે વ્યવસ્થાઓ એલર્ટ પર છે. કલેક્ટર આશિષ સિંહ MY હોસ્પિટલ પહોંચ્યા છે. ઈન્દોરથી એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર પણ ટીમ હરદા ખાતે મોકલી આપવામાં આવી છે. ઇન્દોરમાં ઘાયલોની સારવાર માટે વહીવટીતંત્ર અને એમજીએમ મેડિકલ કોલેજને પણ એલર્ટ પર રાખવામાં આવી છે.
આ ફેક્ટરી મગરધા રોડ પર બૈરાગઢ ગામમાં છે. મંગળવારે સવારે ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને આગ લાગી હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખું શહેર ધ્રૂજી ઊઠ્યું. ફટાકડા ફોડવા માટે રાખવામાં આવેલ ગનપાઉડરના સંપર્કમાં આવતાં આગએ ટૂંક સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે વિસ્તારમાં અરાજકતાનો માહોલ છે. ફેક્ટરીમાંથી નીકળતી જ્વાળાઓ અને ધુમાડા દૂરથી જોઈ શકાય છે. માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. આગનું કારણ હાલમાં જાણી શકાયું નથી. હરદા, બેતુલ, ખંડવા અને નર્મદાપુરમથી એમ્બ્યુલન્સ અને ફાયર એન્જિન બોલાવવામાં આવ્યા છે. કલેક્ટર ઋષિ ગર્ગ, એસપી સંજીવ કુમાર કંચન સહિત સમગ્ર વહીવટીતંત્ર સ્થળ પર હાજર હતું.
ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઈ હતી.
સીએમ ડો.મોહને ઈમર્જન્સી બેઠક બોલાવી
મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવે ઘટનાને લઈને ઈમરજન્સી બેઠક બોલાવી છે. મુખ્યમંત્રીએ તાત્કાલિક મંત્રી ઉદય પ્રતાપ સિંહ, એસીએસ અજીત કેસરી, ડીજી હોમગાર્ડ અરવિંદ કુમારને હેલિકોપ્ટર દ્વારા જવાની સૂચના આપી છે. ભોપાલ, ઈન્દોરમાં મેડિકલ કોલેજ અને એઈમ્સ ભોપાલમાં બર્ન યુનિટને જરૂરી તૈયારીઓ કરવા માટે કહેવામાં આવ્યું છે. રાહત કામગીરી માટે વરિષ્ઠ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે.
પૂર્વ સીએમ શિવરાજે દુઃખ વ્યક્ત કર્યું
નજરે જોનારે જણાવ્યું- 200 મીટર દૂર ઘરોની છત પણ ઉડી ગઈ હતી
નજરે જોનાર એક વ્યક્તિએ જણાવ્યું કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે લગભગ 200 મીટર દૂર આવેલા મારા ઘરમાંથી ટીન ઉડી ગયા હતા. અમે ડરી ગયા અને બહાર દોડ્યા. આ દરમિયાન ફરી બ્લાસ્ટ થયો, બાદમાં એક પછી એક અનેક વિસ્ફોટ થયા. પથ્થરો કેટલાય ફૂટ ઉછળ્યા. રાહદારીઓ કૂદીને રોડ પર પડ્યા હતા. ઘણાએ પોતાનો જીવ ગુમાવ્યો. મને લાગે છે કે ઓછામાં ઓછા 1000 લોકો ત્યાં ફસાયેલા હશે.
ઘરમાં ગેરકાયદે રીતે ગનપાઉડર રાખવામાં આવ્યો હતો
જણાવવામાં આવ્યું હતું કે ફેક્ટરીની આસપાસના ઘરમાં ગેરકાયદેસર રીતે ગનપાઉડર રાખવામાં આવ્યો હતો. જેના કારણે અનેક મકાનો સંપૂર્ણપણે તૂટી ગયા હતા. અહીંથી પસાર થતા અનેક રાહદારીઓ આ આગની ચપેટમાં આવી ગયા. તેમનાં મૃતદેહો ટુકડા થઈ ગયા હતા. જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.