મુંબઈ3 કલાક પેહલા
- કૉપી લિંક
મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ વિસ્તારમાં આવેલ યુએસ કોન્સ્યુલેટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે શનિવારે સવારે લગભગ 3.50 વાગ્યે [email protected] ના ID પરથી એક ઈમેલ આવ્યો હતો.
મેલ મોકલનાર અમેરિકન નાગરિક હોવાનો દાવો કરે છે. તેણે કહ્યું કે તે અમેરિકન કોન્સ્યુલેટ ઓફિસને ઉડાવી દેશે. તે ત્યાં કામ કરતા તમામ અમેરિકન લોકોને પણ મારી નાખશે.
ઘટના બાદ મુંબઈની બાંદ્રા કુર્લા પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે. અધિકારીઓએ જણાવ્યું કે IPSની કલમ 505(1)(b) અને 506(2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલુ છે.
ડિસેમ્બર 2023માં દિલ્હીમાં ઈઝરાયેલી એમ્બેસી પાસે ધડાકા થયા હતા

ગયા વર્ષે 26 ડિસેમ્બરના રોજ દિલ્હીના ચાણક્યપુરીમાં ઇઝરાયલી દૂતાવાસની નજીક બે બ્લાસ્ટ થયા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બ્લાસ્ટ એમ્બેસીથી 260 મીટર દૂર નંદાસ હાઉસના ગેટ નંબર 4 પર થયા હતા અને આ જગ્યાએ કોઈ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા ન હોતા.
પોલીસને એમ્બેસી નજીકથી સીસીટીવી ફૂટેજ મળ્યા છે. તેમાં બે શંકાસ્પદ લોકો જોવા મળ્યા હતા. દિલ્હી પોલીસને સ્થળ પરથી એક પત્ર પણ મળ્યો, જે ઈઝરાયેલના ધ્વજમાં લપેટાયેલો હતો. આ અંગ્રેજી ભાષામાં લખાયેલ એક પાનાનો પત્ર હતો, જે ‘સર અલ્લાહ પ્રતિકાર’ જૂથ સાથે સંકળાયેલો છે. તેમાં ઝિયોનિસ્ટ, ગાઝા, પેલેસ્ટાઈન શબ્દો લખેલા છે.
તપાસ સાથે જોડાયેલા એક પોલીસ અધિકારીએ કહ્યું કે જે રીતે પત્રને રાખવામાં આવ્યો હતો તે દર્શાવે છે કે તે ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે ઈઝરાયેલના રાજદૂતોને ધમકી આપવાનું ષડયંત્ર હતું.
વર્ષ 2021માં પણ ઇઝરાયલ એમ્બેસીની બહાર વિસ્ફોટ થયો હતો

29 જાન્યુઆરી 2021ના રોજ સાંજે દિલ્હીમાં ઇઝરાયલની એમ્બેસીની બહાર બ્લાસ્ટ થયો હતો. જેના કારણે એમ્બેસીની બહાર પાર્ક કરાયેલા પાંચ વાહનોના કાચ તૂટી ગયા હતા.
2021માં આ જ દૂતાવાસની બહાર ઓછી તીવ્રતાનો વિસ્ફોટ થયો હતો. જેમાં ત્રણ કારને નુકસાન થયું હતું. NIA હજુ પણ તેની તપાસ કરી રહી છે. ત્યારબાદ વિસ્ફોટ બાદ ઇઝરાયલે ઈરાન પર ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો. સ્થળ પરથી એક પત્ર મળી આવ્યો હતો. કહેવાય છે કે આ ઈરાની કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો છે.