- Gujarati News
- National
- Mumbai Red Alert Today, Schools colleges Closed, Woman Dead, 14 Flights Diverted; Heavy Rain Alert In 11 States
નવી દિલ્હી26 મિનિટ પેહલા
- કૉપી લિંક
મુંબઈમાં ભારે વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાયા હતા.
આજે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ છે. મુંબઈ, થાણે, પાલઘર, પુણે અને પિંપરી-ચિંચવડની તમામ સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. લોકોને તેમના ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી છે.
બુધવારે સાંજે લગભગ પાંચ કલાકમાં મુંબઈના ઘણા વિસ્તારોમાં 3.9 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રસ્તાઓ પર નદીઓ વહી છે. પાણી ભરાવાને કારણે મોડી રાત સુધી વાહનો કેટલાય કિલોમીટર લાંબા જામમાં અટવાયા હતા. મુંબઈ એરપોર્ટ પર 14 ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી. લોકલ ટ્રેનો પણ મોડી દોડી હતી. અંધેરીમાં એક મહિલાનું નાળામાં ડૂબી જવાથી મોત થયું હતું.
આ તરફ સુરતમાં બુધવારે 2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડતાં કદરસા અને સંગ્રામપુરા વિસ્તારની કેનાલોમાં પૂર આવ્યું હતું. બાળકો સ્કૂલમાં ફસાયા હતા. ફાયર વિભાગે બાળકોને બચાવી લીધા હતા. સિવિલ હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે દર્દીઓને ભારે મુશ્કેલી પડી હતી. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે.
બુધવારે ભોપાલ અને ઈન્દોર સહિત મધ્યપ્રદેશના 21 જિલ્લામાં વરસાદ પડ્યો હતો. ખંડવામાં 9 કલાકમાં 2.3 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉત્તર પ્રદેશના મથુરામાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં બેથી ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. રજિસ્ટ્રી ઓફિસમાં પાણી ફરી વળ્યા હતા.
મુંબઈમાં વરસાદની તસવીરો…
લાંબા સમય બાદ બુધવારે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. IMD એ રેડ એલર્ટ જાહેર કર્યું છે.
મુંબઈમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ વચ્ચે વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે.
મુંબઈના કુર્લા ઈસ્ટ વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા.
મુંબઈમાં ભારે વરસાદ બાદ મુંબ્રા બાયપાસ રોડ પર ભૂસ્ખલન થયું હતું.
મુંબઈના ચુનાભટ્ટી રેલવે સ્ટેશન પર મુસાફરો પાટા પર ચાલતા જોવા મળ્યા હતા.
દેશભરના વરસાદની તસવીરો…
બુધવારે અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો હતો.
આ પટનાનો કંગન ઘાટ છે. અહીં ગંગા ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે.
મથુરામાં બુધવારે લગભગ એક કલાક સુધી વરસાદ પડ્યો હતો અને રેલવે બ્રિજ પર 3 ફૂટ પાણી ભરાઈ ગયા હતા.
બિહારના ભાગલપુરની તિલકમંઝી યુનિવર્સિટીમાં પાણી ભરાવાને કારણે બોટ ચલાવવી પડી છે.
27 સપ્ટેમ્બરે 7 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
- હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વી ઉત્તર પ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, કોંકણ-ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે (12 સેમી) વરસાદ પડી શકે છે.
- ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદનું એલર્ટ છે.