નવી દિલ્હી48 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રખ્યાત સંગીતકાર એ.આર. રહેમાનને અચાનક છાતીમાં દુખાવો થતાં ચેન્નઈના ગ્રિમ્સ રોડ પરની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રખ્યાત અને ઓસ્કાર વિજેતા સંગીતકાર હાલમાં પ્રખ્યાત અપોલો હોસ્પિટલમાં ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ છે, જ્યાં ડોક્ટરો તેમની નજીકથી સંભાળ રાખી રહ્યા છે. તેમની સ્થિતિ વિશે વધુ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. રહેમાન હાલમાં 58 વર્ષના છે.
આ ઘટના એ.આર. રહેમાનની ભૂતપૂર્વ પત્ની સાયરા બાનુને તબીબી ઇમર્જન્સી બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાના થોડા અઠવાડિયાં પછી જ સામે આવી છે. થોડા દિવસ પહેલાં જ તેમની સર્જરી થઈ હતી. ત્યારથી સાયરા તેમનાં કાનૂની સલાહકાર વંદના શાહે જારી કરાયેલા એક નિવેદન દ્વારા તેમના સ્વાસ્થ્ય અંગે અપડેટ્સ આપી રહ્યાં છે.
સાયરા બાનોની સર્જરી થઈ હતી સાયરા રહેમાને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે એ.આર. રહેમાન અને અન્ય લોકોનો તેમના સમર્થન બદલ આભાર માન્યો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘થોડા દિવસો પહેલાં સાયરા રહેમાનને તબીબી ઇમર્જન્સીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને તેમની સર્જરી કરવામાં આવી હતી. આ પડકારજનક સમયમાં તેમનું એકમાત્ર ધ્યાન જલદી સ્વસ્થ થવા પર છે. તે પોતાની આસપાસના લોકોની ચિંતા અને સમર્થનની કદર કરે છે અને ઘણા શુભેચ્છકો અને સમર્થકોને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા વિનંતી કરે છે.’
પૂર્વ પત્નીએ નિવેદન બહાર પાડ્યું નિવેદનમાં આગળ લખ્યું છે કે ‘સાયરા રહેમાન લોસ એન્જલસમાં તેના મિત્રો, રસુલ પુકુટ્ટી અને તેની પત્ની શાદિયા તેમજ વંદના શાહ અને એઆર રહેમાનની આભારી છે. આ મુશ્કેલ સમયમાં તેમણે તેને અવિરત ટેકો આપ્યો. ભગવાન તેમને આશીર્વાદ આપે.’
રહેમાન અને તેની પત્ની અલગ થઈ ગયાં એ.આર. રહેમાન અને સાયરા બાનોનાં લગ્ન 1995માં થયાં હતાં. તેમને ત્રણ બાળકો છે, બે પુત્રીઓ- ખાતીજા અને રહીમા અને એક પુત્ર, જેનું નામ અમીન રહેમાન છે, જોકે આ દંપતીએ નવેમ્બર 2024માં એક સંયુક્ત નિવેદન દ્વારા તેમના અલગ થવાની જાહેરાત કરી.
થોડા સમય પહેલાં પૂર્વ પત્નીને દાખલ કરાઈ હતી તાજેતરમાં એ.આર. રહેમાનની પૂર્વ પત્ની સાયરા બાનુને પણ મેડિકલ ઈમર્જન્સીને કારણે ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી.
બે ઓસ્કાર જીતનાર એકમાત્ર ભારતીય એ.આર. રહેમાનને ફિલ્મ સ્લમડોગ મિલિયોનેરના ગીત “જય હો” માટે બે ઓસ્કાર મળ્યા હતા. તેઓ બે ઓસ્કાર જીતનારા પ્રથમ અને એકમાત્ર ભારતીય છે. રહેમાને 2 ગ્રેમી એવોર્ડ પણ જીત્યા છે.
એ.આર. રહેમાન સંબંધિત 7 રસપ્રદ વાતો…
- તામિલનાડુમાં જન્મેલા એ.આર. રહેમાનના પિતા આર.કે. શેખર એક ફિલ્મ સ્કોર સંગીતકાર હતા. એ.આર. રહેમાનનું સાચું નામ એએસ દિલીપ કુમાર હતું, જોકે 20 વર્ષની ઉંમરે તેમણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને પોતાનું નામ બદલીને એ.આર. રહેમાન (અલ્લાહ રખા રહેમાન) રાખ્યું.
- એ.આર. રહેમાને 4 વર્ષની નાની ઉંમરમાં જ પિયાનો વગાડવાનું શીખી લીધું હતું. જ્યારે તેઓ 9 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું, ત્યારે તેમની માતા ઘર ચલાવવા માટે તેમના પિતાના સંગીતનાં સાધનો ભાડે આપતી હતી.
- વર્ષ 2012માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં એ.આર. રહેમાને જણાવ્યું હતું કે પરીક્ષામાં નાપાસ થયા બાદ શાળાના આચાર્યએ તેમની માતાને મળવા બોલાવી અને ફરિયાદ કરી. જ્યારે માતાએ આર્થિક મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો ત્યારે પ્રિન્સિપાલે તેમને કહ્યું કે તે છોકરાને ફરી ક્યારેય શાળાએ ન મોકલે અને તેને રસ્તા પર ભીખ માગવા ન દે. થોડા સમય પછી તેમણે પોતાનો અભ્યાસ છોડી દીધો.
- 25 વર્ષની ઉંમરે સંગીતને લગતાં નાનાં નાનાં કામો કરતી વખતે રહેમાન પોતાના જીવનથી ખૂબ જ નિરાશ થઈ ગયા હતા. તેઓ ઘણીવાર આત્મહત્યા કરવાનું વિચારતો. જોકે આ દરમિયાન તેમણે પોતાના ઘરના આંગણામાં એક નાનો રેકોર્ડિંગ સ્ટુડિયો બનાવ્યો અને અહીંથી તેમની સફળતાની સફર શરૂ થઈ.
- શરૂઆતમાં તેમણે ઘણી ડોક્યુમેન્ટરી ફિલ્મો માટે સંગીત આપ્યું. વધુમાં તેમણે ઘણી જાહેરાતો અને જિંગલ્સ પણ બનાવી. એકવાર ટાઇટન માટેના તેમના એક જિંગલે સાઉથના ફિલ્મ-નિર્માતા મણિ રત્નમનું ધ્યાન ખેંચ્યું. મણિને રહેમાનનું કામ એટલું ગમ્યું કે તેમણે તેમને ‘રોજા’ ફિલ્મ ઓફર કરી.
- એ.આર. રહેમાને તમિળ ફિલ્મ ‘રોજા’ સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો. ત્યાર બાદ 1992માં સિનેમેટોગ્રાફર સંતોષ સિવને રહેમાનને તેમની બીજી ફિલ્મ, ‘યોદ્ધા’ માટે સાઇન કર્યા. બોલિવૂડમાં સંગીતકાર તરીકેની તેમની પહેલી ફિલ્મ ‘રંગીલા’ હતી, જેને ખૂબ જ લોકપ્રિયતા મળી.
- એ.આર. રહેમાને 2 ઓસ્કાર, 6 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, 15 ફિલ્મફેર, 17 ફિલ્મફેર સાઉથ એવોર્ડ અને 2 ગ્રેમી પુરસ્કારો જીત્યા છે. આ ઉપરાંત તેમને 2010માં પદ્મ ભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા. તેમને અત્યારસુધીમાં કુલ 138 પુરસ્કારો મળ્યા છે.