નવી દિલ્હી2 મિનિટ પેહલા
- કૉપી લિંક
PM મોદી સંસદીય દળની બેઠકમાં પહોંચ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સંસદની સુરક્ષામાં ચૂક મામલે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. મોદીએ કહ્યું કે વિપક્ષે પોતાની જગ્યાએ (વિપક્ષમાં) રહેવાનું જ મન બનાવી લીધું છે. તેમણે કહ્યું કે કેટલાક પક્ષો સંસદની સુરક્ષા ચૂક મામલે સમર્થનમાં અવાજ ઉઠાવી રહ્યા છે. આ સુરક્ષામાં ચૂક જેટલું જ ખતરનાક છે.
ભારતીય જનતા પાર્ટી (BJP)ની સંસદીય દળની બેઠક સંસદની લાયબ્રેરી પરિસરમાં મળી હતી. આ બેઠકમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા છે. આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે લોકશાહીમાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિએ સંસદ પરિસરમાં ઘૂસણખોરીની ઘટનાની નિંદા કરવી જોઈએ, પરંતુ કેટલાક પક્ષો સુરક્ષામાં ચૂકના મામલાને સમર્થન આપી રહ્યા છે.
મોદીએ કહ્યું- I.N.D.I.A. ગઠબંધનનું લક્ષ્ય અમને હટાવવાનું છે
પીએમએ કહ્યું કે આ પાર્ટીઓનું આ વર્તન સુરક્ષામાં ચૂક જેટલું જ ડરામણું છે. તેમણે એમ પણ કહ્યું કે I.N.D.I.A. ગઠબંધનનું લક્ષ્ય અમારી સરકારને હટાવવાનું છે, જ્યારે અમારી સરકારનું લક્ષ્ય આ દેશ માટે વધુ સારું ભવિષ્ય બનાવવાનું છે. વિપક્ષના આ વર્તનને કારણે 2024માં તેમની સંખ્યા હજી વધુ ઘટશે. જ્યારે ભાજપને ફાયદો થશે.
7 ડિસેમ્બરે ભાજપ સંસદીય દળની બેઠકમાં PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અગાઉ 7 ડિસેમ્બરે ભાજપે સંસદીય દળની બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં PM નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા મંત્રીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠક પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના ત્રણ દિવસ બાદ થઈ હતી, તેથી બેઠકની શરૂઆતમાં નેતાઓએ ત્રણ રાજ્યોમાં મળેલી ભવ્ય જીત બદલ PM મોદીનું સ્વાગત કર્યું હતું. નેતાઓએ ‘મોદીજી સ્વાગત છે’ના નારા પણ લગાવ્યા હતા.
અન્ય સમાચાર પણ વાંચો…
92 સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે સંસદમાં વિપક્ષનો હોબાળો:કોંગ્રેસે કહ્યું- ભાજપના જે સાંસદના કારણે ઘૂસણખોરી થઈ તેને કેમ સસ્પેન્ડ કર્યા નહીં
સંસદના શિયાળુ સત્રના 12મા દિવસે વિપક્ષે 92 સાંસદોના સસ્પેન્શન મામલે બંને ગૃહોમાં હંગામો મચાવ્યો હતો. આ પહેલા વિપક્ષના નેતાઓએ સંસદ ભવન સંકુલમાં ગાંધી પ્રતિમાની સામે ‘મોદીશાહી મુર્દાબાદ’ના નારા લગાવ્યા હતા. હોબાળાને કારણે લોકસભા 2 વાગ્યા સુધી અને રાજ્યસભા 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
કોંગ્રેસે કહ્યું કે ભાજપના સાંસદે બે ઘુસણખોરોને સંસદ ભવનમાં ઘૂસવામાં મદદ કરી હતી, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી, જ્યારે આ ઘૂસણખોરી મામલે ગૃહમંત્રી અમિત શાહનું નિવેદનની માંગ કરનાર I.N.D.I.A ગઠબંધનના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.