બિજાપુર8 કલાક પેહલા
- કૉપી લિંક
છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં નક્સલવાદીઓએ જવાનોને લઈ જઈ રહેલા વાહનમાં બ્લાસ્ટ કર્યો હતો. આ હુમલામાં દંતેવાડા ડીઆરજીના 8 જવાન શહીદ થયા હતા. એક ડ્રાઇવરનું પણ મોત થયું છે. બસ્તર રેન્જ આFજીએ આ વાતની પુષ્ટિ કરી છે.
આઇજી બસ્તર રેન્જ સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે બિજાપુરથી સંયુક્ત ઓપરેશન પાર્ટી ઓપરેશન બાદ પરત ફરી રહી હતી. સોમવારે બપોરે લગભગ 2.15 વાગ્યે નક્સલીઓએ અંબેલી ગામ પાસે IED બ્લાસ્ટ કર્યો હતો. આ દરમિયાન ડીઆરજી જવાન, હેડ કોન્સ્ટેબલ સન્નુ કરમ, શનિવારે મોડીરાત્રે અબુઝહમદના જંગલમાં એક એન્કાઉન્ટરમાં શહીદ થયો હતો. એ જ સમયે જવાનોએ એક મહિલા નક્સલવાદી સહિત 4 માઓવાદીને પણ માર્યા હતા.
અંબેલી ગામ પાસે IED બ્લાસ્ટ બાદ રોડ પર ઊંડો ખાડો પડી ગયો છે.
બ્લાસ્ટ બાદ વાહન સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. કાર ઊંચે ઊછળી નીચે પડી અને કાટમાળમાં ફેરવાઈ ગઈ.
સૈનિકોનાં મોત બાદ તેમનાં હથિયારો અને અન્ય વસ્તુઓ સુરક્ષિત રાખવામાં આવી હતી.
સૈનિકોના વાહનનો કાટમાળ ઘટનાસ્થળેથી દૂર પડ્યો હતો.
વિસ્ફોટ બાદ જવાનોના મૃતદેહ ક્ષતવિક્ષત હાલતમાં મળ્યા હતા.
ગારિયાબંધમાં 3 દિવસ પહેલાં 3 નક્સલવાદી માર્યા ગયા હતા
ત્રણ દિવસ પહેલાં સુરક્ષા દળોએ ગારિયાબંદ જિલ્લાના નક્સલ પ્રભાવિત સોરનામલ જંગલમાં 3 નક્સલવાદીને ઠાર કર્યા હતા. ડીઆરજી (ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ) અને એસટીએફ (સ્પેશિયલ ટાસ્કફોર્સ)ની ટીમે નક્સલવાદીઓને ઘેરી લીધા હતા. આ ઓપરેશનમાં છત્તીસગઢ અને ઓડિશાના લગભગ 300 સૈનિક સામેલ હતા.
સૈનિકોએ ઓડિશાના નવરંગપુરને પણ ઘેરી લીધું હતું, જેના કારણે નક્સલવાદીઓને ભાગવાની તક મળી ન હતી. સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેનાં એન્કાઉન્ટર બાદ ત્રણ નક્સલવાદીના મૃતદેહ મળ્યા હતા. ગારિયાબંધ એસપી નિખિલ રાખેચાએ આ વાતની પુષ્ટિ કરી હતી.
શનિવારે મોડીરાત્રે છત્તીસગઢમાં એન્કાઉન્ટરમાં 4 નક્સલી ઠાર થયા હતા
છત્તીસગઢના દંતેવાડા અને નારાયણપુર જિલ્લાની સરહદ પર અબુઝહમદના જંગલમાં શનિવારે મોડીરાત્રે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં ડીઆરજી જવાન હેડ કોન્સ્ટેબલ સન્નુ કરમ શહીદ થયા હતા. આ સાથે જ જવાનોએ એક મહિલા નક્સલી સહિત 4 માઓવાદીને પણ ઠાર કર્યાં છે. શહીદ સૈનિક સન્નુ કરમ આત્મસમર્પણ કરનાર નક્સલવાદી હતો. થોડાં વર્ષો પહેલાં તે નક્સલવાદ છોડીને પોલીસમાં જોડાયો હતો, જ્યાં તે દંતેવાડામાં પોસ્ટેડ હતો. સર્ચ દરમિયાન સૈનિકોએ સ્થળ પરથી તમામ નક્સલવાદીઓના મૃતદેહ અને AK- 47, SLR જેવાં હથિયારો કબજે કર્યાં હતાં. બસ્તરના IG સુંદરરાજ પી દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. સમાચાર આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો