10 મિનિટ પેહલા
- કૉપી લિંક
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ બાબરી મસ્જિદ, હિંદુત્વની રાજનીતિ, 2002ના ગુજરાત રમખાણો, મણિપુર અને લઘુમતીઓ સાથે સંબંધિત ઘણા સંદર્ભો ધોરણ 11-12ના પોલિટિકલ સાયન્સના પુસ્તકોમાંથી કાઢી નાખ્યા છે.
NCERTના નવા પુસ્તકોમાં આ ફેરફારો ક્યારે જોવા મળશે તે હજુ સ્પષ્ટ નથી, કારણ કે નવું સત્ર શરૂ થઈ ગયું છે અને આ પુસ્તકો હજુ બજારમાં આવ્યા નથી.
હાલમાં દેશના 23 રાજ્યોમાં NCERT અભ્યાસક્રમ આધારિત પુસ્તકો ભણાવવામાં આવે છે. જેમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, કર્ણાટક, ત્રિપુરા, હરિયાણા, મિઝોરમ અને દિલ્હીનો સમાવેશ થાય છે. આ પુસ્તકો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની શાળાઓમાં પણ ભણાવવામાં આવે છે.
ધોરણ 11ના પુસ્તકમાંથી ગુજરાત રમખાણોનો ઉલ્લેખ હટાવી દેવામાં આવ્યો
ધોરણ 11ના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાં ડેમોક્રેટિક પોલિટિક્સ-1ના પ્રકરણ 5માંથી ગુજરાત રમખાણોનો ઉલ્લેખ દૂર કરવામાં આવ્યો છે.
આ માટે NCERTએ સ્પષ્ટતા આપી છે કે પ્રકરણમાં 20 વર્ષ જૂની ઘટનાનો ઉલ્લેખ છે અને તેને ન્યાયિક પ્રક્રિયા દ્વારા ઉકેલવામાં આવ્યો છે.
ગુજરાત રમખાણોમાં માર્યા ગયેલા મુસ્લિમોનો ઉલ્લેખ હટાવાયો
અન્ય એક મોટા ફેરફારમાં, ગોધરા પછીના રમખાણોમાં માર્યા ગયેલા મુસ્લિમોનો સંદર્ભ ધોરણ 11 પોલિટિકલ સાયન્સના પુસ્તક ‘પોલિટિકલ થિયરી’ના પેજ 112 પર ધર્મનિરપેક્ષતાના વિષયમાંથી હટાવી દેવામાં આવ્યો છે.
આ ફેરફાર પર NCERTનું કહેવું છે કે કોઈપણ રમખાણોમાં તમામ સમુદાયના લોકોને નુકસાન થાય છે. તે માત્ર એક સમુદાય ન હોઈ શકે.
અયોધ્યા ધ્વંસનો ઉલ્લેખ પણ હટાવી દેવાયો
ધોરણ 12ના પોલિટિકલ સાયન્સ પુસ્તકના પ્રકરણ 8 ‘ભારતીય રાજકારણમાં તાજેતરના વિકાસ’ના પેજ 136 પર ફેરફારો કરવામાં આવ્યા છે.
બાબરી મસ્જિદ વિધ્વંસનો ઉલ્લેખ દૂર કરાયો
પોલિટિકલ સાયન્સ પુસ્તકના પેજ 139 પર
મણિપુરનો ઉલ્લેખ પણ કાઢી નાખ્યો
ધોરણ 12ના પુસ્તકના પ્રથમ પ્રકરણમાં પેજ 18 પર મણિપુર વિશે
પીઓકેના ઉલ્લેખમાં પણ ફેરફાર થયો
આ સિવાય પ્રકરણ 7માં પેજ 119 પર ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ વિવાદનો ઉલ્લેખ છે.
NCERTએ સ્પષ્ટતા કરી છે કે જે ફેરફાર કરવામાં આવ્યો છે તે જમ્મુ અને કાશ્મીરના સંદર્ભમાં વર્તમાન પરિસ્થિતિને સંપૂર્ણપણે અનુરૂપ છે.