પટના3 મિનિટ પેહલા
- કૉપી લિંક
બિહારમાં નીતિશ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે. ભાજપના ક્વોટાના 7 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે. સૌ પ્રથમ, દરભંગાના ભાજપના ધારાસભ્ય સંજય સરાવગીએ શપથ લીધા. તેમણે મૈથિલીમાં શપથ લીધા.
આ પછી બિહારશરીફના ભાજપના ધારાસભ્ય સુનીલ કુમારે શપથ લીધા.
રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન તમામ ધારાસભ્યોને શપથ લેવડાવી રહ્યા છે. NDAને સૌથી વધુ બેઠકો આપનારા મિથિલાના ચાર ધારાસભ્યો મંત્રી બનશે. જેડીયુ ક્વોટામાંથી કોઈ નવો મંત્રી નહીં હોય.
શપથ ગ્રહણ સમારોહ પહેલા, સુનીલ કુમાર, મોતીલાલ પ્રસાદ, વિજય મંડલ અને સંજય સરાવગી સહિત તમામ સાત ધારાસભ્યો ભાજપ કાર્યાલય પહોંચ્યા. ચારેય પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલને મળ્યા.
આ પહેલા, અધિક મુખ્ય સચિવ એસ સિદ્ધાર્થ મંત્રીઓની યાદી સાથે રાજભવન પહોંચ્યા. તેમણે શપથ લેનારા ધારાસભ્યોની યાદી રાજ્યપાલના મુખ્ય સચિવને સોંપી.
બુધવારે સવારે લગભગ 10 વાગ્યે દિલીપ જયસ્વાલે મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું. તેમણે મુખ્યમંત્રી નીતિશ કુમારને પોતાનું રાજીનામું સુપરત કર્યું.
નીતિશ કેબિનેટમાં મિથિલાના 6 મંત્રી હશે
નીતિશ કેબિનેટ વિસ્તરણમાં 7 ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવી રહ્યા છે. આમાંથી 6 ધારાસભ્ય ઉત્તર બિહાર વિસ્તારમાંથી આવે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ મંત્રીમંડળ વિસ્તરણમાં મિથિલાને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.
મિથિલાના દરભંગા જિલ્લામાં આવેલા દરભંગા અને જાલે વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સીતામઢીના રીગાના ધારાસભ્યને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી રહ્યું છે.
જો મુઝફ્ફરપુરના સાહેબપુરને પણ આમાં ઉમેરવામાં આવે તો મિથિલાક્ષેત્રના મંત્રીઓની સંખ્યા 4 થઈ જશે. અગાઉ કેદાર પ્રસાદ ગુપ્તા અને હરિ સાહની પહેલાંથી જ કેબિનેટમાં મિથિલાના મંત્રી હતા. આ મુજબ મંત્રીમંડળમાં મિથિલાના 6 મંત્રી હશે.
આ ઉપરાંત સીમાંચલના એક ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવી રહ્યા છે. અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલ પણ સીમાંચલથી આવતા હતા. આવી સ્થિતિમાં તેમના રાજીનામા પછી આને તેમના વળતર તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.
મિથિલાંચલ NDAનો ગઢ, 70 ટકા ધારાસભ્યો
મિથિલાને NDAનો ગઢ કહેવામાં આવે છે. મિથિલાક્ષેત્રના મહત્ત્વપૂર્ણ જિલ્લાઓમાં સીતામઢી, શિવહર, મધુબની, દરભંગા, મુઝફ્ફરપુર અને વૈશાલીનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં 60 વિધાનસભા બેઠકો છે, જેમાંથી 2020ની વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનના 40 ધારાસભ્યો જીત્યા હતા.
મહેસૂલ વિભાગમાં સારું કામ કરવાનો પ્રયાસ કર્યો
રાજીનામું આપ્યા પછી દિલીપ જયસ્વાલે કહ્યું- ‘ભાજપમાં એક વ્યક્તિ, એક પદની ફોર્મ્યુલા છે, તેથી મેં આજે મુખ્યમંત્રીને મારું રાજીનામું સુપરત કર્યું છે.’ મંત્રીમંડળનું વિસ્તરણ નિશ્ચિત છે. આ મુખ્યમંત્રીનો અધિકાર છે. આમાં જાતિ સમીકરણનું પણ ધ્યાન રાખવામાં આવશે.
‘મેં હંમેશાં મહેસૂલ વિભાગમાં સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો.’ ભવિષ્યમાં પણ મારા વિશે ચર્ચા થશે. અમે મહેસૂલ વિભાગમાં સર્વેનું કામ શરૂ કર્યું હતું. એ દરમિયાન અફરાતફરી મચી ગઈ હતી. અમે તેમ છતાં પણ અમારું કામ ચાલુ રાખ્યું હતું. અમે 14 કરોડ પાનાંઓનું ડિજિટાઇઝેશન કર્યું.

દિલીપ જયસ્વાલના રાજીનામાની નકલ. તેમણે મુખ્યમંત્રી નીતિશ કુમારને રાજીનામું સુપરત કર્યું.
વર્તમાન મંત્રીમંડળમાં 30 મંત્રી
નીતિશ કુમારના વર્તમાન મંત્રીમંડળમાં કુલ 30 મંત્રી છે. 6 મંત્રીનાં પદ ખાલી છે. બુધવારે દિલીપ જયસ્વાલે મંત્રીપદ પરથી રાજીનામું આપ્યા બાદ કુલ 7 પદ ખાલી પડ્યાં છે. હાલમાં ઘણા મંત્રીઓ એવા છે, જેમની પાસે એક કરતાં વધુ વિભાગ છે. વિપક્ષ આ મુદ્દા પર સતત સરકારને ઘેરી રહ્યો છે.
આ કારણોસર ચૂંટણી પહેલાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. સરકાર કેબિનેટ વિસ્તરણ દ્વારા જાતિ સમીકરણ પણ સાધવા માગે છે. મંત્રીમંડળમાં શપથ લેનારા નવા મંત્રીઓને પણ જાતિ સમીકરણો અનુસાર મંત્રી બનાવવામાં આવશે.

મંગળવારે જેપી નડ્ડા સાથે કોર કમિટીની બેઠક યોજાઈ હતી. સીએમ નીતીશ અને બંને ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી (જમણી બાજુ વાદળી જેકેટમાં) અને વિજય સિંહા (ડાબી બાજુ ઓરેન્જ જેકેટમાં) એમાં હાજર હતા.
જેપી નડ્ડા સાથેની મુલાકાત બાદ કેબિનેટ વિસ્તરણને મંજૂરી
છેલ્લા એક વર્ષથી નીતિશ મંત્રીમંડળના વિસ્તરણ અંગે ચર્ચા ચાલી રહી હતી. મંગળવારે જેપી નડ્ડા સાથે કોર કમિટીની બેઠક બાદ આને મંજૂરી આપવામાં આવી હતી.
કોર કમિટીની બેઠકમાં કયા ચહેરાઓનો સમાવેશ કરવો જોઈએ એની પણ ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીમંડળ વિસ્તરણમાં ભાજપના ક્વોટામાંથી 4થી 5 ધારાસભ્યોને મંત્રી બનાવવાની જોરદાર ચર્ચા ચાલી રહી છે.
બે વિભાગ ધરાવતા મંત્રીઓ પાસેથી એક વિભાગ લઈ લેવાશે
જે મંત્રીઓ બે કે તેથી વધુ મંત્રી પદ ધરાવે છે તેમની પાસેથી એક વિભાગ છીનવી લેવામાં આવી શકે છે. આ વિભાગ નવા મંત્રીને આપવામાં આવશે. ઘણા મંત્રીઓ એવા છે, જેમની પાસે બે કે તેથી વધુ વિભાગો છે. માહિતી અનુસાર, પાર્ટીના મોટા ચહેરાઓના પણ વિભાગ પરત લઈ શકાય છે. આ નવા મંત્રીને આપી શકાય છે.

દિલીપ જયસ્વાલે બુધવારે મંત્રીપદ પરથી રાજીનામું આપ્યું.
જાતિ સમીકરણો સાધવાનો પ્રયાસ
બિહારમાં યોજાનારા મંત્રીમંડળ વિસ્તરણમાં 2025ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાતિ ગણિતને સંતુલિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ઉચ્ચ જાતિમાંથી બે મંત્રી બનાવી શકાય છે. રાજપૂત અને ભૂમિહાર જાતિમાંથી પણ મંત્રીઓની નિમણૂક કરી શકાય છે.
અત્યંત પછાત શ્રેણીમાં બે લોકોને મંત્રી બનાવી શકાય છે. તેલી જાતિમાંથી મંત્રી બનવાનું લગભગ નક્કી છે. પછાત સમાજમાંથી પણ મંત્રીઓ બનાવી શકાય છે. કુર્મી અને કુશવાહા સમુદાયમાંથી એક-એક મંત્રી બનાવવાની ચર્ચા છે.