નવી દિલ્હી21 મિનિટ પેહલા
- કૉપી લિંક
દેશના 78મા સ્વતંત્રતા દિવસના મુખ્ય કાર્યક્રમનું દિલ્હીના લાલ કિલ્લા સંકુલમાં આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં જ સંપન્ન થયેલા પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ટીમનો ભાગ બનેલા ખેલાડીઓ આ સમારોહમાં અતિથિ તરીકે પહોંચ્યા હતા.
આ ઉપરાંત સરકાર દ્વારા 6 હજારથી વધુ વિશેષ મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને આદિવાસીઓનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફેદ કુર્તા-પાયજામા અને રાજસ્થાનની લહરિયા પાઘડી સાથે વાદળી રંગનું નેહરુ જેકેટ પહેરીને કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સફેદ કુર્તા પાયજામા પહેરીને સ્થળ પર જોવા મળ્યા હતા.
જુઓ 78મા સ્વતંત્રતા દિવસની ટોચની તસવીરો…

ભારતીય સેનાના ફાયરફ્યુરી કોર્પ્સે સિયાચીનમાં 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી.

લદ્દાખમાં તિરંગા સાથે ભારતીય સેનાનો ત્રિશુલ વિભાગ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

PM મોદીએ લાલ કિલ્લા પરથી સતત 11મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.

રાષ્ટ્રને સંબોધન કર્યા બાદ PM મોદી કેમ્પસમાં હાજર બાળકોને મળ્યા હતા.

તાજેતરમાં સંપન્ન થયેલા પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓ સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં પહોંચ્યા હતા.

હોકી ટીમનો ગોલકીપર પીઆર શ્રીજેશ બ્રોન્ઝ મેડલ સાથે.

વાયુસેનાના હેલિકોપ્ટરથી લાલ કિલ્લા પર દર્શકોની ગેલેરી પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 78માં સ્વતંત્રતા દિવસ પર નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. આ અવસરે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી અને એર ચીફ માર્શલ વીઆર ચૌધરી પણ હાજર હતા.

દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયની બહાર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે.

સંઘના વડા મોહન ભાગવતે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલયમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી.

ભારત રત્નથી સન્માનિત ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ દિલ્હીમાં તેમના ઘરે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી.

દિલ્હીમાં તિરંગો ફરકાવવાના વિવાદ બાદ કૈલાશ ગેહલોતે આતિશીની જગ્યાએ ઝંડો ફરકાવ્યો હતો.

અમૃતસરના વાઘા બોર્ડર પર સૈનિકોએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને અને એકબીજાને મીઠાઈ ખવડાવીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી.

ITBPના જવાનોએ લદ્દાખના લેહમાં ભારતીય સરહદ પર તિરંગો ફરકાવ્યો હતો.

બાળકોએ પશ્ચિમ બંગાળના નાદિયામાં હુગલી નદી પર બોટ પર તિરંગો લહેરાવીને 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી.

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના લાલ ચોકમાં દેશભક્તિના રંગોમાં સજ્જ એક યુવક.

તમિલનાડુના કોઈમ્બતુરમાં પરેડ દરમિયાન પ્રદર્શન કરતી મહિલા સૈનિકો.

જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં ધનીધર કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન આર્મીના સૈનિકો સાથે શાળાના બાળકો.

ચેન્નાઈના પેરામ્બુર રેલવે સ્ટેડિયમ ખાતે 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન રેલવે પ્રોટેક્શન ફોર્સની ડોગ સ્ક્વોડ.

ભારતના સ્વતંત્રતા દિવસના અવસર પર શ્રીલંકાના મદુરાઈમાં સંયુક્ત યુદ્ધ અભ્યાસ દરમિયાન બંને દેશોની સેનાઓએ યોગાભ્યાસ કર્યો હતો.

સ્વતંત્રતા દિવસના અવસરે જાપાનમાં ભારતના રાજદૂત સિબી જ્યોર્જે ધ્વજને સલામી આપી હતી.

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભારતીય હાઈ કમિશન ખાતે સ્વતંત્રતા દિવસના અવસર પર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં ભારતીય વસાહતીઓ અને હાઈ કમિશનના અધિકારીઓએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી.

સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે સ્વતંત્રતા દિવસે ઓરિસ્સાના દરિયા કિનારે આર્ટ બનાવ્યું હતું.