નવી દિલ્હી5 કલાક પેહલા
- કૉપી લિંક
- મેડિકલ કોલેજની સાથે સીટો વધી
દેશમાં ડૉક્ટરની વસતીનો ગુણોત્તર 1:834 થઇ ગયો છે. એટલે કે 834 લોકો વચ્ચે માત્ર એક ડૉક્ટર છે. મંગળવારે રાજ્યસભામાં રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે દેશમાં રજિસ્ટર્ડ એલોપેથિક ડૉક્ટર 13.08 લાખ છે, જે કુલ ડૉકટર્સના 80% છે. જ્યારે, આયુષ ડૉક્ટર 5.65 લાખ છે. તદુપરાંત 36.14 લાખ નર્સિગ કર્મી છે, જેનાથી નર્સ-વસતીનો ગુણોત્તર 1:476 થઇ ગયો છે.
કેન્દ્ર સરકારે જણાવ્યું કે દેશમાં મેડિકલ કોલેજની સંખ્યા વધીને 706 થઇ ચૂકી છે. 2014માં દેશમાં 387 મેડિકલ કોલેજ હતી. તેમાં 82%ની વૃદ્ધિ થઇ છે. તેનાથી MBBS સીટો 2014ની 51,348થી 11%ની વૃદ્ધિ સાથે હવે 1,08,940 થઇ ચૂકી છે. પીજી સીટો 2014થી પહેલા 31,185થી વધીને 127% થઇ ચૂકી છે અને હવે તેની સંખ્યા 70,674 થઇ ચૂકી છે.
પરાળી સળગાવવાની ઘટના 54% ઘટી
આ વર્ષે પરાળી સળગાવવાની ઘટના 54% ઘટી છે. કૃષિ મંત્રી અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે પરાળી સળગાવવાને મામલે સેટેલાઇટ રિમોટ સેન્સિંગ સિસ્ટમથી નજર રખાઇ રહી હતી. તેનાથી જાણવા મળ્યું કે પંજાબ, હરિયાણા, દિલ્હી-એનસીઆર, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં 2022ના 11,461 કેસની તુલનામાં ગત 15 સપ્ટેમ્બરથી 29 ઓક્ટોબરની વચ્ચે પરાળી સળગાવવાના 6391 કેસ નોંધાયા હતા.
19.63 લાખ ટન દાળની આયાત
દેશમાં ઘરેલુ માંગ પૂરી કરવા માટે આ વર્ષે એપ્રિલથી ઑક્ટોબરની વચ્ચે 19.63 લાખ ટન દાળની આયાત કરવામાં આવી હતી. લોકસભામાં કૃષિ મંત્રીએ આ જાણકારી આપી હતી.
અમૃત મહોત્સવનું અલગથી બજેટ નહીં
આઝાદીના અમૃત મહોત્સવ માટે અલગથી બજેટની ફાળવણી કરવામાં આવી નથી. તેનાથી જોડાયેલા કાર્યક્રમ માટે મંત્રાલયો, રાજ્ય સરકારો અને તેનાથી સંબંધિત સંસ્થાઓએ પોતાની રીતે ખર્ચ કર્યો છે.
ગ્રીન હાઇડ્રોજન મિશન પર 100 કરોડના ખર્ચની જોગવાઇ છે. પરંતુ માત્ર 11 લાખ જ ખર્ચ થયા છે.