નવી દિલ્હી24 મિનિટ પેહલા
- કૉપી લિંક
13 ડિસેમ્બરે સંસદ પર હુમલાની 22મી વરસી પર લોકસભામાં ઘૂસણખોરી કરી હતી.
લોકસભામાં સુરક્ષા ચૂકના મામલે રાજકારણ અટકવાનું નામ લઈ રહ્યું નથી. કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું હતું કે આ ઘટના બેરોજગારી અને મોંઘવારીના કારણે બની છે. બીજી તરફ, દિલ્હી પોલીસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભાની પ્રેક્ષક ગેલરીમાંથી કૂદેલા સાગર શર્મા અને મનોરંજન એક-બે નહીં, પરંતુ 7 સ્મોક કેન લઈને સંસદમાં ઘૂસ્યા હતા.
પોલીસ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આરોપીઓએ ગૂગલ દ્વારા સંસદની આસપાસના વિસ્તારની રેકી કરી હતી. તેઓ ઘણી બાબતોથી વાકેફ હતા. એટલું જ નહીં, તેમણે સંસદની સુરક્ષા વ્યવસ્થા જાણવા માટે જૂના વીડિયો પણ જોયા હતા.
રાહુલે કહ્યું- દેશમાં બેરોજગારીનો મુદ્દો ઊકળી રહ્યો છે
રાહુલે શનિવારે દિલ્હીમાં મીડિયા સાથે વાત કરી હતી.
રાહુલ ગાંધીને સંસદમાં સુરક્ષામાં ચૂક અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેમણે કહ્યું- સુરક્ષામાં ચૂક છે, પરંતુ આવું કેમ થયું? અત્યારે દેશની સૌથી મોટી સમસ્યા બેરોજગારી છે. એ આખા દેશમાં ઊકળતો મુદ્દો છે. પીએમ મોદીજીની નીતિઓને કારણે દેશના યુવાનોને રોજગાર મળતી નથી. સુરક્ષામાં ચૂક ચોક્કસપણે થઈ છે, પરંતુ એનું સૌથી મોટું કારણ બેરોજગારી અને મોંઘવારી છે. તેમણે કેન્દ્રની મોદી સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા.
આરોપીઓએ તેમની તરફથી સંપૂર્ણ તૈયારી કરી હતી
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ એ રીતે પણ સર્ચ કર્યું હતું, જેમાં તેઓ એકબીજા સાથે કઈ રીતે ચેટ કરી શકે, જેથી પોલીસ પણ તેમને પકડી ન શકે. તમામ આરોપીઓ એકબીજા સાથે વાત કરવા માટે સિગ્નલ એપનો ઉપયોગ કરતા હતા, જેથી તેઓ કોઈના હાથે પકડાઈ ન જાય.
દિલ્હી પોલીસનાં સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે આરોપીનો સૌથી મોટો ઉદ્દેશ મીડિયામાં હેડલાઈન બનવાનો હતો, તેથી સત્ર દરમિયાન સંસદમાં ઘૂસવાને પ્લાન ઘડવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો…
લોકસભામાં ઘૂસણખોરીનો માસ્ટરમાઈન્ડ લલિત સરન્ડરઃ દિલ્હી પોલીસ પહોંચી; આરોપીઓને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા
સંસદમાં ઘૂસણખોરીના માસ્ટરમાઇન્ડ લલિત મોહન ઝાએ 14 ડિસેમ્બરની રાત્રે દિલ્હી પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે લલિતની ધરપકડ કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે લલિત એક વ્યક્તિ સાથે દિલ્હીના કર્તવ્ય પથ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તેને આ કેસની તપાસ પોલીસના સ્પેશિયલ સેલને સોંપવામાં આવ્યો હતો. 13 ડિસેમ્બરે સંસદમાં ઘૂસણખોરી કરનારા બે આરોપી અને તેમના બે સહયોગીને ગુરુવારે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ચારેયને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.