નવી દિલ્હી10 કલાક પેહલા
- કૉપી લિંક
કેશ ફોર ક્વેરી કેસમાં સંડોવાયેલાં TMC સાંસદ મહુઆ મોઇત્રાનું સંસદસભ્યપદ સમાપ્ત થઈ ગયું છે. એથિક્સ કમિટીના રિપોર્ટ બાદ તેમની સદસ્યતા રદ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પછી મતદાન થયું. જોકે મહુઆ મોઇત્રાને સસ્પેન્ડ કરવા માટે ગૃહમાં મતદાન શરૂ થતાં જ વિપક્ષે આનો બહિષ્કાર કર્યો હતો.
મતદાન બાદ લોકસભા સ્પીકરે મહુઆ મોઇત્રા વિરુદ્ધ હકાલપટ્ટીનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. લોકસભામાંથી તેમની હકાલપટ્ટી બાદ મહુઆએ કહ્યું હતું કે લોકસભાની એથિક્સ કમિટીએ મને ઝુકાવવા માટે બનાવેલા પોતાના રિપોર્ટમાં દરેક નિયમ તોડ્યા છે.
આ પહેલાં પણ ચર્ચા દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મહુઆ મોઇત્રાને ગૃહમાં બોલવા દીધા ન હતા. તેમણે કહ્યું હતું કે તેમને પેનલની બેઠકમાં બોલવાનો મોકો મળ્યો હતો.

12 વાગે 500 પાનાંનો અહેવાલ રજૂ, 3 વખત ગૃહની કાર્યવાહી અટકી
અગાઉ શુક્રવારે (8 ડિસેમ્બર) લોકસભામાં રજૂ કરાયેલા એથિક્સ કમિટીના અહેવાલમાં તેમણે મહુઆનું સંસદસભ્યપદ રદ કરવાની ભલામણ કરી હતી અને કાયદાકીય તપાસની માગ કરી હતી. જોકે TMCએ માગ કરી હતી કે 500 પાનાંનો રિપોર્ટ વાંચવા માટે 48 કલાકનો સમય આપવામાં આવે.
ગૃહની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થઈ હતી, પરંતુ ચાર મિનિટ પછી એને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. 12 વાગ્યે એથિક્સ કમિટીના ચેરમેન વિજય સોનકરે રિપોર્ટ રજૂ કર્યો. આ મુદ્દે લોકસભામાં ત્રણ વખત હોબાળો થયો હતો. કાર્યવાહી બે વખત સ્થગિત કરવામાં આવી હતી. મહુઆની હકાલપટ્ટી માટે ત્રીજી વખત બપોરે 2 વાગ્યે મતદાન થયું હતું.
રિપોર્ટ આવ્યા બાદ કોણે શું કહ્યું…
- કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું- આજે તમામ પાર્ટીઓએ મહુઆ વિરુદ્ધ વોટિંગ માટે વ્હિપ જારી કર્યો છે, તેથી અમે માગણી કરીએ છીએ કે ગૃહને સ્થગિત કરવામાં આવે અને તમામ વ્હિપ્સ પાછા ખેંચવામાં આવે.
- મનીષ તિવારીની દલીલો પર લોકસભા અધ્યક્ષે પૂછ્યું કે તમે સંસદમાં ચર્ચા કરો છો કે કોર્ટમાં. આવું ન કરો, કારણ કે ન તો આ કોર્ટ છે અને ન તો હું ન્યાયાધીશ છું.
- બીજેપી સાંસદ હિના ગાવિતે જણાવ્યું હતું કે એથિક્સ પેનલે મહુઆ મોઇત્રાને તેમના સોગંદનામાના આધારે પ્રશ્નો પૂછ્યા હતા, વ્યક્તિગત પ્રશ્નો પૂછીને કોઈ ચીરહરણ નથી કર્યું.
- ભાજપના પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે મહુઆ મોઇત્રાને ગૃહમાં બોલવાની મંજૂરી આપવી જોઈએ નહીં.

સંસદ પહોંચતાં જ મહુઆએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું- મા દુર્ગા આવી ગઈ છે, હવે જોઈએ શું થાય છે.
અત્યારસુધી ગૃહમાં શું થયું…
લોકસભા અધ્યક્ષે અહેવાલ પર ચર્ચા કરવા અડધો કલાક આપ્યોઃ ઓમ બિરલાએ કહ્યું હતું કે તેમણે નિયમ 316 હેઠળ ચર્ચા માટે અડધો કલાક આપ્યો હતો. આ પછી વિપક્ષી નેતા અધીર રંજન ચૌધરીએ પણ તેને વાંચવા માટે 3 દિવસનો સમય માગ્યો હતો.
વિપક્ષે ગૃહમાં મોદી સરકારને ‘હાય-હાય’ ના નારા લગાવ્યા: ટીએમસી સાંસદોની આગેવાની હેઠળના વિપક્ષે ગૃહમાં મોદી સરકારને ‘હાય-હાય’ના નારા લગાવ્યા. વિપક્ષના હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. બીજી તરફ ગૃહની બહાર મીડિયા સાથે વાત કરતાં કોંગ્રેસના નેતા શશિ થરૂરે એને ન્યાયની મજાક ગણાવી હતી.
થરૂરે કહ્યું- આ રિપોર્ટ અધૂરો છેઃ કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું કે એવું લાગે છે કે જાણે કોઈએ અઢી મિનિટમાં તૈયાર કરી દીધો હોય. આરોપીઓની ઊલટતપાસ કરવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. સંસદસભ્યને સીધાં સસ્પેન્ડ કરવા એ ખરેખર અપમાનજનક છે.
આગળ શું થશેઃ લોકસભામાં નિયમ 316 હેઠળ અડધો કલાક ચર્ચા ચાલી રહી છે, ત્યાર બાદ વોટિંગ કરવામાં આવશે. આ માટે ભાજપે ગુરુવારે તેના તમામ સાંસદોને લોકસભામાં હાજર રહેવા માટે 3-લાઈનનો વ્હિપ જારી કર્યો છે, જેથી મતદાન દરમિયાન સાંસદોની સંખ્યા સંપૂર્ણ રહે.

મહુઆએ કહ્યું- માતા દુર્ગા આવી છે, હવે મહાભારત થશે; બીજેપી સાંસદે કહ્યું- શૂર્પણખાના કારણે મહાભારત નથી થયું
લોકસભામાં રિપોર્ટની રજૂઆત દરમિયાન મહુઆ પણ ગૃહમાં હાજર હતી. સંસદ પહોંચતાં જ મહુઆએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું- મા દુર્ગા આવી ગઈ છે, હવે જોઈએ શું થાય છે. જ્યારે વિનાશ માણસને ઢાંકી દે છે, ત્યારે અંતરાત્મા પહેલા મૃત્યુ પામે છે. તેણે ‘વસ્ત્રહરણ’થી શરૂઆત કરી હતી, હવે તમે ‘મહાભારત કારણ’ જોશો. એના પર બીજેપી સાંસદ સુકાંત મજુમદારે કહ્યું- મહુઆએ પોતાને દ્રૌપદી કહ્યાં છે અને મહાભારતની શરૂઆતની વાત કરી છે, પરંતુ સમસ્યા એ છે કે આ મહાભારતમાં શ્રીકૃષ્ણ આ બાજુ છે. જ્યાં સુધી હું જાણું છું, મહાભારત દ્રૌપદી માટે લખવામાં આવ્યું હતું, શૂર્પણખા માટે નહીં.
