નવી દિલ્હી15 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખડે TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયનને સત્રમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. તેના વિરોધમાં ડેરેકે સંસદની બહાર પ્રદર્શન કર્યું હતું.
શુક્રવારે (15 ડિસેમ્બર) સંસદના શિયાળુ સત્રનો દસમો દિવસ છે. આજે પણ સંસદની સુરક્ષામાં ક્ષતિને લઈને બંને ગૃહોમાં ભારે હોબાળો થવાની સંભાવના છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યાથી શરૂ થશે.
વિરોધ પક્ષના નેતાઓ પણ તેમના સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે કેન્દ્રને ઘેરવાની તૈયારી કરી રહ્યા છે. વિપક્ષ સંસદની સુરક્ષામાં ચૂક મામલે ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની પણ માંગ કરશે. કોંગ્રેસ સહિત અન્ય પક્ષો આ મુદ્દે બંને ગૃહમાં શાહના નિવેદનની માંગ કરી રહ્યા છે.
આ અંગે ગુરુવારે દિવસભર ગૃહમાં હોબાળો થયો હતો. લોકસભા અને રાજ્યસભાના વિપક્ષના 14 સાંસદોને સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમાં 13 લોકસભાના સાંસદો છે, જેમાં કોંગ્રેસના 9, સીપીઆઈ (એમ)ના 2, ડીએમકે અને સીપીઆઈના એક-એક સાંસદ છે.
13 ડિસેમ્બરે સંસદ પર આતંકવાદી હુમલાની વરસી પર સુરક્ષામાં ચૂક થઈ હતી. લોકસભાની વિઝિટર ગેલેરીમાંથી બે યુવકોએ કૂદીને બુટમાં છુપાયેલ સ્મેક કેન ફેંકીને ગૃહમાં ધુમાડો ફેલાવ્યો હતો. જેના કારણે ગૃહમાં પીળો ધુમાડો ફેલાઈ ગયો હતો. એક મહિલા અને એક યુવકે પણ સંસદની બહાર પીળો ધુમાડો ફેલાવ્યો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે જણાવ્યું કે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
કોંગ્રેસે ગૃહને કામકાજ ન થવા દેવાની ચેતવણી આપી હતી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું- જ્યાં સુધી ગૃહમંત્રી આ મુદ્દે નિવેદન ન આપે ત્યાં સુધી ગૃહની કાર્યવાહીનો કોઈ અર્થ નથી.
આ દરમિયાન કોંગ્રેસના સાંસદ જયરામ નરેશે કહ્યું- અમે ગૃહમાં ચર્ચા ઈચ્છીએ છીએ, પરંતુ સૌથી મોટો મુદ્દો એ છે કે સંસદની સુરક્ષામાં કેવી રીતે અને કેમ ચૂક રહી. વડાપ્રધાન અને ગૃહમંત્રી મૌન છે. તેમણે બંને ગૃહમાં આવીને નિવેદન આપવું જોઈએ. ત્યાર બાદ જ ગૃહનું કામકાજ થશે.
આરોપીને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયો
સંસદમાં હંગામો મચાવનાર અને બહાર વિરોધ કરનારા ચાર આરોપીઓને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
સંસદમાં ઘૂસણખોરીના બે આરોપીઓ અને તેમના બે સાથીઓને ગુરુવારે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ચારેયને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. ચાર આરોપીઓ સામે UAPAની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે કહ્યું- આ એક આયોજનબદ્ધ હુમલો હતો. સુરક્ષામાં ખામીઓને કારણે સંસદ સચિવાલયે 8 સુરક્ષાકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે.