પટિયાલા4 મિનિટ પેહલા
- કૉપી લિંક
પંજાબના પટિયાલામાં કેક ખાવાથી 10 વર્ષની બાળકીનું મોત થયું છે. આ સિવાય અન્ય 4 લોકોની તબિયત પણ લથડી હતી. બાળકીનાં જન્મદિવસે પરિવારે ઓનલાઈન કેક મંગાવી હતી. પોલીસે આ મામલે અદાલત બજાર સ્થિત કેક કાન્હા સામે ગુનો નોંધ્યો છે.
પોલીસે કલમ 304-A (બિન ઈરાદા પૂર્વક હત્યા) અને 273 લગાવી છે. પરિવારે ભગવંત માનને ન્યાયની અપીલ કરી છે. બાળકીની ઓળખ માનવી તરીકે થઈ છે.
છોકરીના જન્મદિવસની તસવીરો…
બર્થડે કેક સાથે માનવી.
માનવી તેની બહેન સાથે.
માનવી તેના જન્મદિવસ પર કેક કાપી રહી છે.
માનવી તેની બહેન સાથે મસ્તી કરી રહી છે.
માનવી પરિવારના સભ્યોને કેક ખવડાવી રહી છે.
હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા
અમન નગરની રહેવાસી કાજલે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમણે 24 માર્ચે સાંજે 6 વાગ્યે એક ઓનલાઈન કંપનીમાંથી કેક મંગાવી હતી. સાડા છ વાગ્યાની આસપાસ કેક ઘરે પહોંચી. 7:15 વાગ્યે કેક કાપવામાં આવી હતી. કેક ખાધા બાદ માનવી અને પરિવારના અન્ય સભ્યોની હાલત ખરાબ થઈ ગઈ હતી. દરેક વ્યક્તિને ઊલટીઓ થવા લાગી હતી.
તેની નાની બહેનની તબિયત લથડી હતી. પછી તેને હોસ્પિટલ લઈ ગયા. બાળકીનું બીજા દિવસે સવારે 5.30 વાગ્યે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું, જ્યારે નાની છોકરીને મહા મહેનતે બચાવી લેવામાં આવી હતી. પરિવારના બાકીના લોકોની તબિયત પણ બગડી ગઈ હતી, કોઈક રીતે તેઓ બચી ગયા હતા.
ઓનલાઈન ઓર્ડર કરેલી કેકનું બિલ.
માનવી ક્લાસમાં મોનિટર હતી
નાના હરબન્સે જણાવ્યું કે તેમને બે દોહિત્રીઓ છે. માનવી 10 વર્ષની મોટી દોહિત્રી હતી. તેણે હાલમાં 5મા ધોરણમાં સારા માર્ક્સ મેળવ્યા હતા. તે તેના ક્લાસમાં મોનિટર હતી. આ મામલે આરોગ્ય વિભાગ સારી રીતે કામ કરતું નથી. તેમણે પંજાબ સરકારને આ મામલે યોગ્ય પગલાં લેવાની અપીલ કરી છે, જેથી કોઈ પણ પરિવારને ફરીથી આવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે. તેમણે સીએમ ભગવંત માનને ન્યાયની અપીલ કરી છે.
પોલીસ આરોગ્ય વિભાગની મદદ લેશે
પરિવારના સભ્યોએ જણાવ્યું કે માનવી તેની માતા અને નાની બહેન સાથે તેના નાનાના ઘરે રહેતી હતી કારણ કે પરિવારમાં સમસ્યાઓ હતી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પોલીસ આ મામલે આરોગ્ય વિભાગની મદદ લેશે. આરોગ્ય વિભાગની ટીમ ટૂંક સમયમાં સંબંધિત દુકાન પર સેમ્પલ લેશે.