24 મિનિટ પેહલા
- કૉપી લિંક
PM મોદીની વારાણસી મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વારાણસી પ્રવાસનો આજે બીજો દિવસ છે. PM શુક્રવારે સવારે લગભગ 10 વાગ્યે BHU પહોંચ્યા હતા. અહીં સંસદ સંસ્કૃત સ્પર્ધાના ટોપર્સને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પછી PMએ કહ્યું- ભગવાન શિવના આશીર્વાદથી કાશીમાં ચારેબાજુ વિકાસનું ડમરું વાગી રહ્યું છે.
વડાપ્રધાન કાશીને 13202 કરોડ રૂપિયાના 36 પ્રોજેક્ટની ભેટ આપશે. આ સિવાય 3 કાર્યક્રમોમાં ભાગ લેશે. વડાપ્રધાન સંત રવિદાસ મંદિર અને કારખીયાવ ખાતે 2 જાહેરસભાઓને સંબોધશે. તેઓ અમૂલ ડેરી પ્લાન્ટથી કાશીમાં દૂધ ક્રાંતિની શરૂઆત કરશે.
ગુરુવારે રાત્રે 10 વાગ્યે PM વિશેષ વિમાન દ્વારા વારાણસી પહોંચ્યા. બાબતપુર એરપોર્ટ પર CM યોગી આદિત્યનાથ અને DYCM બ્રજેશ પાઠકે તેમનું સ્વાગત કર્યું હતું. PM મોદીએ વારાણસીમાં 25 કિલોમીટરનો રોડ શો કર્યો. લગભગ 11 વાગ્યાની આસપાસ બારેકા ગેસ્ટ હાઉસ પહોંચ્યા. PMએ ગેસ્ટ હાઉસમાં જ રાત્રિ રોકાણ કર્યું હતુ.
લાઈવ અપડેટ્સ
26 મિનિટ પેહલા
- કૉપી લિંક
PMના ગયા પછી રવિદાસ મંદિરના લંગરમાં ભીડ ઉમટી
PM મોદી સંત રવિદાસના જન્મસ્થળથી રવાના થયા છે. હાલમાં મંદિરમાં 24 કલાક ચાલતા લંગર હોલમાં મોટી સંખ્યામાં ભક્તો લંગરનો લાભ લઇ રહ્યા છે. અહીં 2 હજારથી વધુ મહિલા સેવકો અને પુરૂષો અલગ-અલગ ભોજન પીરસી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 50 હજારથી વધુ લોકોએ લંગરનો લાભ લીધો છે.
32 મિનિટ પેહલા
- કૉપી લિંક
PMનું હેલિકોપ્ટર અમૂલ પ્લાન્ટ માટે રવાના
BHU અને સંત રવિદાસ મંદિરના કાર્યક્રમો પછી PM નરેન્દ્ર મોદી કારખિયાંવમાં અમૂલ પ્લાન્ટમાં જાહેર સભા કરશે. તેમનું હેલિકોપ્ટર BHUથી કારખિયાંવ માટે રવાના થયું છે.
BHUથી રવાના થયું PM મોદીનું હેલિકોપ્ટર
44 મિનિટ પેહલા
- કૉપી લિંક
થોડીવાર પછી PM મોદી અમૂલ પ્લાન્ટનું લોકાર્પણ કરશે
PM મોદીનો સંત રવિદાસ મંદિરમાં કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. ત્યાંથી હવે તેઓ સીધા કારખિયાંવમાં અમૂલ પ્લાન્ટ પહોંચશે અને તેનું લોકાર્પણ કરશે.
અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશી માટે 13 હજાર કરોડ રૂપિયાથી વધુની યોજનાઓ ભેટમાં આપશે.
53 મિનિટ પેહલા
- કૉપી લિંક
સંત રવિદાસજીની પ્રતિમાનું PMએ અનાવરણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંત રવિદાસજીની 25 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે. કાર્યક્રમ બાદ વડાપ્રધાનનો કાફલો હવે હેલીપેડ તરફ રવાના થયો છે.
55 મિનિટ પેહલા
- કૉપી લિંક
PM મોદીએ વિપક્ષી ગઠબંધન પર પ્રહાર કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ I.N.D.I.A. ગઠબંધન પર નિશાન સાધતા કહ્યું કે તેઓએ અમારી તમામ યોજનાઓની મજાક ઉડાવી, પરંતુ આજે એ જ યોજનાઓ ગરીબ લોકો, દલિતો અને પછાત વર્ગો માટે વધુ સારી રીતે કામ કરી રહી છે.
06:53 AM23 ફેબ્રુઆરી 2024
- કૉપી લિંક
વિશ્વની સૌથી મોટી યોજના સરકાર ચલાવી રહી છે- PM
PM મોદીએ સરકારી યોજનાઓના વખાણ કર્યા
PMએ કહ્યું કે અગાઉ જે ગરીબ સૌથી નીચા તબકામાં હતા હવે તેમના માટે જ તમામ યોજનાઓ બનાવવામાં આવી છે. કોરોનામાં અમે 80 કરોડ ગરીબોને મફત ભોજન આપ્યું. આજે પણ તે બંધ કરવામાં આવ્યું નથી. આટલી મોટી યોજના દુનિયામાં ક્યાંય નથી. PMએ કહ્યું કે પહેલા ખુલ્લામાં શૌચ માટે જવું પડતું હતું. સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. 5 વર્ષથી ઓછા સમયમાં દરેક ઘરમાં પાણી પહોંચાડવામાં આવ્યું છે. કરોડો ગરીબોને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા. દરેક વ્યક્તિ માટે સારવાર શક્ય બની છે.
06:48 AM23 ફેબ્રુઆરી 2024
- કૉપી લિંક
સબકા સાથ, સબકા વિકાસ પર સરકાર ચાલી રહી છે- વડાપ્રધાન મોદી
PMએ કહ્યું- ભાજપ સરકાર દરેકની છે અને રવિદાસના વિચારોને જ આગળ લઇ જઇ રહી છે. રવિદાસજીએ સમરસતાનું શિક્ષણ આપ્યું, વંચિત સમાજને પ્રાધાન્ય આપવાથી જ સમાનતા આવે છે. છેલ્લા 10 વર્ષમાં વિકાસની મુખ્ય ધારાથી દૂર રહેલા લોકોને કેન્દ્રમાં રાખીને કામ કરવામાં આવ્યું છે.
06:46 AM23 ફેબ્રુઆરી 2024
- કૉપી લિંક
રવિદાસજી દરેકના છે- વડાપ્રધાન મોદી
PM મોદીએ કહ્યું કે રવિદાસજી ભક્તિ આંદોલનના પ્રણેતા હતા, જેમણે નબળા સમયમાં ખૂબ જ મજબૂતીથી કામ કર્યું હતું. તેઓ એવા સંત છે જેમને સંપ્રદાય, ધર્મ કે વિચારધારામાં વહેંચી શકાય નહીં. રવિદાસજી બધાના છે અને બધા રવિદાસજીના છે.
06:43 AM23 ફેબ્રુઆરી 2024
- કૉપી લિંક
રવિદાસ મંદિરમાં અનેક વિકાસ યોજનાઓનું લોકાર્પણ
સંત રવિદાસ મંદિરમાં PM મોદીનું સંબોધન
PM મોદીએ કહ્યું કે રવિદાસ જયંતિના દિવસે કરોડોની યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઈન્ટરલોકીંગ, મંદિરો, ભોજન, લંગરની વ્યવસ્થા વગેરે માટે નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં ભક્તોને આધ્યાત્મિક સુખની સાથે સારી સુવિધા પણ મળશે.
06:38 AM23 ફેબ્રુઆરી 2024
- કૉપી લિંક
PM મોદીએ રૈદાસિઓનું સ્વાગત કર્યું
PM મોદીએ સંબોધનની શરૂઆત કરી દીધી છે. તેમણે કહ્યું કે રવિદાસની ભૂમિમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. તમે લોકો એટલા દૂરથી આવો છો, પંજાબથી એટલા બધા લોકો આવે છે કે આપણું બનારસ મીની પંજાબ જેવું દેખાવા લાગે છે. મને રવિદાસજીના સંકલ્પને આગળ વધારવાનો મોકો મળે છે. ગુરુના જન્મદિવસે તમારી સેવા કરવી એ કોઈ લહાવાથી ઓછું નથી.
કાશીનો જનપ્રતિનિધિ હોવાના નાતે મારી પણ વિશેષ જવાબદારી છે. હું આપ સૌનું સ્વાગત કરું છું અને તમારું ખાસ ધ્યાન રાખીશ. હું ખુશ છું કે આજે મને આ જવાબદારી નિભાવવાની તક મળી રહી છે.
06:34 AM23 ફેબ્રુઆરી 2024
- કૉપી લિંક
મંદિર પહોંચતા PMનું સ્વાગત
મંદિર પહોંચતા જ સૌપ્રથમ મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા નિરંજન દાસ ચીમા, જીગેન્દ્ર પાલ નિવૃત્ત IRS, ચમન લાલ નિવૃત્ત ADGP, ડૉ. યસપાલ અને મંદિરના મેનેજર ગગન જીએ તેમનું સ્વાગત કર્યું હતું
.
06:31 AM23 ફેબ્રુઆરી 2024
- કૉપી લિંક
કાશીની ધરતીએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું- યોગી આદિત્યનાથ
યુપીના CM યોગી આદિત્યનાથે કહ્યું કે બાબા ભીમરાવ આંબેડકરના ચાર તીર્થસ્થળોને જોડવાનું કામ અમારી સરકારોએ કર્યું છે. કાશીની ભૂમિએ વિકાસની બાબતમાં એક અદ્ભુત દાખલો બેસાડ્યો છે.
06:26 AM23 ફેબ્રુઆરી 2024
- કૉપી લિંક
સ્ટેજ પર CM યોગીનું સંબોધન
PM મોદી દ્નારા સંત રવિદાસ મહારાજની ભવ્ય પ્રતિમાનું ઉદ્ઘાટન કરવાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. હજુ ઘણા શિલાન્યાસ અને લોકાર્પણ થવાના બાકી છે.
CM યોગીએ કહ્યું કે વડાપ્રધાન રવિદાસ મ્યુઝિયમનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. આઝાદી પહેલા અને પછી લોકોએ ઘણી જાહેરાતો કરી, પરંતુ ક્યારેય કંઈ કર્યું નહીં. આજે PM મોદીએ સબકા સાથ, સબકા વિકાસના મંત્ર સાથે ઘણું કામ કર્યું છે.
06:20 AM23 ફેબ્રુઆરી 2024
- કૉપી લિંક
રવિદાસ મંદિરમાં PMએ હલવાનો પ્રસાદ ગ્રહણ કર્યો
મંદિરના ટ્રસ્ટી નિરંજન દાસ ચીમાએ જણાવ્યું કે PM લગભગ 5 મિનિટ સુધી મંદિરમાં હાજર રહ્યા હતા. તેમણે પ્રસાદ તરીકે હલવો સ્વીકાર્યો
06:18 AM23 ફેબ્રુઆરી 2024
- કૉપી લિંક
સંત રવિદાસ મંદિરમાં થશે PM મોદીનું સંબોધન
સંત રવિદાસ મંદિરના કાર્યક્રમમાં PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં સંત રવિદાસ મંદિર પહોંચ્યા છે. ત્યાં તૈયાર કરાયેલા મંચ પર PM મોદીએ સંત રવિદાસના ફોટાને માળા પહેરાવી હતી.
06:09 AM23 ફેબ્રુઆરી 2024
- કૉપી લિંક
સંત રવિદાસ મૂર્તિનું ઉદ્ઘાટન કરશે
PM મોદી સંત રવિદાસ મંદિર પહોંચ્યા છે અને પૂજા અર્ચના કરી રહ્યા છે. આ પછી તેઓ અહીં પહોંચેલા શ્રદ્ધાળુઓ સાથે લંગર ખાશે.
06:07 AM23 ફેબ્રુઆરી 2024
- કૉપી લિંક
સીર ગોવર્ધનપુર પહોંચ્યા PM મોદી
સીર ગોવર્ધનપુર સ્થિત રવિદાસ મંદિર PM મોદી પહોંચી ગયા છે. તેમની સાથે CM પણ હાજર છે. PMનો કાફલો મંદિરમાં પ્રવેશતાની સાથે જ આસપાસ હાજર તમામ લોકોએ રવિદાસ શક્તિ અમર રહે, જો બોલે સો નિર્ભય, જય ગુરુ દેવ, ધન ગુરુ દેવનો ઉદ્ઘોષ કર્યો.
05:57 AM23 ફેબ્રુઆરી 2024
- કૉપી લિંક
BHUથી સંત રવિદાસ મંદિર પહોંચ્યા PM મોદી
PM મોદી અને CM યોગી આદિત્યનાથ BHUથી નીકળ્યા બાદ હવે સિરગોવર્ધન સ્થિત સંત રવિદાસ મંદિર પહોંચ્યા છે.
05:56 AM23 ફેબ્રુઆરી 2024
- કૉપી લિંક
સ્ટેજ પરથી નીચે આવીને યુવા વિદ્યાર્થીઓ સાથે ફોટો પડાવ્યા
PM મોદીએ કહ્યું કે કાશીમાં પુલ અને રસ્તાઓ પણ બનાવવામાં આવશે. પણ મારે તો કાશીના લોકોનો વિકાસ કરવો છે. PM મોદીએ કહ્યું કે હું આજે તમારી સાથે ફોટો પડાવવા ઈચ્છું છું. હર હર મહાદેવના ઉદ્ઘોષ બાદ PM મોદી સ્ટેજ પરથી નીચે ઉતર્યા તથા યુવા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોની વચ્ચે જઇને ફોટા પડાવ્યા.
05:51 AM23 ફેબ્રુઆરી 2024
- કૉપી લિંક
PM મોદીએ કાશીના લોકોને ત્રણ ટાસ્ક આપ્યા
PMએ કાશીની જનતાને ત્રણ ટાસ્ક પણ આપ્યા છે. કહ્યું કે હું ઈચ્છું છું કે જે ફોટો કોમ્પિટિશન થયું તેની પસંદગી વોટિંગ દ્વારા કરવામાં આવે. ગેલેરીમાં પ્રદર્શિત તમામ ફોટા પર ઓનલાઈન વોટિંગ થવું જોઈએ. વડાપ્રધાને સ્કેચ દ્વારા કાશી વિશે લોકોને માહિતી આપવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગાઇડની પણ સ્પર્ધા હોવી જોઈએ કારણ કે કાશીમાં મોટી સંખ્યામાં લોકો આવે છે.
05:49 AM23 ફેબ્રુઆરી 2024
- કૉપી લિંક
‘મોદીની ગેરંટી’ પર ખૂબ તાળીઓ પડી
PM મોદીએ કહ્યું કે આજે કાશીને વિકાસ અને વિરાસતના સ્વરૂપ તરીકે જોવામાં આવે છે. રામ મંદિરમાં રામલલાની પ્રાણ-પ્રતિષ્ઠા બાદ હવે અયોધ્યાનું પણ સ્વરૂપ બદલાયું છે. યુપીને કુશીનગરમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનો લાભ મળી રહ્યો છે. આ મોદીની ગેરંટી છે કે દેશ સફળતાના શિખરો પર હશે. તમે એ પણ જાણો છો કે મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી. હું એક સાંસદ છું, એટલે દરેક વખતે હું આપમેળે તમારા માટે કંઈકને કંઇક કામ લઈને આવું છું.
05:40 AM23 ફેબ્રુઆરી 2024
- કૉપી લિંક
PM મોદીએ સંસ્કૃત પર ભાર આપ્યો
PM મોદીએ સંસ્કૃતના ઉદય પર ભાર મૂક્યો અને કહ્યું કે “સંસ્કૃત એ શાસ્ત્રીય સમજણની ભાષા છે. મેડિકલ સાયન્સ, ગાણિતિક સૂત્રો, આ બધું સંસ્કૃતમાં લખવામાં આવ્યું છે. સાહિત્ય, સંગીત અને કલાની શૈલીઓ પણ સંસ્કૃતમાંથી ઉભરી આવી છે.”
05:39 AM23 ફેબ્રુઆરી 2024
- કૉપી લિંક
દુનિયાભરથી લોકો કાશીમાં રિસર્ચ કરવા માટે આવે છે- PM મોદી
કાશી જેવા આપણાં તીર્થધામો અને વિશ્વનાથ ધામ જેવા મંદિરો ભારતની શ્રેષ્ઠતા છે. ભારતે જેટલાં પણ નવા વિચાર આપ્યા તેનો સંબંધ કોઈને કોઈ સાંસ્કૃતિક કેન્દ્ર સાથે છે. સમગ્ર દેશમાંથી અને વિશ્વના દરેક ખૂણેથી લોકો સંશોધન માટે કાશી આવે છે. અહીં દરેક પ્રાંત, દરેક ભાષા, દરેક બોલી અને દરેક રિવાજના લોકો કાશી આવે છે. જ્યાં આવી વિવિધતા હોય ત્યાં નવા વિચારો જન્મે છે. વિશ્વનાથ ધામના ઉદ્ઘાટન પ્રસંગે મેં કહ્યું હતું કે વિશ્વનાથ ધામ ભારતને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જશે અને આજે તે થઈ પણ રહ્યું છે.
05:39 AM23 ફેબ્રુઆરી 2024
- કૉપી લિંક
બધું જ કરનાર મહાદેવ છે- PM મોદી
PMએ કહ્યું, “આપણે બધા તો નિમિત્ત માત્ર છીએ. કાશીમાં જે બધું કરે છે તે મહાદેવ અને તેમના ગણ છે. જહાં મહાદેવ કે કૃપા હો જાલા…ઉ ધરતી અપને આમ સમૃદ્ધ હો જાલી…! મહાદેવના આશીર્વાદથી કાશીમાં ચારેબાજુ વિકાસ થયો.
“આજે ફરી એકવાર કાશીના અમારા પરિવારના લોકો માટે કરોડો રૂપિયાની યોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. હોળી અને એકાદશી પહેલા, વિકાસનો એક ઉત્સવ ઉજવાશે.
05:38 AM23 ફેબ્રુઆરી 2024
- કૉપી લિંક
PM મોદીએ વિદ્યાર્થીઓના વખાણ કર્યા
PM મોદીએ કહ્યું, કાશી ખાતરી આપે છે કે અમૃતકાલમાં તમે બધા યુવાનો દેશને નવી ઉંચાઈઓ પર લઈ જશો. કાશી સર્વજ્ઞાનની રાજધાની છે. આજે કાશીનું સ્વરૂપ ફરીથી બદલાઇ રહ્યું છે. તે સમગ્ર વિશ્વ માટે ગર્વની વાત છે. તેમણે કહ્યું કે આજે ભાગ લેનાર વિજેતાઓને સન્માનિત કરવાની તક મળી હતી. તમામ સફળ સહભાગીઓ અને તેમના પરિવારજનોને અભિનંદન. હું એવા યુવાનોને અભિનંદન આપું છું જેઓ અમુક ગુણથી પાછળ રહી ગયા હતા. તમે કાશીની જ્ઞાન સ્પર્ધામાં ભાગ લીધો તે ખૂબ જ સન્માનની વાત છે.
05:35 AM23 ફેબ્રુઆરી 2024
- કૉપી લિંક
PM મોદીએ પોતાનું સંબોધન શરૂ કર્યું
PM મોદીએ BHUમાં સંબોધનની શરૂઆત કરી છે. તાળીઓના ગડગડાટ સાથે સ્વતંત્રતા ભવનમાં લોકોએ PM મોદીનું સ્વાગત કર્યું. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવના નારા સાથે વડાપ્રધાને બોલવાની શરૂઆત કરી. PMએ ભોજપુરીમાં કહ્યું, આપ સબ પરિવાર કે લોગન ક હમાર પ્રણામ. મહામનાના આ પ્રાંગણમાં આપ સૌ વિદ્વાનો અને યુવા વિદ્વાનોની વચ્ચે આવીને હું ધન્યતા અનુભવું છું.
05:31 AM23 ફેબ્રુઆરી 2024
- કૉપી લિંક
CM યોગીએ PM મોદીનું સ્વાગત કર્યું
CM યોગીએ કહ્યું કે આ ખૂબ જ પ્રેરણાદાયક પ્રસંગ છે. ઘણીવાર જનપ્રતિનિધિઓ વિકાસ માટે પ્રયાસ કરે છે પરંતુ વડાપ્રધાનનું કાશી સાથેનું જોડાણ ઘણુ અલગ છે. તેઓએ આ સ્થળની પ્રાચીનતાને સમગ્ર વિશ્વમાં ફેલાવી છે. તેમણે કહ્યું કે તમામ વ્યસ્તતા વચ્ચે PM અમને તેમના આશીર્વાદ આપી રહ્યા છે. કાશીના લોકો અને રાજ્યના લોકો વતી અમે અમારા વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરીએ છીએ.
05:29 AM23 ફેબ્રુઆરી 2024
- કૉપી લિંક
કાશીના લોકપ્રિય સાંસદ છે PM મોદી- યોગી
યોગી આદિત્યનાથે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં કાશી વિશ્વમાં એક નવા રંગરૂપમાં ઉભરી આવી છે. કાશીવાસીઓના લોકપ્રિય સાંસદ તરીકે PMએ ગઈકાલે એવા સમયે વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે દુનિયા ઊંઘી રહી હતી. CMએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ કાશીના દરેક વર્ગને પ્લેટફોર્મ આપવાનું કામ કર્યું છે. આજે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણે ખુદ વડાપ્રધાનના આશીર્વાદ મેળવી રહ્યા છીએ.
05:27 AM23 ફેબ્રુઆરી 2024
- કૉપી લિંક
CM યોગીએ PMના વખાણ કર્યા
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના સ્વાગત પ્રવચનમાં કહ્યું કે PM મોદી આજે એવા સમયે કાશી આવ્યા છે જ્યારે રામ લલાના 500 વર્ષનો વનવાસ પૂરો થયો છે.
05:25 AM23 ફેબ્રુઆરી 2024
- કૉપી લિંક
BHUમાં યોગી આદિત્યનાથનું સંબોધન શરૂ થયું
BHU પહોંચ્યા બાદ PM મોદીએ સાંસદ જ્ઞાન સ્પર્ધામાં ભાગ લેનારા સહભાગીઓ સાથે વાતચીત કરી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
05:24 AM23 ફેબ્રુઆરી 2024
- કૉપી લિંક
PM મોદી BHU પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બરેકા ગેસ્ટ હાઉસથી બનારસ હિન્દુ યુનિવર્સિટી પહોંચ્યા છે. તેઓ અહીં વિદ્યાર્થીઓને મળશે.
05:23 AM23 ફેબ્રુઆરી 2024
- કૉપી લિંક
ગેસ્ટ હાઉસમાંથી નીકળ્યા PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બરેકા ગેસ્ટ હાઉસમાંથી નીકળી ગયા છે. પહેલા તે BHU જશે.
05:21 AM23 ફેબ્રુઆરી 2024
- કૉપી લિંક
PM મોદીએ જિલ્લા પ્રમુખો સાથે મુલાકાત કરી
વડાપ્રધાન મોદીએ આજે સવારે જિલ્લા પ્રમુખો અને પ્રદેશ પ્રમુખો સાથે કેટલાક અન્ય નેતાઓ સાથે પણ મુલાકાત કરી. ભાજપના નેતાઓએ કહ્યું કે PMએ ચૂંટણીને લઈને પણ દિશા-નિર્દેશ પણ આપ્યા છે.