ધનુષકોડી8 મિનિટ પેહલા
- કૉપી લિંક
એવું કહેવાય છે કે અહીં જ વિભીષણ શ્રીરામને પ્રથમ વખત મળ્યા હતા અને તેમની પાસે આશ્રય માંગ્યો હતો.
રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના પ્રવાસે છે. આજે (રવિવાર 21 જાન્યુઆરી) PM સવારે 10:15 વાગ્યે ધનુષકોડી નજીક અરિચલ મુનાઈ પહોંચ્યા હતા. એવું માનવામાં આવે છે કે અહીંથી જ રામ સેતુનું નિર્માણ થયું હતું.
પીએમ અહીંના કોદંડારામસ્વામી મંદિરના દર્શન કરીને પૂજા કરશે. આ મંદિર શ્રી કોદંડારામ સ્વામીને સમર્પિત છે. કોદંડારામ નામનો અર્થ ધનુષધારી રામ છે. એવું કહેવાય છે કે અહીં જ વિભીષણ શ્રી રામને પ્રથમ વખત મળ્યા હતા અને તેમની પાસે આશ્રય માંગ્યો હતો. કેટલાક દંતકથાઓ એવું પણ કહે છે કે આ તે સ્થાન છે જ્યાં શ્રી રામે વિભીષણનો રાજ્યાભિષેક કર્યો હતો.
22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ પહેલા પીએમ મોદી રામાયણ કાળ સાથે જોડાયેલા મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે. એક દિવસ અગાઉ પણ તેમણે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં શ્રીરંગમ ખાતે શ્રી રંગનાથસ્વામી મંદિરની મુલાકાત લીધી હતી. પીએમ મોદી અહીંથી દિલ્હી જવા રવાના થશે.
અરિચલ મુનાઈને ભારતનો એન્ડ પોઈન્ટ માનવામાં આવે છે.
પીએમ મોદીનો તમિલનાડુ પ્રવાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શનિવારે તમિલનાડુના પ્રવાસે હતા. અહીં તેમણે બે મંદિરોમાં પૂજા કરી હતી. PMએ સૌપ્રથમ શ્રીરંગમ, તિરુચિરાપલ્લીમાં શ્રી રંગનાથસ્વામી મંદિરની મુલાકાત લીધી હતી. ત્યાં તેણે અંડલ નામના હાથીને ગોળ ખવડાવ્યો અને આશીર્વાદ લીધા હતા.
બપોરે તેમણે રામેશ્વરમમાં રોડ શો કર્યો હતો. આ પછી પીએમએ રામેશ્વરમના અગ્નિ તીર્થમમાં સ્નાન કર્યું અને પછી ભગવાન રામનાથસ્વામી મંદિરમાં પૂજા કરી. અહીં તેમણે રામાયણ પાઠ અને ભજન સાંજમાં ભાગ લીધો હતો. શ્રી રંગનાથસ્વામી અને રામેશ્વરમ મંદિરો પણ ભગવાન રામના જીવન સાથે જોડાયેલા છે.
આ તસવીરો રામેશ્વરમના રામનાથસ્વામી મંદિર અને તિરુચિરાપલ્લીના શ્રી રંગનાથસ્વામી મંદિરની છે. PM મોદી શનિવારે અહીં પહોંચ્યા હતા.
તિરુચિરાપલ્લીના શ્રીરંગમના શ્રી રંગનાથસ્વામી મંદિરમાં પીએમ મોદીએ હાથીને માઉથ ઓર્ગન આપ્યું, જેને હાથીએ તેની સૂંઢથી પકડીને વગાડવાનું શરૂ કર્યું હતું.
રામ મંદિર માટે પીએમ મોદીના 11 દિવસના અનુષ્ઠાન
પીએમ મોદીએ 12 જાન્યુઆરીએ ઓડિયો સંદેશ જાહેર કર્યો હતો. આ મેસેજ 10.50 મિનિટનો હતો. પીએમએ તેમના ભાષણની શરૂઆત સિયાવર રામચંદ્ર કી જયથી કરી અને જય સિયારામ…જય સિયારામ…જય સિયારામ સાથે પુરુ કર્યુ હતું. જેમાં પીએમએ કહ્યું હતું કે તેઓ 11 દિવસના વિશેષ અનુષ્ઠાન શરૂ કરી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે, ‘હું મારી લાગણીઓને શબ્દોમાં રજૂ કરી શકતો નથી. ઘણી પેઢીઓનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. હું મારા જીવનમાં પહેલીવાર આ રીતના મનોભાવોમાંથી પસાર થઈ રહ્યો છું. હું ભક્તિની એક અલગ જ અનુભૂતિ અનુભવી રહ્યો છું.
PM મોદીની મંદિર મુલાકાત સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો…
તમિલનાડુના રામેશ્વરમમાં ડૂબકી લગાવી, રંગનાથસ્વામી મંદિરની પણ મુલાકાત લીધી
PMએ સૌપ્રથમ શ્રીરંગમ, તિરુચિરાપલ્લીમાં શ્રી રંગનાથસ્વામી મંદિરની મુલાકાત લીધી હતી. રામેશ્વરમમાં રોડ શો કર્યો. આ પછી પીએમએ રામેશ્વરમના અગ્નિ તીર્થમમાં સ્નાન કર્યું અને પછી ભગવાન રામનાથસ્વામી મંદિરમાં પૂજા કરી. અહીં તેમણે રામાયણ પાઠ અને ભજન સાંજમાં ભાગ લીધો હતો. તેઓ શ્રી રંગનાથસ્વામી મંદિરની મુલાકાત લેનારા દેશના પ્રથમ વડાપ્રધાન છે.
આંધ્રપ્રદેશના લેપાક્ષીમાં વીરભદ્ર મંદિરે દર્શન કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશ-કેરળની બે દિવસીય મુલાકાતે હતા. મંગળવારે તેઓ લેપાક્ષી પહોંચ્યા અને 486 વર્ષ જૂના વીરભદ્ર મંદિરમાં પૂજા કરી. મંદિર પરિસરમાં બેસીને પીએમ મોદીએ રામ ભજન પણ કર્યું અને રંગનાથ રામાયણ પર આધારિત કઠપૂતળીઓ દ્વારા ભજવાતી રામકથા પણ નિહાળી હતી.
કેરળમાં ગુરુવાયુર અને ત્રિપયાર મંદિરોમાં પૂજા કરી હતી
વડાપ્રધાન મોદીએ કેરળના ગુરુવાયુર અને ત્રિપયાર મંદિરોમાં પૂજા અર્ચના કરી હતી. ગુરુવાયુર મંદિર અને ત્રિપયાર શ્રીરામ મંદિરમાં પ્રાર્થના દરમિયાન વડાપ્રધાન પરંપરાગત પોશાક મુંડુ (ધોતી) અને વેષ્ટી (સફેદ શાલ) માં જોવા મળ્યા હતા. પીએમ મોદીએ કેરળના ત્રિપયાર શ્રી રામ મંદિર પહોંચ્યા બાદ જળ ચડાવ્યું હતું.