- Gujarati News
- National
- PM Narendra Modi Cabinet Ministers Portfolio 2024 Update; Amit Shah | Jyotiraditya Scindia Shivraj Khattar BJP JDU TDP
નવી દિલ્હીઅમુક પળો પેહલા
- કૉપી લિંક
નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજીવાર વડાપ્રધાન પદની શપથ લેશે. કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે 7.15 વાગ્યે થશે, પરંતુ આ પહેલાં જ સંભવિત મંત્રીમંડળની તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. એવી અટકળો છે કે મોદી સાથે લગભગ 63 મંત્રી શપથ લઇ શકે છે. તેમાં અમિત શાહ, રાજનાથ સિંહ, નિતિન ગડકરી, પીયૂષ ગોયલ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને અર્જુન રામ મેઘવાલ જેવા નેતા સામેલ છે.
NDA સરકારના 63 સાંસદોમાંથી ભાજપના 38 સાંસદો અને અન્ય સહયોગી પક્ષોના 25 સાંસદો હોઈ શકે છે. એટલે કે આ વખતે મોદી કેબિનેટમાં 40% સાંસદો બીજા પક્ષનાં હશે. અમિત શાહને ફરી ગૃહમંત્રી બનાવવામાં આવી શકે છે.
JDUનાં રાજ્યસભા સાંસદ રામનાથ ઠાકુર અને મુંગેરના સાંસદ લલન સિંહને મંત્રી બનાવવાની ચર્ચા છે. તે જ સમયે TDP તરફથી રામ મોહન નાયડુ અને પી. ચંદ્રશેખર પેમ્માસાનીને મંત્રી બનાવવામાં આવી શકે છે. આ સિવાય 7 અન્ય પાર્ટીઓના એક-એક સાંસદને મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે.
NDA સરકારમાં મંત્રી પદને લઈને અજિત પવારની NCPમાં ઝઘડો ચાલી રહ્યો છે. પ્રફુલ પટેલ અને સુનિલ તટકરે બંને દાવાઓ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં અજિત પવાર આ વિવાદનો ઉકેલ કેવી રીતે લાવવો તેની મૂંઝવણનો સામનો કરી રહ્યા છે.







