- Gujarati News
- National
- PM Said It Was Fun To See Pato Dancing Like This; Bengal Police Sent A Notice To The Meme Sharer
નવી દિલ્હી/કોલકાતા9 કલાક પેહલા
- કૉપી લિંક
એનિમેટેડ વીડિયોમાં પીએમ મોદી અને મમતા બેનર્જી એક સ્ટેજ પર ભીડની સામે ડાન્સ કરતાં દેખાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના એનિમેટેડ મીમ વીડિયો સામે આવ્યો છે, જેમાં બંને નેતાઓ એક મંચ પર ભીડની સામે ડાન્સ કરતાં દેખાય છે. બંને નેતાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.
જોકે બંગાળ પોલીસે આ વીડિયો પર નારાજગી વ્યક્ત કરી હતી. કોલકાતા પોલીસના ક્રાઈમ સેલે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરનાર યુઝરને નોટિસ મોકલી છે. પોલીસે યુઝરને તેનું નામ અને સરનામું પૂછ્યું અને તેની પોસ્ટ ડિલિટ કરવા કહ્યું હતું.
સોશિયલ મીડિયા પર ટીકા બાદ બંગાળ પોલીસે તેની પોસ્ટ ડિલિટ કરી દીધી છે.
બંગાળ પોલીસે કહ્યું- નામ અને સરનામું નહીં જણાવો તો કાર્યવાહી કરવામાં આવશે
એક યુઝરે વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું હતું- આ પ્યોર ગોલ્ડ છે, જેણે આ વીડિયો બનાવ્યો તેને ઓસ્કર મળવો જોઈએ. કોલકાતા પોલીસે આ પોસ્ટ પર લખ્યું – કૃપા કરીને તરત જ તમારું નામ અને સરનામું જણાવો. જો તમે માહિતી નહીં આપો તો તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જોકે સોશિયલ મીડિયા યુઝર્સે બંગાળ પોલીસની મીમ પરની પ્રતિક્રિયા બદલ ટીકા કરી હતી. લોકોએ મમતાનો વીડિયો શેર કરવાનું શરૂ કરી દીધું, એ બાદ પોલીસે તેની પોસ્ટ ડિલિટ કરી દીધી.
મોદીએ કહ્યું- મને પોતાને ડાન્સ કરતાં જોઈને આનંદ થયો
બીજી તરફ, મોદીએ બંગાળ પોલીસની કાર્યવાહી અને મમતા બેનર્જી પર કટાક્ષ કરતાં એનિમેટેડ વીડિયોની પ્રશંસા કરી હતી, જેણે તેનો વીડિયો શેર કર્યો છે.
PMએ જવાબમાં લખ્યું- તમારા બધાની જેમ મને પણ પોતાને ડાન્સ કરતા જોઈને આનંદ થયો. ચૂંટણી સમયે આવી સર્જનાત્મકતા ખરેખર આનંદ આપે છે. આ પછી મોદીએ હસતાં ઇમોજીસ પણ પોસ્ટ કરી.
આ સમાચાર પણ વાંચો…
અમિત શાહના નકલી વીડિયો કેસમાં કોંગ્રેસના સભ્યની ધરપકડ, પોલીસે કહ્યું- અરુણ રેડ્ડીએ ફોનમાંથી પુરાવા ડિલિટ કર્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નકલી વીડિયો કેસમાં દિલ્હી પોલીસે કોંગ્રેસના એક સભ્યની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ અરુણ રેડ્ડી તરીકે થઈ હતી. તેઓ તેલંગાણામાં કોંગ્રેસની સોશિયલ મીડિયા વિંગના રાષ્ટ્રીય સંયોજક છે.
રાહુલે સફેદ ટી-શર્ટ પહેરવાનું કારણ જણાવ્યુંઃ કહ્યું- મને સાદાં કપડાં ગમે છે, આ રંગ ટ્રાન્સપરેન્સી અને સાદગી દર્શાવે છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ હંમેશાં સફેદ ટી-શર્ટ પહેરવાનું કારણ આપ્યું છે. રાહુલે કહ્યું, “સફેદ રંગ ટ્રાન્સપરેન્સી અને સાદગીનું પ્રતિનિધિત્વ કરે છે. મને કપડાંની બહુ પડી નથી. મને સાદાં કપડાં પહેરવાં ગમે છે.”