11 મિનિટ પેહલા
- કૉપી લિંક
હાથીની સવારી, જીપ્સીમાં કુદરતી સફર, ચિત્તાની રિએન્ટ્રી તો ક્યારેક નાના વાછરડાને હેત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળે છે. PMના વન્ય અને વન્યજીવો પ્રત્યેના પ્રેમની હટકે અંદાજ સાથેની સફરની વાત કરીએ તો તેમણે માર્ચ 2024મા કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત લીધી હતી. જીપ્સી પર તો સફર માણી પણ સાથે હાથીની સવારી કરી નેચરલ બ્યુટીનો બેસ્ટ અનુભવ કર્યો. મહત્વનું છે કે લગભગ સાત દાયકા બાદ એટલે કે 1957 પછી કોઇ વડાપ્રધાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ કાઝીરંગાની વિઝીટ કરી.

ચિત્તાઓના લુપ્ત થયાના 70 વર્ષ પછી 2022માં તેઓ ફરીથી ચિત્તાઓને ભારતમાં લાવ્યા. કુનો નેશનલ પાર્કમાં PM મોદીએ ચિત્તાઓને રફતાર માટે ખુલ્લો દૌર આપ્યો અને આ ઐતિહાસિક ક્ષણને કેમેરા થકી અવિસ્મરણીય બનાવી.

2 માર્ચે તેઓ ડાલામથ્થાનું રહેઠાણ એવા સાસણ ગીરમાં પહોંચ્યા હતા. ખુલ્લી જીપ,માથે ટોપી,હાથમાં કેમેરો અને આગળ સિંહ જાણે આ સફરનો એક અલગ અંદાજ જોવા મળ્યો. PMએ ઉગતા સૂર્ય સાથે લાયન સફારી અને કેસૂડાંની સુવાસ માણી વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી પણ કરી.

તેમનું નિવાસસ્થાન પણ તેમના માટે પ્રાણીઓ અને પક્ષીઓની મહત્વતાની પ્રતિતિ કરાવે છે. PM ક્યારેક મોરને ખવડાવતા તો ક્યારે નવા જન્મેલા વાછરડાને હેત કરતા જોવા મળે છે.
