2 કલાક પેહલા
- કૉપી લિંક
હિન્દુત્વનો રંગ એટલો ઘેરો થઈ રહ્યો છે કે એ હવે ખાખી પર પણ ભારે પડી રહ્યો છે. કાશી વિશ્વનાથ મંદિરમાં ડ્યૂટી કરી રહેલા પોલીસકર્મીનો ખાખી કલર ઉતારી દેવાયો છે. એના બદલે લાલ કલરના ધોતી-કુર્તાનો કહેવાતો યુનિફોર્મ પહેરાવી દેવાયો છે. આની સૌથી વધારે ચર્ચા પોલીસબેડાંમાં છે. વિપક્ષો સોશિયલ મીડિયા પર તડાપીટ બોલાવે છે. આખરે પોલીસની સાચી ઓળખ ખાખીને હટાવવાનું કારણ શું… શું ભક્તોમાં ધોતી-કુર્તાધારી પોલીસની અસર થશે ખરી, આ સવાલોના જવાબ કાશી વિશ્વનાથના ભક્તોને પણ મળતા નથી…
નમસ્કાર વારાણસી પોલીસ કમિશનર મોહિત અગ્રવાલે અચાનક એવો નિર્ણય લીધો કે કાશી વિશ્વનાથ મંદિરમાં જે પોલીસ જવાનો ડ્યૂટી કરશે તેણે લાલ કલરના ધોતી-કુર્તા પહેરવાં પડશે. રુદ્રાક્ષની માળા પહેરવી પડશે ને કપાળ પર ત્રિપુંડ કરવું પડશે. મહિલા પોલીસકર્મચારીઓ પણ ભગવા રંગના ડ્રેસમાં તહેનાત રહેશે. આ પ્રકારનો નિર્ણય આજકાલનો નથી, છ વર્ષ પહેલાંનો છે. 2018માં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે કાશી વિશ્વનાથના ગર્ભ મંદિરમાં બે પોલીસકર્મચારી તહેનાત રહેશે, જે ધોતી-કુર્તા પહેરશે, કપાળે ત્રિપુંડ કરશે, જાણે પૂજારી જ હોય… આ પ્રયોગ સફળ થશે તો ગર્ભગૃહમાં અને એની બહાર પૂજારી જેવા પહેરવેશમાં વધારે પોલીસ સ્ટાફ તહેનાત કરાશે. છ વર્ષ પછી ફરી આ મુદ્દાએ જોર પકડ્યું છે.
પોલીસનાં કપડાંનો રંગ ખાખી શા માટે હોય છે? ભારતીય પોલીસનો