અંકિત, અક્ષય, આશિષ, વિનોદ, સુનીલ, શિવાંગી, યાકુત, નવી દિલ્હી10 મિનિટ પેહલા
- કૉપી લિંક
18મી લોકસભા ચૂંટણી માટે બીજા તબક્કામાં આજે 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરુ થયું, જે સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે. આ તબક્કામાં લોકસભા સ્પીકર, 5 કેન્દ્રીય મંત્રી, 2 ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને 3 ફિલ્મ સ્ટાર છે. રાહુલ ગાંધીની વાયનાડ, શશી થરૂરની તિરુવનંતપુરમ અને હેમા માલિની મથુરા બેઠક પરથી મેદાનમાં છે. અગાઉ 19 એપ્રિલે પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર મતદાન થયું હતું. આજ પછી 5 તબક્કાનું મતદાન 1 જૂન સુધીમાં પૂર્ણ થશે. આ પછી પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે.
પહેલા આ તબક્કામાં 89 સીટો પર મતદાન થવાનું હતું, પરંતુ મધ્યપ્રદેશની બેતુલ સીટ પર બીએસપી ઉમેદવારના મોત બાદ હવે આ સીટ પર 7 મેના રોજ ચૂંટણી યોજાશે. આઉટર મણિપુરના કેટલાક ભાગોમાં આજે ફરી મતદાન થશે. ચૂંટણી પંચે આ બેઠક પર બે તબક્કામાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. 2019માં બીજેપીએ સૌથી વધુ 50 સીટો જીતી હતી અને બીજા તબક્કામાં એનડીએ સાથીઓએ 8 સીટો જીતી હતી. કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. અન્યને 9 બેઠકો મળી હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બીજા તબક્કામાં 1,198 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 1,097 પુરૂષ અને 100 મહિલા ઉમેદવારો છે. એક ઉમેદવાર ટ્રાન્સજેન્ડર છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (ADR) અનુસાર, આ તબક્કામાં ચૂંટણી લડતા 21% એટલે કે 250 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. 390 એટલે કે 33% ઉમેદવારો કરોડપતિ છે. છ ઉમેદવારોએ તેમની સંપત્તિ શૂન્ય જાહેર કરી છે, જ્યારે ત્રણ પાસે 500 થી 1000 રૂપિયાની સંપત્તિ છે.

લાઈવ અપડેટ્સ
13 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગાઝિયાબાદમાં મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો

ગાઝિયાબાદમાં મહિલાઓ મતદાન કરવા લાઈનમાં ઉભી છે.
ગાઝિયાબાદમાં મત આપવા માટે મતદારોની કતાર છે. લોનીની પ્રાથમિક શાળા મુખ્ય બજારમાં મહિલાઓ મતદાન કરવા લાઈનમાં ઉભી છે.
18 મિનિટ પેહલા
- કૉપી લિંક
સીતારમણે કહ્યું- લોકો ઈચ્છે છે કે પીએમ મોદી તેમનો કાર્યકાળ ચાલુ રાખે
મતદાન કર્યા પછી સીતારમણે કહ્યું, ‘હું ઈચ્છું છું કે વધુને વધુ લોકો બહાર આવે અને મતદાન કરે. મને લાગે છે કે તે સ્પષ્ટ છે કે લોકો સ્થિર સરકાર ઈચ્છે છે. તેઓ સારી નીતિઓ, પ્રગતિ અને વિકાસ ઈચ્છે છે અને તેથી જ તેઓ આ કરી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે પીએમ મોદી તેમનો કાર્યકાળ ચાલુ રાખે.
નિર્મલા સીતારમણે કહ્યું- વિપક્ષ પાસે કોઈ એજન્ડા નથી
કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- મને લાગે છે કે વિપક્ષ પાસે પોતાનો કોઈ મુદ્દો નથી. તેમની પાસે કોઈ સકારાત્મક એજન્ડા નથી તેથી તેઓ સતત વડાપ્રધાનને નિશાન બનાવે છે.
તેઓ વ્યક્તિગત હુમલાઓ કરી રહ્યા છે અને તેના કરતા પણ ખરાબ વાત એ છે કે, તેઓ એવી બાબતો લાવી રહ્યા છે જેનો તેઓ પોતે અમલ કરી શકતા નથી.
24 મિનિટ પેહલા
- કૉપી લિંક
રામાયણના રામને પત્નીએ વિજય તિલક કર્યું
26 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઓમ બિરલાએ કહ્યું- રાજસ્થાનની તમામ સીટો જીતીશું
લોકસભા સ્પીકર અને કોટા લોકસભા સીટના બીજેપી ઉમેદવાર ઓમ બિરલાએ કહ્યું- તેઓ (વિપક્ષ) જુઠ્ઠાણા અને છેતરપિંડીના આધારે ભ્રમ ફેલાવી રહ્યા છે. સામાજિક વ્યવસ્થા, સામાજિક ન્યાય બની રહેશે, પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઘણી વખત આ વાત કહી ચૂક્યા છે. 100% અમે રાજસ્થાનમાં 25માંથી 25 સીટો જીતીશું.
27 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમરાવતીમાં લગ્ન બાદ વરરાજા પોતાનો મત આપવા પહોંચ્યા હતા
30 મિનિટ પેહલા
- કૉપી લિંક
100 વર્ષના વૃદ્ધા મતદાન કરવા પહોંચ્યા હતા

ગાઝિયાબાદના ઈન્દિરાપુરમમાં ઓરેન્જ કાઉન્ટી સોસાયટીમાં મત આપવા માટે મતદારો કતારમાં ઉભા છે. ઈન્દિરાપુરમમાં ઓરેન્જ કાઉન્ટી સોસાયટીમાં મતદાન કર્યા બાદ મતદારોએ સેલ્ફી પણ લીધી હતી. લોની મતદાન મથકે 100 વર્ષના વૃદ્ધા નઝરા (100) પોતાનો મત આપવા માટે પહોંચ્યા હતા.
37 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિએ મતદાન કર્યું
ઇન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિએ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં BES મતદાન મથક પર મતદાન કર્યું.બીજા તબક્કામાં કર્ણાટકની 14 લોકસભા સીટો પર મતદાન ચાલી રહ્યું છે.
39 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહારાષ્ટ્રના અકોલામાં મતદાન માટે લાંબી લાઈનો

40 મિનિટ પેહલા
- કૉપી લિંક
મણિપુરના ઉખરુલમાં મતદાન માટે લાંબી લાઈનો
42 મિનિટ પેહલા
- કૉપી લિંક
બેંગલુરુમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મતદાન કર્યુ
કર્ણાટક: નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંગલુરુમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો હતો. લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે કર્ણાટકમાં 14 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
48 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાહુલે કહ્યું- તમારો મત નક્કી કરશે કે સરકાર થોડા અબજપતિઓની હશે કે 140 કરોડ ભારતીયોની
રાહુલ ગાંધીએ લખ્યું- આજે આ ઐતિહાસિક ચૂંટણીનો બીજો તબક્કો છે જે દેશનું ભાગ્ય નક્કી કરવા જઈ રહ્યો છે. તમારો મત નક્કી કરશે કે આગામી સરકાર ‘થોડા અબજોપતિઓ’ની હશે કે 140 કરોડો ભારતીયોની. આથી દરેક નાગરિકની ફરજ છે કે આજે ઘરની બહાર આવીને બંધારણના સૈનિક બનીને લોકશાહીની રક્ષા માટે મતદાન કરે.
02:39 AM26 એપ્રિલ 2024
- કૉપી લિંક
TMCનો દાવો- સેન્ટ્રલ ફોર્સ મહિલાઓને વોટિંગ કરવાથી રોકી રહ્યું છે
TMCએ દાવો કર્યો છે કે સેન્ટ્રલ ફોર્સ બાલુરઘાટનાં હમીરપુરમાં લોકોને મતદાન કરવાથી રોકી રહ્યું છે. આ સિવાય રાયગંજના ગોલપોખરમાં ખાસ કરીને મહિલાઓને વોટ કરવા દેવામાં નથી આવી રહ્યા. આ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે અને ચૂંટણી પંચે મૌન જાળવ્યું છે.
02:38 AM26 એપ્રિલ 2024
- કૉપી લિંક
મહારાષ્ટ્રના અમરાવતી અને બુલઢાણામાં વરસાદ, મતદાનની ગતિ ધીમી
મહારાષ્ટ્રના અમરાવતી અને બુલઢાણામાં ઘણી જગ્યાએ વરસાદને કારણે મતદાન ધીમી ગતિએ ચાલી રહ્યું છે. જેમાં બુલઢાણા, ખેમગાંવ, મોટેરા, શેગાંવ તાલુકાનો સમાવેશ થાય છે.
02:38 AM26 એપ્રિલ 2024
- કૉપી લિંક
વસુંધરા રાજેએ કહ્યું- મોદી ત્રીજીવાર PM બનશે
02:06 AM26 એપ્રિલ 2024
- કૉપી લિંક
સુધા મૂર્તિએ કહ્યું- શહેરના લોકો ગામડાના લોકો કરતા ઓછું મતદાન કરે છે.
બેંગલુરુમાં વોટ આપવા આવેલા રાઈટર સુધા મૂર્તિએ કહ્યું- હું બધાને કહેવા માંગુ છું કે ઘરે ન બેસો. ઘરની બહાર નીકળો અને મતદાન કરો. મને હંમેશા લાગે છે કે શહેરના લોકો ગામડાના લોકો કરતા ઓછું મતદાન કરે છે.
02:03 AM26 એપ્રિલ 2024
- કૉપી લિંક
પીએમ મોદીએ લોકોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી
