નવી દિલ્હી5 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે (28 ઓગસ્ટ) કોલકાતામાં ટ્રેઇની ડોક્ટરના રેપ-મર્ડર કેસ પર પોતાનું પહેલું નિવેદન આપ્યું હતું. સમાચાર એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, હું આ ઘટનાથી નિરાશ અને ડરી ગઈ છું.
વધુમાં મુર્મુએ કહ્યું કે, હવે બહુ થયું. કોઈ પણ સંસ્કારી સમાજ પોતાની દીકરીઓ અને બહેનો પર આવા અત્યાચારને મંજૂરી આપી શકે નહીં. કોલકાતામાં વિદ્યાર્થીઓ, ડોક્ટરો અને નાગરિકો વિરોધ કરી રહ્યા હતા ત્યારે ગુનેગારો અન્યત્ર સક્રિય હતા.
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 8-9 ઓગસ્ટની રાત્રે 31 વર્ષીય ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. 10 ઓગસ્ટના રોજ પોલીસે સીસીટીસી ફૂટેજના આધારે સંજય રોય નામના સિવિલ વોલંટીયરની ધરપકડ કરી હતી.
રાષ્ટ્રપતિએ કહ્યું- ઘૃણાસ્પદ માનસિકતાવાળા મહિલાઓને કમજોર માને છે
રાષ્ટ્રપતિએ કહ્યું- સમાજે પ્રામાણિકપણે, ઉદ્દેશ્યપૂર્વક આત્મનિરીક્ષણ કરવાની અને પોતાને કેટલાક મુશ્કેલ પ્રશ્નો પૂછવાની જરૂર છે. ઘણી વાર અપમાનજનક માનસિકતા સ્ત્રીઓને નબળા, ઓછી સક્ષમ, ઓછી બુદ્ધિશાળી માનવી તરીકે જુએ છે.
દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, ઘણી વાર ઘૃણાસ્પદ માનસિકતા ધરાવતા લોકો મહિલાઓને તેમનાથી નીચી માને છે. તેઓ સ્ત્રીઓને ઓછી શક્તિશાળી, ઓછી સક્ષમ, ઓછી બુદ્ધિશાળી તરીકે જુએ છે. નિર્ભયાની ઘટનાના 12 વર્ષમાં સમાજ બળાત્કારની અસંખ્ય ઘટનાઓને ભૂલી ગયો છે. સમાજમાં ભૂલી જવાની આ સામૂહિક આદત ઘૃણાજનક છે.
વધુમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, જે સમાજ ઈતિહાસનો સામનો કરવાથી ડરતો હોય છે તે જ વસ્તુઓ ભૂલી જાય છે. હવે સમય આવી ગયો છે કે ભારત તેના ઇતિહાસનો સંપૂર્ણ સામનો કરે. આપણે સાથે મળીને આ વિકૃતિનો સામનો કરવાની જરૂર છે જેથી તેને શરૂઆતમાં જ ખતમ કરી શકાય.
આ સમાચાર પણ વાંચો…
કોલકાતા રેપ-હત્યા કેસઃ BJPના બંગાળ બંધ દરમિયાન હિંસા:ઉત્તર 24 પરગના જિલ્લામાં BJP નેતાની કાર પર ફાયરિંગ, બોમ્બમારો; મમતાએ કહ્યું- ભાજપ રાજ્યને બદનામ કરી રહ્યું છે
કોલકાતામાં ટ્રેઈની ડોક્ટરના રેપ-હત્યાના વિરોધમાં વિદ્યાર્થી સંગઠનોની રેલી બાદ ભાજપે 12 કલાક બંધનું એલાન આપ્યું હતું. ઉત્તર 24 પરગના જિલ્લાના ભાટાપારામાં બંધ દરમિયાન બીજેપી નેતાની કાર પર ફાયરિંગ થયું હતું. બીજેપી નેતા પ્રિયંગુ પાંડેએ જણાવ્યું – TMCના લગભગ 50-60 લોકોએ રસ્તો રોકીને કારને અટકાવી હતી. આ દરમિયાન ભીડમાંથી 6-7 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું અને 7-8 બોમ્બ ઝીંકવામાં આવ્યા હતા. ડ્રાઇવર સહિત બે લોકોને ગોળી વાગી હતી અને એક વ્યક્તિ ગંભીર થયો હતો. આ સમાચાર વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો…
કોલકાતા બળાત્કાર-હત્યા કેસ: પ્રોટેસ્ટ માર્ચમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ:ઘણા ઘાયલ, પોલીસે કહ્યું- રેલી ગેરકાયદે; સ્ટુડન્ટ્સ સામેની કાર્યવાહીના વિરોધમાં આવતીકાલે ભાજપનું બંગાળ બંધ
ટ્રેઇની ડોક્ટરના બળાત્કાર-હત્યાના કેસ પછી પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના રાજીનામાની માગ સાથે, 27 ઑગસ્ટ, મંગળવારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રસ્તાઓ પર પ્રદર્શન કર્યું હતું. આ સમાચાર વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો…
દારૂ પીધો, રેડ લાઈટ એરિયામાં ગયો:ગર્લફ્રેન્ડ પાસેથી ન્યૂડ ફોટા માગ્યા; આરોપી સંજયે ગુનો કબૂલ્યો: કોલકાતા રેપની ઇનસાઈડ સ્ટોરી
કોલકાતા રેપ-મર્ડર કેસના મુખ્ય આરોપી સંજય રોયે પોલીગ્રાફ ટેસ્ટમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે. સંજયે કહ્યું કે તેણે ટ્રેઇની ડોક્ટરની બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરી હતી. ઘટનાને અંજામ આપતા પહેલા તે રેડ લાઈટ એરિયામાં ગયો હતો. રસ્તામાં તેણે એક છોકરીની છેડતી કરી અને તેની ગર્લફ્રેન્ડ પાસેથી ન્યૂડ તસવીરો માગી. આ સમાચાર વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો…