તિરુવનંતપુરમ10 કલાક પેહલા
- કૉપી લિંક
કેરળની દૂરદર્શન ચેનલના એક લાઈવ શો દરમિયાન કૃષિ નિષ્ણાતનું મોત થયું હતું. મૃતકની ઓળખ ડૉ. અની એસ દાસ (59 વર્ષ) તરીકે થઈ છે. આ ઘટના શુક્રવારે એટલે કે 12મી જાન્યુઆરીએ બની હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
એવું કહેવામાં આવ્યું હતું કે ડૉ. અની શુક્રવારે સાંજે લગભગ 6.30 વાગ્યે દૂરદર્શનના કૃષિ દર્શન કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. લાઈવ શો દરમિયાન એન્કરે તેમને એક સવાલ પૂછ્યો. જવાબ આપતી વખતે ડૉક્ટર અની અચાનક ચુપ થઈ ગયા અને ખુરશી પર પાછળની તરફ ઢળી પહ્યા હતા. આ પછી એન્કરે તરત જ પ્રસારણ બંધ કરવાનું કહ્યું હતું.
ચેનલ સ્ટાફની મદદથી એક્સપર્ટને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેઓ કોઈ ગંભીર બીમારીથી પીડિત હતા કે કેમ તે અંગે પણ કોઈ માહિતી જાણવા નથી.
ડૉ.અની દાસ કેરળ કૃષિ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા
ડૉ.અની એસ. દાસ કોલ્લમ જિલ્લાના રહેવાસી હતા. તેઓ કેરળ લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બોર્ડ (KLDB)ના મેનેજિંગ ડિરેક્ટર અને જૈવ સંસાધન અને કૃષિ સેવાઓ કેન્દ્રના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા.
આ ઉપરાંત તેઓ કેરળ કૃષિ યુનિવર્સિટીના મનુથી કોમ્યુનિકેશન સેન્ટરમાં પ્રોફેસર પણ હતા. તેઓ અવારનવાર દૂરદર્શન પર કૃષિ સંબંધિત કાર્યક્રમોમાં નિષ્ણાત તરીકે ભાગ લેતા હતા.
6 દિવસ પહેલા ક્રિકેટ પીચ પર એન્જીનીયર યુવકનું મૃત્યુ થયું હતું
આ ઘટના ત્યારે બની જ્યારે 9 જાન્યુઆરીએ નોઈડામાં કોર્પોરેટ ક્રિકેટ લીગમાં મેવેરિક્સ ઈલેવન અને બ્લેઝિંગ બુલ્સ વચ્ચે મેચ ચાલી રહી હતી.
યુપીના નોઈડામાં 9 જાન્યુઆરીએ ક્રિકેટ રમતા એક યુવકનું મોત થયું હતું. 34 વર્ષીય મૃતક વિકાસ નેગી એક એન્જિનિયર હતો જે નોઈડામાં કોર્પોરેટ લીગ મેચ રમી રહ્યો હતો. ક્રિકેટની પીચ પર તેને હાર્ટ એટેક આવ્યો હતો. સાથી બેટ્સમેન અને ફિલ્ડિંગ ટીમના ખેલાડીઓ તેને સીપીઆર આપતા રહ્યા, પરંતુ ખેલાડીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
અન્ય સમાચાર પણ વાંચો…
ડાન્સ કરતાં-કરતાં યુવકનું મોત…VIDEO:સાળીના લગ્નમાં 30 મિનિટ સુધી કર્યો ડાન્સ, જમીન પર પડ્યો પછી ઊભો જ ના થયો
શાહજહાંપુરમાં લગ્નમાં ડાન્સ કરતાં કરતાં યુવકના મોતનો વીડિયો સામે આવ્યો છે. આમાં તે ડીજે અને બેન્ડની ધૂન પર ડાન્સ કરતો જોવા મળે છે. તે લગભગ 30 મિનિટ સુધી ડાન્સ કરી રહ્યો હતો. આ દરમિયાન તે ડાન્સ કરતી વખતે અચાનક જમીન પર પડી ગયો. ત્યાં હાજર લોકો તેના પડવાને યુવકનો ડાન્સ સ્ટેપ માની રહ્યા હતા. થોડીવાર પછી જ્યારે લોકો તેની પાસે જઇને જોયું ત્યારે તે જમીન પર સૂઈ ગયો હતો. આ પછી અફરાફરી મચી ગઈ હતી. પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયાં, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
જોનપુરમાં શિવજી બનેલા કલાકારનું મોત
જોનપુર જિલ્લામાં રામલીલામાં ભગવાન શિવનું પાત્ર ભજવી રહેલા કલાકારનું મૃત્યું થયું હતું. આ ઘટના જોનપુરના બેલાસિન ગામની હતી. ગામના જ રહેવાસી 45 વર્ષના રામ પ્રસાદ ઉર્ફે છબ્બન પાંડે આદર્શ રામલીલા સમિતિના સભ્ય હતા. તેઓ ભગવાન શિવનું પાત્ર ભજવી રહ્યા હતા.
ડાન્સ કરતાં કરતાં હાર્ટ-એટેક આવતાં થયું મોત:ચાર બહેનો લગ્નમાં નાચી રહી હતી, અચાનક એક ઢળી પડી
ઘટના એમપીના સિવની જિલ્લાના બખારી ગામની છે. બુધવાર રાત્રે અહીં એક લગ્ન પ્રસંગમાં મેંદી રસમનો કાર્યક્રમ હતો. બધા આનંદથી નાચી રહ્યા હતા. ઘરના સભ્યો પોતાનો વારો આવવા પર સ્ટેજ પર્ફોર્મન્સ આપી રહ્યા હતા. ઘરની વયોવૃદ્ધ મહિલાનો વારો આવ્યો. ચાર વયોવૃદ્ધ મહિલાએ સ્ટેજ પર ડાન્સ કરવાનું શરૂ કર્યું. ગીત પૂરું થતાં જ અચાનક 55 વર્ષની દાસોદી સાહુ પડી ગઇ. પરિવારજનો જિલ્લા હોસ્પિટલ સિવની લઈ ગયાં, જ્યાં ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી. જણાવ્યું કે મોત હાર્ટ-એટેકને કારણે થયું છે. આ દુર્ઘટના બાદ લગ્નની ખુશીઓ માતમમાં બદલાઇ ગઈ.