- Gujarati News
- National
- Pune Content Creater Road Rage Case; Jerlyn D’Silva Vs Car Driver | Baner Pashan Road
પુણે25 મિનિટ પેહલા
- કૉપી લિંક
પુણેમાં રોડરેજની વધુ એક ઘટના સામે આવી છે. આ વખતે આરોપ એક વૃદ્ધ દંપતી પર છે. પીડિત મહિલા જેર્લિન ડી’સિલ્વાના જણાવ્યા પ્રમાણે કારચાલકે તેના ચહેરા પર મુક્કો માર્યો અને અપશબ્દોનો ઉપયોગ કર્યો. મહિલાએ આ મામલે FIR નોંધાવી છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મહિલાનો આરોપ છે કે 20 જુલાઈએ બપોરે 1.30 વાગ્યે તે તેના કાકાનાં બે બાળકો સાથે બાનેર રોડ પરથી સ્કૂટી પર જઈ રહી હતી. મહાબળેશ્વર હોટલ ચોકમાં સફેદ રંગની કાર ઝડપથી આગળ નીકળી ગઈ હતી. હોર્ન વાગતાં જ વૃદ્ધ ડ્રાઈવર ગુસ્સે થઈ ગયો અને સ્કૂટર આગળ કાર પાર્ક કરી દીધી.
મહિલાના કહેવા પ્રમાણે, કારમાંથી ઊતર્યા બાદ આરોપીએ તેનો રેઈનકોટ પકડી લીધો અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો. તેણે મહિલાના ચહેરા પર એટલો જોરથી મુક્કો માર્યો કે મારા નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. આ પછી જ્યારે ભીડ વધી તો તે ત્યાંથી ભાગવા લાગ્યો હતો.
સાઇડ ન આપી એટલે ગુસ્સે થયો
જેર્લિન ડી’સિલ્વા એક ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર છે. તેણે તેની આપવીતીનો વીડિયો પોસ્ટ કર્યો. આ ઘટના પઠાણ-બાનેર લિંક રોડ પર બની હતી. આરોપી તેની પાછળ બે કિલોમીટર સુધી તેજ ગતિએ જતો રહ્યો હતો. જ્યારે તે રસ્તાની ડાબી બાજુએ ઊભી હતી, ત્યારે તેણે તેને ઓવરટેક કર્યો અને તેના સ્કૂટરની સામે આવીને થંભી ગયો.
ડી’સિલ્વાએ કહ્યું- તે ખૂબ જ ગુસ્સામાં કારમાંથી બહાર આવ્યો. મારી સાથે દુર્વ્યવહાર કર્યો, મને બે વાર મુક્કો માર્યો અને મારા વાળ ખેંચ્યા. મારી સાથે બે બાળકો હતાં, તેને કોઈ ચિંતા નહોતી. આ શહેર કેટલું સુરક્ષિત છે? લોકો કેમ ગાંડા જેવું વર્તન કરે છે? એક મહિલાએ મને મદદ કરી. વીડિયોમાં પીડિતાના મોં અને નાકમાંથી લોહી નીકળતું જોવા મળ્યું હતું. આરોપીની ઓળખ સ્વપ્નિલ કેકરે તરીકે થઈ છે.
પીડિતાના કાકાએ કહ્યું- બાળકો ડરથી ચીસો પાડી રહ્યાં હતાં
જર્નિસ ડી’સિલ્વાના કાકા વિશાલે જણાવ્યું કે ઘટના બાદ ભત્રીજીએ ફોન કર્યો અને કહ્યું કે આરોપીએ તેને કોઈ કારણ વગર માર માર્યો હતો. સ્કૂટર તેની કાર સાથે અથડાયું ન હતું. તે માણસની પત્ની તેની સાથે હતી, પરંતુ તેણે તેને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો. બાળકોને શારીરિક રીતે ઈજા થઈ ન હતી, પરંતુ તેઓ ડરી ગયા હતા અને ચીસો પાડી રહ્યાં હતાં.
મહારાષ્ટ્રમાં તાજેતરમાં રોડ રેજની 5 મોટી ઘટનાઓ પ્રકાશમાં આવી…
જુલાઇ 17: સગીરે મહિલાને કચડી નાખવાનો પ્રયાસ કર્યો, તેને જુવેનાઇલ હોમમાં મોકલવામાં આવ્યો
17 જુલાઈના રોજ પુણેના આલંદી વિસ્તારના વડગાંવ ઘેનંદ ગામમાં, 17 વર્ષીય યુવકે વિવાદ બાદ એક મહિલાને કાર વડે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ કારમાં બેસતા પહેલાં મહિલાના પતિ અને અન્ય સંબંધીને કથિત રીતે દુર્વ્યવહાર કર્યો હતો અને ધમકી આપી હતી. આ પછી છોકરાએ બેદરકારીપૂર્વક કાર ચલાવી અને મહિલાને ટક્કર મારી. મહિલાને સામાન્ય ઈજાઓ થઈ હતી. યુવકને બાળગૃહમાં રાખવામાં આવ્યો છે.
જુલાઈ 16: NCP નેતાના પુત્રની SUV અને ટેમ્પો અથડાયાઃ 2 ઘાયલ, FIR નોંધાઈ

16 જુલાઈના રોજ, પૂણેના ડેપ્યુટી મેયર અને એનસીપી (શરદ જૂથ)ના નેતા બંધુ ગાયકવાડના 25 વર્ષીય પુત્ર સૌરભ ગાયકવાડે તેની એસયુવીને ટેમ્પો ટ્રક સાથે અથડાવી હતી. અકસ્માતમાં ટેમ્પોચાલક અને તેના સાથી ઘાયલ થયા છે. સૌરભ ગાયકવાડને પણ ઈજાઓ થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સૌરભ ગાયકવાડ નશામાં હતો. જો કે પોલીસે આ વાતને સમર્થન આપ્યું નથી.
જુલાઈ 7: મુંબઈમાં શિવસેનાના નેતાના પુત્રએ દંપતીને BMW વડે ટક્કર મારી, મહિલાનું મોત

પુણેના પોર્શ અકસ્માત કેસની જેમ, આ મહિને મુંબઈમાં એક પ્રખ્યાત ડ્રિંક-એન્ડ-ડ્રાઈવ કેસ પ્રકાશમાં આવ્યો હતો. 7 જુલાઈના રોજ, મુખ્યમંત્રી એકનાથ શિંદેના શિવસેના પક્ષના નેતા રાજેશ શાહના 24 વર્ષીય પુત્ર મિહિર શાહે તેની BMW વડે સ્કૂટી સવાર એક દંપતીને ટક્કર મારી હતી. ઘટનાસ્થળેથી ભાગતી વખતે આરોપીએ 45 વર્ષની મહિલાને કારમાં 100 મીટર સુધી ખેંચી લીધી, જેના કારણે તેનું મોત થયું. ઘટનાના લગભગ 60 કલાક બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
22 જૂન: NCP ધારાસભ્યના ભત્રીજાએ બાઇક સવારને ફોર્ચ્યુનર સાથે ટક્કર મારી, મૃત્યુ

પુણેમાં 22 જૂને મોડી રાત્રે એક માર્ગ અકસ્માત થયો હતો. એવો આરોપ છે કે એનસીપી ધારાસભ્ય (અજિત પવાર જૂથ) દિલીપ મોહિતે પાટીલના ભત્રીજા મયૂરે બાઇક સવારને ટક્કર મારી હતી, પરિણામે તેનું મૃત્યુ થયું હતું. પુણે-નાસિક હાઈવે પર એકલહેરે વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. મયૂર ફોર્ચ્યુનર કાર ખોટી દિશામાં ચલાવી રહ્યો હતો. અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવકની ઓળખ ઓમ ભાલેરાવ (19 વર્ષ) તરીકે થઈ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
19 મે: 17 વર્ષીય સગીર પોર્શ કાર વડે એન્જિનિયરોને ટક્કર મારી, છોકરો અને છોકરીનું મોત

પુણેમાં, બિલ્ડરના સગીર પુત્રે 2.5 કરોડની કિંમતની પોર્શ કાર વડે બાઇક સવાર સોફ્ટવેર એન્જિનિયરોને ટક્કર મારી હતી. અકસ્માતમાં 24 વર્ષના છોકરા-છોકરીનું મોત થયું હતું. ઘટના સમયે, આરોપી નશામાં હતો અને 200 KM/Hની ઝડપે કાર ચલાવી રહ્યો હતો. જોકે, ઘટનાના 15 કલાકમાં જ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે આરોપીઓને ટ્રાફિક નિયમો પર નિબંધ લખવા સહિત 7 નાની શરતો પર જામીન આપ્યા હતા, જેના કારણે આ કેસ સમાચારોમાં રહ્યો હતો.