29 મિનિટ પેહલા
- કૉપી લિંક
હાલ પુણેના પોર્શ અકસ્માત કેસ ચર્ચામાં બનેલો છે. જુવેનાઇલ બોર્ડે બુધવારે 22 મેના રોજ સગીર આરોપીની જામીન રદ કરી તેને 5 જૂન સુધી બાળ સુધાર કેન્દ્ર મોકલી દીધો છે. હવે આ કેસ સાથે જોડાયેલાં નવા-નવા દાવા સામે આવી રહ્યા છે.
- આવો જ એક દાવો છે કે સગીર આરોપીએ પુણેમાં પોતાની પોર્શ કારથી બે માસૂમને કચડ્યા બાદ રેપ સોન્ગ બનાવ્યું હતું.
- આ દાવા સાથે જોડાયેલી ટ્વિટ્સ અનેક વેરિફાઇડ અને નોન-વેરિફાઇડ યૂઝર્સે શેર કરી છે.
ધ જયપુર ડાયલોગ નામના વેરિફાઇડ એક્સ અકાઉન્ટે પોતાની ટ્વિટમાં લખ્યું- પુણે પોર્શ એક્સીડેન્ટના સગીર આરોપીને ન્યાયતંત્રને એક નિબંધ લખવા માટે કહ્યું હતું. આ તે રેપ સોન્ગ છે, જે નાબાલિકે લખ્યું. પોલીસ આ વાતની તપાસ કરી રહી છે કે આ વીડિયો આરોપીનો છે કે નહીં. જોકે, જેમણે પણ આ વીડિયો બનાવ્યો છે, તેનો અહંકાર જુઓ. (ટ્વીટની આર્કાઇવ લિંક )
ટ્વિટ જુઓઃ
હજુ સમાચાર છપાય ત્યાં સુધી ધ જયપુર ડાયલોગના આ ટ્વિટને 11 હજાર લોકો લાઇક કરી ચૂક્યા હતા. ત્યાં જ, 4 હજારથી વધારે લોકો તેને રિટ્વિટ કરી ચૂક્યા હતા. ધ જયપુર ડાયલોગને એક્સ પર 3.39 લાખ યૂઝર્સ ફોલો કરે છે.
Naks નામના વેરિફાઇડ યૂઝરે પોતાના ટ્વિટમાં TV9 મરાઠીની એક વીડિયો ક્લિક શેર કરીને લખ્યું- જામીન મળ્યા પછી વેદાંત અગ્રવાલે બનાવ્યું રેપ સોન્ગ. (ટ્વીટની આર્કાઇવ લિંક )
ટ્વિટ જુઓ:
ત્યાં જ, વિજય નામના એક્સ યૂઝરે પોતાની ટ્વિટમાં લખ્યું- સગીર આરોપીએ પુણેમાં પોતાની પોર્શ કારથી બે માસૂમ લોકોની હત્યા પછી એક રેપ સોન્ગ બનાવ્યું હતું. જોકે, તે ભારતીય ન્યાયતંત્રની મજાક ઉડાવી રહ્યો છે, જેને 300 શબ્દોનો નિબંધ લખ્યા પછી જામીન આપી હતી. ( આર્કાઇવ ટ્વિટ જુઓ)
ટ્વિટ જુઓ:
વાઇરલ વીડિયોની હકીકત શું છે?
વાઇરલ વીડિયોની હકીકત જાણવા માટે અમે ગૂગલ પર ઓપન સર્ચની મદદ લીધી. તપાસ દરમિયાન અમે અંગ્રેજી સમાચાર ફ્રી પ્રેસ જર્નલમાંથી એક સમાચાર મળ્યા. આ સમાચારની હેડલાઇન હતી- ‘ફિર સે દિખાઊંગા સડક પે ખેલ…પુણે પોર્શ અકસ્માતના આરોપીનો કથિત રેપ વીડિયો વાઇરલ, પોલીસે ફેક ગણાવ્યો.’
સ્ક્રીનશોટ જુઓ:
ફ્રી પ્રેસે પોતાના સમાચારમાં લખ્યું હતું-
ક્રાઇમ બ્રાન્ચ, ઝોન 1ના એસપી સુનીલ તાંબેએ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો પોર્શ અકસ્માતના આરોપી સગીર યુવકે બનાવ્યો છે. આ દાવો ફેક છે. અમે તેની તપાસ સાથે જ ટેક્નિકલ એનાલિસિસ પણ કરી રહ્યા છીએ.
ફ્રી પ્રેસ સમાચારની આર્કાઇવ લિંક વાંચો.
તપાસ દરમિયાન અમને સુનૈના હોલે નામની યુઝરની એક ટ્વિટ મળી, જેમાં તેમણે લખ્યું હતું-
પુણે હિટ એન્ડ રન કેસ ફેક ન્યૂઝ વીડિયો એલર્ટ: TV9Marathi અને abpmajhtv પર ચાલી રહેલા સમાચાર નકલી છે. આ રેપ સોંગ કોઈ સગીર દ્વારા બનાવવામાં આવ્યું નથી. આ વીડિયોને કોઈએ આર્યન ક્રિજિસ્તાન 2 દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. સ્ક્રીનશોટ અને વિડિયો અહીં આપેલાં છે. (ટ્વીટની આર્કાઇવ લિંક )
ટ્વિટ જુઓ:
એક્સ યૂઝર સુનૈનાએ જે આર્યન ક્રિજિસ્તાન 2નો ઉલ્લેખ પોતાના ટ્વિટમાં કર્યો હતો, તપાસ દરમિયાન તે અમને ઇન્સ્ટાગ્રામ પર મળ્યો. યૂઝરના ઇન્સ્ટા પર 66 હજાર ફોલોઅર્સ છે અને તે એક ક્રિએટર છે.
સ્ક્રીનશોટ જુઓ:
જેથી સ્પષ્ટ છે કે વાઇરલ વીડિયોને લઈને જે દાવો કરવામાં આવી રહ્યો છે તે સંપૂર્ણપણે ખોટો છે. રેપ સોન્ગમાં દેખાતો વ્યક્તિ પૂણે પોર્શ કાર અકસ્માતનો સગીર આરોપી નથી, પરંતુ ઇન્સ્ટાગ્રામ ક્રિએટર છે.
ફેક ન્યૂઝ સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને @ fakenewsexpose @dbcorp.in અને WhatsApp – 9201776050 પર ઈ-મેઇલ કરો.