ઇમ્ફાલ2 કલાક પેહલા
- કૉપી લિંક
રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બર 2022થી 30 જાન્યુઆરી 2023 સુધી ભારત જોડો યાત્રા કરી હતી, જે કન્યાકુમારીથી શરૂ થઈને શ્રીનગરમાં પૂરી થઈ હતી.
કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીથી શરૂ થશે. મણિપુરમાં જે મેદાનથી આ યાત્રા શરૂ થવાની છે, તેના માટે રાજ્ય સરકારે માટે મંજૂરી આપી નથી. સોમવારે જ્યારે પાર્ટીના નેતાઓ રાજ્યના મુખ્ય સચિવ વિનીત જોશીને મળ્યા હતા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે આ મામલો મુખ્યમંત્રી એન બિરેન સિંહ પાસે છે.
કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આ કાર્યક્રમ માટે મંજુરી માટેની અરજી એક સપ્તાહ પહેલા કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી મંજૂરી મળી નથી.
વેણુગોપાલે વધુમાં કહ્યું કે આ કોઈ રાજકીય યાત્રા નથી, તેથી સરકારે આ મામલે રાજકારણ ન કરવું જોઈએ. આ યાત્રાનો ઉદ્દેશ્ય પરેશાન મણિપુરના લોકોના ઘાને મટાડવાનો અને નફરતને ખતમ કરીને પ્રેમનો સંદેશ ફેલાવવાનો છે.
અગાઉ આ યાત્રાને ભારત ન્યાય યાત્રા નામ આપવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને તેનું નામ બદલીને ભારત જોડો ન્યાય યાત્રા કરી દીધું.
મણિપુરના લોકોને ન્યાયની જરૂર છેઃ વેણુગોપાલ
મણિપુરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા વેણુગોપાલે કહ્યું કે અમે આ સ્થળનું ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે આ યાત્રા શરૂ કરી રહ્યા છીએ. મણિપુરથી મુંબઈ સુધીના 6,500 કિલોમીટરના અંતરને આવરી લેતી આ ઐતિહાસિક યાત્રા યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબો માટે ન્યાયની માંગ કરે છે. મણિપુરના લોકો ન્યાયના હકદાર છે, કારણ કે મણિપુરની હાલત જોઈને અન્ય રાજ્યો દુઃખી છે અને મણિપુરના લોકોને ન્યાયની જરૂર છે.
ભારત જોડો ન્યાય યાત્રા 14 રાજ્યો અને 85 જિલ્લાઓને આવરી લેશે
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી 14 જાન્યુઆરીથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરશે. આ યાત્રા મણિપુરથી શરૂ થશે અને 20 માર્ચે મુંબઈમાં સમાપ્ત થશે. લોકસભા ચૂંટણીના લગભગ 4 મહિના પહેલા યોજાનારી આ યાત્રામાં 14 રાજ્યો અને 85 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. આ દરમિયાન રાહુલ પગપાળા અને બસ દ્વારા 6 હજાર 200 કિલોમીટરથી વધુનું અંતર કાપશે.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ અને જયરામ રમેશે 27 ડિસેમ્બરે પાર્ટીના મુખ્યાલયમાં ભારત ન્યાય યાત્રા વિશે મીડિયાને માહિતી આપી હતી. પાર્ટીના નેતાઓએ કહ્યું કે કોંગ્રેસ ભારત જોડો યાત્રા પછી ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવશે.
તે મણિપુરથી શરૂ થઈને નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાંથી પસાર થશે અને મહારાષ્ટ્રમાં સમાપ્ત થશે.
મલ્લિકાર્જુન ખડગે યાત્રાને લીલી ઝંડી આપશે
વેણુગોપાલે કહ્યું હતું કે પાર્ટી અધ્યક્ષ ખડગે આ મુલાકાતને લીલી ઝંડી આપશે. ભારત જોડો ન્યાય યાત્રાનો ઉદ્દેશ્ય આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય છે.
આ યાત્રા દરમિયાન રાહુલ યુવાનો, મહિલાઓ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને મળશે. બસ પ્રવાસ દ્વારા વધુને વધુ લોકો સુધી પહોંચવામાં આવશે. યાત્રાના કેટલાક નાના ભાગોને પગપાળા પણ કવર કરવામાં આવશે.
રાહુલ 145 દિવસ માટે ભારતનો પ્રવાસ કરી ચુક્યા છે
આ પહેલા રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બર 2022 થી 30 જાન્યુઆરી 2023 સુધી ભારત જોડો યાત્રા કાઢી હતી. 145 દિવસની યાત્રા તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈને જમ્મુ-કાશ્મીરમાં પૂરી થઈ. ત્યારે રાહુલે 3570 કિલોમીટરની યાત્રામાં 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લીધા હતા.
શ્રીનગરમાં યાત્રાના સમાપન પર શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં રાહુલે કહ્યું હતું – મેં આ યાત્રા મારા માટે કે કોંગ્રેસ માટે નહીં પરંતુ દેશની જનતા માટે યોજી હતી. અમારો ઉદ્દેશ્ય એવી વિચારધારા સામે ઊભા રહેવાનો છે જે આ દેશના પાયાને ખતમ કરવા માંગે છે.
યાત્રા દરમિયાન રાહુલે 12 સભાઓ સંબોધી હતી, 100થી વધુ મીટિંગો અને 13 પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ચાલતી વખતે તેમણે 275 થી વધુ ચર્ચાઓમાં ભાગ લીધો હતો, જ્યારે ક્યાંક-ક્યાંક રોકાઈને લગભગ 100 જેટલી ચર્ચાઓ કરી હતી.
ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી કેટલા બદલાયા હતા, 10 તસવીરો…
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન તેમની રાજનીતિ કરતા તેમના લુક્સ વધુ ચર્ચામાં રહ્યા હતા. કન્યાકુમારીમાં 7 સપ્ટેમ્બરે યાત્રાની શરૂઆત થઈ ત્યારે રાહુલના ચહેરા પર દાઢી હતી.
રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી ભારત જોડો યાત્રા કરી હતી. ત્યારબાદ રાહુલ સફેદ ટી-શર્ટ અને ટ્રેક પેન્ટ સાથે સ્પોર્ટ્સ શૂઝ પહેરીને ચાલતા જોવા મળ્યા હતા.
રાહુલની યાત્રા 2 ઓક્ટોબરે કર્ણાટકના મૈસૂર પહોંચી હતી. દિવસભરની સફર બાદ રાહુલ મોડી સાંજે લોકોને સંબોધન કરવા સ્ટેજ તરફ ગયા ત્યારે વરસાદ શરૂ થયો હતો. રાહુલે વરસાદ બંધ થવાની રાહ જોઈ ન હતી. વરસાદમાં પલળતા- પલળતા રાહુલે પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું.
જ્યારે રાહુલ ગાંધી તેલંગાણા પહોંચ્યા ત્યારે તેઓ ખેડૂતોના સમર્થનમાં શેરડી લઈને ચાલતા દેખાયા હતા. જ્યાં સુધી તેઓ અહીં પહોંચ્યા ત્યાં સુધીમાં રાહુલનો લુક પણ બદલાઈ ગયો હતો અને તેની દાઢી પણ વધી ગઈ હતી. જો કે તેઓ માત્ર સફેદ ટી-શર્ટ પહેરીને જ યાત્રા કરી રહ્યા હતા.
રાહુલે કોંગ્રેસ શાસિત રાજ્ય રાજસ્થાન પહોંચ્યા બાદ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે ચર્ચા કરી હતી. આ સમય સુધીમાં ઠંડી પડી રહી હતી, પરંતુ રાહુલે માત્ર સફેદ ટી-શર્ટ પહેર્યું હતું.
રાહુલ ગાંધીએ 24 ડિસેમ્બરે માતા સોનિયા ગાંધી સાથે આ તસવીર શેર કરી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે તેમની પાસેથી મળેલા પ્રેમને હું દેશમાં વહેંચી રહ્યો છું.
રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરના બનિહાલ પહોંચ્યા ત્યારે કડકડતી ઠંડી હતી. રાહુલે અહીં કેપ પહેરી હતી, પરંતુ તેણે સફેદ હાફ બાંયની ટી-શર્ટ પહેરવાનું ચાલુ રાખ્યું હતું, જ્યારે તેની સાથે હાજર લોકોએ ગરમ કપડાં પહેર્યા હતા. દાઢી મોટી થઈ ગઈ હતી.
શ્રીનગરમાં યાત્રાનું સમાપન કરતા પહેલા પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો હાથ પકડી રહેલા રાહુલ ગાંધી. તેમની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ પાછળ દેખાય છે. ત્યારબાદ રાહુલ કાશ્મીરી ડ્રેસમાં જોવા મળ્યા હતા.
ભારત જોડો યાત્રાના સમાપન પહેલા શ્રીનગરમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ હતી. આ દરમિયાન રાહુલ અને પ્રિયંકાએ બરફમાં ખૂબ મસ્તી કરી હતી. ત્યારે રાહુલે સફેદ ટી-શર્ટ અને હાફ જેકેટ પહેર્યું હતું.
ભારત જોડો યાત્રા 30 જાન્યુઆરી 2023 ના રોજ શ્રીનગરમાં સમાપ્ત થઈ. આ દરમિયાન રાહુલે કેપ અને કાશ્મીરી ડ્રેસ પહેરીને ભારે હિમવર્ષા વચ્ચે પોતાનું ભાષણ પૂરું કર્યું હતું.