- Gujarati News
- National
- Rahul Gandhi; Parliament Session LIVE Update | Narendra Modi Anurag Thakur BJP Congress
નવી દિલ્હી4 મિનિટ પેહલા
- કૉપી લિંક
શુક્રવારે (28 જૂન) સંસદ સત્રનો પાંચમો દિવસ છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આજે આભાર પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ, પરંતુ કાર્યવાહી શરૂ થયાની 15 મિનિટમાં જ ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
વિપક્ષ NEET પર ચર્ચાની માંગણી સાથે સ્થગિત દરખાસ્ત લાવ્યો હતો. જેના પર લોકસભાના સ્પીકરે કહ્યું કે નિયમો અનુસાર રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ દરમિયાન સ્થગિત પ્રસ્તાવ લાવવામાં આવતો નથી.
બીજી તરફ, સંસદમાં જતા પહેલા રાહુલ ગાંધીએ કહ્યું, ‘હું પીએમને વિનંતી કરું છું કે તેઓ NEET મુદ્દે ચર્ચા કરે. દેશના યુવાનો નર્વસ છે. તેઓ જાણતા નથી કે શું થવાનું છે. સંસદમાંથી એ મેસેજ જવો જોઈએ કે સરકાર અને વિપક્ષ તેમની ચિંતાઓને લઇને એકસાથે છે.
રાજ્યસભામાં કાર્યવાહી ચાલી રહી છે. ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ 24 જૂનથી શરૂ થયેલું સત્ર 3 જુલાઈ સુધી ચાલશે. પીએમ મોદી 3 જુલાઈએ રાજ્યસભામાં સવાલનો જવાબ આપી શકે છે.
લાઈવ અપડેટ્સ
4 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજ્યસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા વચ્ચે હોબાળો, ગૃહ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત
સંસદના બીજા ગૃહ રાજ્યસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. જ્યાં સાંસદ સુધાંશુ ત્રિવેદીએ ચર્ચા શરૂ કરી હતી. વિપક્ષે અહીં પણ NEET મુદ્દે હોબાળો મચાવ્યો હતો. જેના કારણે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.
4 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત
ગૃહમાં વધી રહેલા હંગામાને જોઈને લોકસભા અધ્યક્ષે ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.
4 મિનિટ પેહલા
- કૉપી લિંક
લોકસભાની કાર્યવાહીમાં NEET પર વિપક્ષે હંગામો મચાવ્યો
લોકસભાની કાર્યવાહી શરૂ થયાની 10 મિનિટ બાદ જ ગૃહમાં હંગામો શરૂ થઈ ગયો હતો. વિપક્ષે NEET પર ચર્ચાની માગ કરી હતી. પરંતુ સ્પીકરે કહ્યું કે રાષ્ટ્રપતિના સંબોધનની વચ્ચે ક્યારેય સ્થગિત દરખાસ્ત લેવામાં આવતી નથી.
5 મિનિટ પેહલા
- કૉપી લિંક
લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ
લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ સૌથી પહેલા વરિષ્ઠ નેતાઓના નિધન પર શ્રદ્ધાંજલિ આપી હતી.
5 મિનિટ પેહલા
- કૉપી લિંક
કાર્યવાહી શરૂ થતા પહેલા રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ કરશે
પ્રથમ સત્રના પાંચમા દિવસની કાર્યવાહી શરૂ થતા પહેલા લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી સંસદ સંકુલના મકર ગેટ પાસે પ્રેસ કોન્ફરન્સ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ NEET પેપર લીક મુદ્દે ચર્ચા કરશે.
6 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજ્યસભામાં NEET પેપર લીક પર ચર્ચા માટે સ્થગિત પ્રસ્તાવ રાખવામાં આવ્યો
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ નાસિર હુસૈન અને IUML સાંસદ અબ્દુલ વહેબે NEET પેપર લીક પર ચર્ચા કરવા માટે ગૃહમાં સ્થગિત દરખાસ્ત દાખલ કરી છે. વાસ્તવમાં, સ્થગિત દરખાસ્ત સંસદીય કાર્યવાહીની અસાધારણ પ્રક્રિયા છે. આ પ્રસ્તાવની સ્વીકૃતિ પર, ગૃહનું નિયમિત કાર્ય સ્થગિત કરવામાં આવે છે અને પ્રસ્તાવમાં ઉલ્લેખિત મુદ્દા પર ચર્ચા કરવામાં આવે છે.