29 મિનિટ પેહલા
- કૉપી લિંક
વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. કુલ 23 સેકન્ડની આ વીડિયો ક્લિપ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે રાહુલ ગાંધીએ હિન્દુઓને ચેતાવણી આપી છે.
- એક્સ અને મેટા પર શેર કરવામાં આવી રહેલાં આ વીડિયોને લઇને દાવો કરવામાં આવી રહ્યો છે કે રાહુલ ગાંધીએ હિન્દુઓને ધમકાવીને કહ્યું કે ભાજપની સરકારને હટાવ્યા બાદ સનાતનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
- આ દાવા સાથે જોડાયેલી પોસ્ટને માત્ર એક્સ પર જ નહીં મેટા (પહેલાં ફેસબૂક) પર પણ અનેક યૂઝર્સે શેર કરી છે. જોકે, અમારી તપાસમાં આ દાવો સંપૂર્ણ રીતે ફેક એટલે ખોટો સાબિત થયો છે.
તપાસ દરમિયાન અમે IAmBharatOne નામના એક્સ અકાઉન્ટથી કરવામાં આવેલી ટ્વિટ જોવા મળી. આ ટ્વિટમાં રાહુલ ગાંધીની 23 સેકેન્ડની વીડિયો ક્લિપ હતી, સાથે જ કેપ્શનમાં લખાયેલું હતું- સાંભળો ખાન પૌત્રની હિન્દુઓને ચેતાવણી! ( આર્કાઇવ ટ્વિટ )
ટ્વિટ જુઓ:
આવી જ એક ટ્વિટ વેરિફાઇડ એક્સ યૂઝર બિપિન વાજયેપીએ પણ થોડાં દિવસ પહેલાં કરી હતી. પોતાની ટ્વિટમાં બિપિને લખ્યું- સાંભળો પપ્પૂની ચેતાવણી, કેવી રીતે વિરોધીઓને ધમકારી રહ્યા છે, હિન્દુઓ વિરુદ્ધ ઝેર ઓકતા રાહુલજી તમારાથી કોઈ ડરતું નથી. ( આર્કાઇવ ટ્વિટ )
ટ્વિટ જુઓ:
તપાસ દરમિયાન અમે મેટા (પહેલાં ફેસબૂક) પર પણ આવો જ દાવો જોવા મળ્યો. અહીં એડવોકેટ સત્ય શુક્લા નામના એક યૂઝરે રાહુલ ગાંધી સાથે જોડાયેલો 23 સેકેન્ડનો વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે રાહુલ ગાંધી હિન્દુઓને ચેતાવણી આપી રહ્યા છે.
સ્ક્રીનશોટ જુઓ:
ફેસબુક પોસ્ટ જુઓ:
વાઇરલ થયેલાં વીડિયોનું સત્ય શું છે?
23 સેકેન્ડની આ વીડિયો ક્લિપનું સંપૂર્ણ સત્ય શું છે? તેનો જવાબ અમને 29 માર્ચે કરેલી રાહુલ ગાંધીની આ ટ્વિટ પરથી મળ્યો. ટ્વિટમાં લખ્યું હતું- જ્યારે સરકાર બદલાશે તો લોકતંત્રનું ચીરહરણ કરનાર લોકો પર કાર્યવાહી ચોક્કસ થશે. અને આ કાર્યવાહી એવી રીતે થશે કે ફરી ક્યારેય આવું કરવાની કોઈની હિંમત નહીં થાય. આ મારી ગેરંટી છે.
ટ્વિટ જુઓ:
ટ્વીટમાં 29 સેકન્ડની વીડિયો ક્લિપ છે. આમાં રાહુલ ગાંધી કહે છે- જો આ સંસ્થાઓએ તેમનું કામ કર્યું હોત, જો CBIએ તેમનું કામ કર્યું હોત, EDએ તેમનું કામ કર્યું હોત તો આવું ન થાત. તેઓએ એ પણ વિચારવું જોઈએ કે તેઓ આ બધું જે કરી રહ્યા છે, કોઈને કોઈ દિવસ તો ભાજપની સરકાર બદલાશે અને પછી પગલાં લેવામાં આવશે અને એવી કાર્યવાહી કરવામાં આવશે કે હું ગેરંટી આપું છું કે આવું ફરી ક્યારેય નહીં થાય.
જોકે, ઇનકમ ટેક્સ વિભાગે કોંગ્રેસને 1700 કરોડ રૂપિયાની ડિમાન્ડ નોટિસ જાહેર કરી હતી. આ ડિમાન્ડ નોટિસ 2017-18 થી 2020-21 માટે હતી. જેમાં દંડની સાથે વ્યાજની રકમ પણ સામેલ હતી. લોકસભા ચૂંટણી પહેલા જ રોકડ સંકટનો સામનો કરી રહેલી કોંગ્રેસ માટે આ નોટિસ આંચકાથી ઓછી ન હતી.
રાહુલ ગાંધી પાર્ટીને મળેલી આ નોટિસનો જવાબ આપી રહ્યા હતા. રાહુલે કહ્યું હતું કે જ્યારે સરકાર બદલાશે ત્યારે લોકશાહીને વિખેરી નાખનારાઓ સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે. કાર્યવાહી એવી હશે કે ફરી આ બધું કરવાની કોઈની હિંમત નહીં થાય. આ મારી ગેરંટી છે.
ભાસ્કરે તેમની એપ પર આ ઘટના સાથે જોડાયેલા સમાચાર પ્રકાશિત કર્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચવા- અહીં ક્લિક કરો
સ્ક્રીનશોટ જુઓ:
એટલે સ્પષ્ટ છે કે રાહુલ ગાંધી વિશે જે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે હિંદુઓને ચેતવણી આપી છે તે સંપૂર્ણપણે નકલી એટલે કે ખોટો અને ભ્રામક છે. રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ દ્વારા કોંગ્રેસ પાર્ટીને મળેલી ₹1700 કરોડની ટેક્સ નોટિસનો જવાબ આપી રહ્યા હતા. વિપક્ષના નેતાની આ પ્રેસ કોન્ફરન્સની ક્લિપને એડિટ કરીને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી છે.
નકલી સમાચાર સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈપણ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને @[email protected] અને WhatsApp- 9201776050 પર ઇમેઇલ કરો