- Gujarati News
- National
- Rain In Gorakhpur Breaks 95 year Record; Floods In 12 Districts Of Bihar, 4 Killed By Lightning
નવી દિલ્હી24 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રયાગરાજમાં ભારે વરસાદ પડતા અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા.
ઉત્તરપ્રદેશમાં લખનૌ સહિત 20 શહેરોમાં 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ગોરખપુરમાં 24 કલાકમાં 153 મીમી વરસાદ નોંધાયો છે. આવું 95 વર્ષમાં પહેલીવાર બન્યું. આ પહેલા 1930માં ગોરખપુરમાં 24 કલાકમાં આટલો વરસાદ પડ્યો હતો.
મહારાજગંજમાં પણ ભારે વરસાદને કારણે પોલીસ ચોકી પાણીમાં ડૂબી ગઈ છે. ઘરોમાં 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. સેંકડો વીઘાનો પાક નાશ પામ્યો છે. સુલતાનપુરના 1000 ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. વારાણસીમાં વીજળી પડવાથી એક મહિલાનું પણ મોત થયું છે.
બીજી તરફ નેપાળમાં ભારે વરસાદની અસર બિહારમાં પણ જોવા મળી રહી છે. 12 જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. 1 લાખ 41 હજારથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. 1200 લોકોને બચાવી લેવાયા હતા. તેઓ હાલમાં કેમ્પમાં રહે છે.
બિહારમાં 24 કલાકમાં વીજળી પડવાથી 4 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે દેશના કુલ 13 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તેમાંથી તમિલનાડુ, કર્ણાટક અને લક્ષદ્વીપમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પૂરની 4 તસવીરો…
બિહારના ગોપાલગંજમાં ભારે વરસાદને કારણે સરકારી હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા હતા.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભારે વરસાદ પડતા અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા.
સુપૌલના અનેક ગામોમાં કોસી નદીનું પાણી ફરી વળ્યા છે. લોકો સલામત સ્થળે સ્થળાંતર કરી રહ્યા છે.
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ભારે વરસાદ બાદ ક્ષિપ્રા નદીના જળસ્તરમાં વધારો થયો છે.
30 સપ્ટેમ્બરે 13 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
- હવામાન વિભાગે તામિલનાડુ, કર્ણાટક, લક્ષદ્વીપ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાતમાં 30 સપ્ટેમ્બરે ભારે વરસાદનું એલર્ટ આપ્યુ છે.
- અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં 2 થી 4 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદનું એલર્ટ છે. આ રાજ્યોમાં વીજળી પડવાની પણ સંભાવના છે.
ચોમાસાની વિદાયમાં વિલંબ હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે રાજસ્થાનમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય 17 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ વખતે તે 23મી સપ્ટેમ્બરે એટલે કે એક સપ્તાહના વિલંબ સાથે થઈ. જેના કારણે પૂણે અને મુંબઈમાં 10-12 ઓક્ટોબર પહેલા ચોમાસું વિદાય લેવાની સંભાવના નથી. સામાન્ય રીતે મહારાષ્ટ્રમાંથી ચોમાસું 5 ઓક્ટોબરની આસપાસ વિદાય લે છે.
IMDના વૈજ્ઞાનિક એસડી સનપે જણાવ્યું હતું કે બંગાળની ખાડી પર હળવા દબાણના વિસ્તારની રચના અને તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવનાને કારણે 26 સપ્ટેમ્બરથી મહારાષ્ટ્રમાં સારો વરસાદ થયો.
IMD અનુસાર, મહારાષ્ટ્રમાં આ ચોમાસાની સિઝનમાં લાંબા અંતર પછી વરસાદ શરૂ થયો છે. આવી સ્થિતિમાં, મહારાષ્ટ્રમાંથી ઓક્ટોબરમાં ચોમાસાના વિદાયની આગાહી કરવી ઉતાવળભર્યુ રહેશે.
રાજ્યોમાં હવામાનની સ્થિતિ…
રાજસ્થાનઃ આજે 11 જિલ્લામાં વરસાદનું એલર્ટ, ડુંગરપુરમાં ભારે વરસાદ
રવિવારે સવારે જયપુરમાં વાદળછાયું વાતાવરણ હતું. આજે અહીં હળવા વરસાદ પડી શકે છે.
રાજસ્થાનમાં પણ વરસાદ ચાલુ રહ્યો હતો. ડુંગરપુરમાં ભારે વરસાદ નોંધાયો હતો અને ઉદયપુર, ગંગાનગર, બાંસવાડા સહિત અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ પડ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બપોરે બીકાનેરના ગંગાનગર વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. આજે 11 જિલ્લામાં વરસાદનું એલર્ટ છે.