- Gujarati News
- National
- Rambhadracharya’s Counterattack On Mohan Bhagwat’s Mosque Statement; Avimukteshwaranand Also Criticized
ચિત્રકૂટ1 કલાક પેહલા
- કૉપી લિંક
જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યએ રાષ્ટ્રીય સ્વયંસેવક (RSS)ના વડા મોહન ભાગવતના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. સ્વામી રામભદ્રાચાર્યએ ન્યૂઝ એજન્સી PTI સાથે વાત કરતાં કહ્યું હતું કે આ સંઘ-પ્રમુખનું અંગત નિવેદન છે. તેમણે આ સારું નથી કહ્યું. સંઘની રચના પણ હિન્દુત્વના આધારે જ થઈ છે. જ્યાં-જ્યાં મંદિરો અથવા મંદિરોના અવશેષો મળ્યા છે, એને અમે લઈશું. જ્યાં અવશેષો નથી, ત્યાં નહીં લઈએ.
તેઓ (મોહન ભાગવત) સંઘના વડા છે, અમે ધર્મગુરુઓ છીએ. અમારો વિસ્તાર અલગ છે, તેમનો અલગ છે. તેઓ સંઘના નેતા છે, અમારા નહીં. રામ મંદિર પર નિવેદન આપવું દુર્ભાગ્યપૂર્ણ છે.
રામભદ્રાચાર્યે કહ્યું-
જો કોઈ યહૂદીને મારી નાખે, તો ઈઝરાયલ પણ એવું જ કરે છે. હજારો હિંદુઓની હત્યા થઈ રહી છે, સરકાર કંઈ કરતી નથી. સરકારે બાંગ્લાદેશ સાથે કડક વ્યવહાર કરવો જોઈએ.
ભાગવતે કહ્યું હતું કે રામ મંદિરના નિર્માણ પછી કેટલાક લોકોને લાગે છે કે તેઓ નવી જગ્યાએ સમાન મુદ્દા ઉઠાવીને હિન્દુઓના નેતા બની શકે છે.
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પણ સવાલો ઉઠાવ્યા હતા
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે મોહન ભાગવતના નિવેદન સામે વાંધો વ્યક્ત કર્યો છે.
સાથે જ જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પણ સંઘ-પ્રમુખ મોહન ભાગવતની ટીકા કરી છે. શંકરાચાર્યએ તેમના પર રાજકીય અનુકૂળતા મુજબ નિવેદનો આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું- જ્યારે તેઓ સત્તા મેળવવા માગતા હતા ત્યારે તેઓ મંદિરોમાં જતા હતા. હવે જ્યારે તેમને સત્તા મળી છે ત્યારે તેઓ મંદિરો ન શોધવાની સલાહ આપી રહ્યા છે.
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે પણ કહ્યું- જો હિંદુ સમાજ પોતાનાં મંદિરોને પુનર્જીવિત કરવા અને સાચવવા માગતો હોય તો એમાં ખોટું શું છે. તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં હિંદુ સમાજ પર ઘણા અત્યાચારો થયા છે અને હિંદુ ધાર્મિક સ્થળોનો નાશ કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં આક્રમણકારો દ્વારા કથિત રીતે તોડી પાડવામાં આવેલાં મંદિરોની યાદી બનાવવી જોઈએ. એનો ASI સર્વે કરાવી હિન્દુ સમાજનું ગૌરવ પુનઃસ્થાપિત કરવું જોઈએ.
ધર્મ પર ધાર્મિક નેતાઓએ નિર્ણયો લેવા જોઈએ- જીતેન્દ્રનંદ સરસ્વતી
અખિલ ભારતીય સંત સમિતિના મહાસચિવ સ્વામી જિતેન્દ્રનંદ સરસ્વતીએ સોમવારે ટાઇમ્સ ઑફ ઈન્ડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે જ્યારે ધર્મનો મુદ્દો ઊભો થાય ત્યારે ધાર્મિક ગુરુઓએ નિર્ણય લેવો પડે છે અને તેઓ જે પણ નિર્ણય લેશે એને સંઘ અને VHP સ્વીકારશે.
તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં ભાગવતની સમાન ટિપ્પણીઓ હોવા છતાં 56 નવી સાઇટ્સ પર મંદિરની રચનાઓ ઓળખવામાં આવી છે, જે આ વિવાદોમાં સતત રસને દર્શાવે છે. ધાર્મિક સંગઠનો મોટે ભાગે રાજકીય એજન્ડાને બદલે જાહેર લાગણીના પ્રતિભાવમાં કામ કરે છે.
મોહન ભાગવતે શું કહ્યું RSS ચીફ મોહન ભાગવતે સંભલમાં મંદિર-મસ્જિદ વિવાદ વચ્ચે કહ્યું હતું કે રામ મંદિરના નિર્માણ પછી કેટલાક લોકોને લાગે છે કે તેઓ નવી જગ્યાએ સમાન મુદ્દા ઉઠાવીને હિન્દુઓના નેતા બની શકે છે. આ સ્વીકાર્ય નથી. ભાગવતે નવા મંદિર-મસ્જિદ વિવાદો પર ચિંતા વ્યક્ત કરી હતી.
ભાગવતે કહ્યું- રામ મંદિરનું નિર્માણ એટલા માટે થયું, કારણ કે એ તમામ હિંદુઓની આસ્થાનો વિષય હતો. ‘દરરોજ એક નવો મામલો (વિવાદ) ઊભો થઈ રહ્યો છે, તેમણે કોઈ ચોક્કસ સ્થળનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું, આને કેવી રીતે મંજૂરી આપી શકાય? આ ચાલુ રાખી શકાતું નથી. ભારતે બતાવવાની જરૂર છે કે આપણે સાથે રહી શકીએ છીએ.’