5 મિનિટ પેહલા
- કૉપી લિંક
સ્મૃતિએ પ્રિયંકા-રાહુલને ડિબેટ કરવાનો પડકાર ફેંક્યો
ભાજપના ઉમેદવાર અને યુપીના અમેઠીથી વર્તમાન સાંસદ સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને ડિબેટ કરવાનો પડકાર ફેંક્યો છે. સ્મૃતિએ કહ્યું કે રાહુલ-પ્રિયંકાની પોતાની ચેનલ, એન્કર, મુદ્દા, સ્થળ, સમય અને તારીખ પસંદ કરે. અમે ચર્ચા માટે તૈયાર છીએ. ભાઈ-બહેન બંને માટે ભાજપનો એક પ્રવક્તા જ પુરતા છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તમને ખબર પડશે કે કોનામાં કેટલો દમ છે.
કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે સ્મૃતિના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો. સુપ્રિયાએ કહ્યું- તમારી (સ્મૃતિ) કોંગ્રેસની ટોચની નેતાગીરી સાથે વાત કરવાની ક્ષમતા નથી. હું ઈચ્છું છું કે તમે મારી સાથે ચર્ચા કરો. હું તમને આમ કરવા માટે પડકાર આપું છું. જગ્યા તમારી છે, દિવસ તમારો છે, એન્કર તમારો છે અને મુદ્દો પણ તમારો છે. શું તમારામાં હિંમત છે?
ખરેખરમાં, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકાએ બુધવારે યુપીના રાયબરેલીમાં કહ્યું હતું કે પીએમ મોદી દેશ સાથે જોડાયેલા ગંભીર મુદ્દાઓ પર વાત કરતા નથી. તેના અબજોપતિ મિત્રોની મદદથી મીડિયા ખરીદવામાં આવ્યું છે. આ અંગે સ્મૃતિએ રાહુલ-પ્રિયંકાને પડકાર ફેંક્યો છે.