- Gujarati News
- National
- Reached Parliament With A Bag In Support Of Palestine, Wrote Palestine Will Be Free; Accused Israeli PM Of Cruelty
નવી દિલ્હી30 મિનિટ પેહલા
- કૉપી લિંક
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી સોમવારે પેલેસ્ટાઈનના સમર્થનવાળી બેગ લઈને સંસદ પહોંચ્યા હતા. તેમની બેગ પર લખ્યું છે – ‘પેલેસ્ટાઈન આઝાદ થશે.’ હેન્ડ બેગ પર શાંતિનું પ્રતીક, સફેદ કબૂતર અને તરબૂચની તસવીર પણ હતી. તેને પેલેસ્ટિનિયન એકતાનું પ્રતીક માનવામાં આવે છે.
આ પહેલા જૂન 2024માં પણ પ્રિયંકાએ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ટીકા કરી હતી. પ્રિયંકાની આ ટિપ્પણી નેતન્યાહુએ યુએસ કોંગ્રેસમાં પોતાના ભાષણમાં ગાઝામાં ચાલી રહેલા યુદ્ધનો બચાવ કર્યા બાદ આવી છે. ત્યારે તેમણે કહ્યું હતું કે ઇઝરાયલ સરકારે ગાઝામાં ક્રૂર નરસંહાર કર્યો છે.
પ્રિયંકાએ X પર લખ્યું હતું- દરેક સાચા વિચારવાળા વ્યક્તિ અને વિશ્વની દરેક સરકારની નૈતિક જવાબદારી છે કે તે ઇઝરાયલ સરકારના નરસંહારની નિંદા કરે અને તેને રોકવા માટે દબાણ કરે.
પ્રિયંકા ગાંધીની બેગની તસવીર…
પ્રિયંકા ગાંધી સોમવારે પેલેસ્ટાઈનના સમર્થનવાળી બેગ લઈને સંસદ પહોંચ્યા હતા.
બેગ પર પેલેસ્ટાઈન પ્રતીક
પેલેસ્ટાઈનના 8 પ્રતીકો છે, જે તેમની ઓળખ અને ઇઝરાયલનો વિરોધ દર્શાવે છે. પ્રિયંકા જે બેગ લાવ્યા હતા તેમાં તરબૂચ, ઓલિવની ડાળી, પેલેસ્ટાઈન ભરતકામ અને શાંતિના પ્રતીક તરીકે કબૂતર હતું.
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે 1 વર્ષથી યુદ્ધ ચાલુ, 45 હજારથી વધુના મોત
ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં 45 હજારથી વધુ પેલેસ્ટિનીઓ માર્યા ગયા છે. ઇઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં હમાસના બે વડા ઈસ્માઈલ હાનિયા અને યાહ્યા સિનવાર માર્યો ગયો છે. ત્યારથી, ગાઝામાં હમાસના કોઈ નવા નેતાની જાહેરાત કરવામાં આવી નથી.