13 મિનિટ પેહલા
- કૉપી લિંક
આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની રેગ્યુલર જામીન પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. કોર્ટે જૈનની જમાનત અરજી ફગાવીને તેમને તરત જ સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે.
મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલાં મામલામાં જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેન્ચે સત્યેન્દ્ર અને સહ-આરોપી અંકુશ જૈનની જામીન અરજી પર સુનાવણી કરી. જૈન 26 માર્ચ 2023થી મેડિકલ બેલ પર છે.
25 સપ્ટેમ્બરે કોર્ટે સત્યેન્દ્રની વચગાળાની જામીન 9 ઓક્ટોબર સુધી લંબાવી હતી. છેલ્લી સુનાવણીમાં કહેવામાં આવ્યું હતું કે તેમના વકીલ અભિષેક મનુ સિંઘવી મહત્ત્વપૂર્ણ કામના કારણે કોર્ટમાં હાજર રહી શકશે નહીં. આવી સ્થિતિમાં કોર્ટે તબીબી આધાર પર વચગાળાના જામીન લંબાવ્યા હતા.
દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગ કેસના સંબંધમાં EDએ 30 મે, 2022ના રોજ સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી. EDએ આરોપ લગાવ્યો હતો કે તેમણે તેમની સાથે જોડાયેલી ચાર કંપનીઓ દ્વારા નાણાંની લોન્ડરિંગ કરી હતી.
કેસમાં સિસોદિયા અને સંજય સિંહની પણ ધરપકડ, કેજરીવાલે પણ 9 સમન્સ પાઠવ્યા
સત્યેન્દ્ર જૈન બાદ EDએ દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં મનીષ સિસોદિયા અને સંજય સિંહની પણ ધરપકડ કરી હતી. આ સિવાય EDએ આ કેસમાં પૂછપરછ માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ 9 વખત સમન્સ મોકલ્યા છે. કેજરીવાલ હજુ સુધી તપાસ એજન્સી સમક્ષ હાજર થયા નથી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં પણ આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જો કે કોર્ટે કેજરીવાલને જામીન આપ્યા હતા.
જૈન અઠવાડિયામાં ત્રણ વખત હોસ્પિટલ પહોંચ્યા હતા

જૈનને દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલથી લોક નારાયણ જય પ્રકાશ હોસ્પિટલમાં લઈ જતી વખતે આ તસવીરો લેવામાં આવી હતી.
25 મે 2023ની સવારે AAP નેતા સત્યેન્દ્ર જૈન તિહાર જેલના વોશરૂમમાં લપસીને પડી ગયા હતા. તેમને દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બપોરે તેમની તબિયત બગડ્યા બાદ, તેમને લોકનાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલ (LNJP) માં ખસેડવામાં આવ્યા હતા અને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.
એક અઠવાડિયામાં આ ત્રીજી વખત હતો જ્યારે જૈન હોસ્પિટલ પહોંચ્યા હતા. આ પહેલા 22 મેના રોજ તેમને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને કરોડરજ્જુમાં સમસ્યા થઈ. 20 મેના રોજ પણ આ જ સમસ્યાને કારણે તેને દીનદયાળ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.