અમદાવાદ/નવી દિલ્હી6 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુજરાત રમખાણો દરમિયાન 5 મહિનાની ગર્ભવતી બિલકિસ બાનો પર તોફાનીઓએ ગેંગરેપ કર્યો હતો. તેની માતા અને અન્ય ત્રણ મહિલાઓ પર પણ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં 11 દોષિતોની સમય પહેલા મુક્ત કરવા મામલે સુપ્રીમ કોર્ટ આજે (8 જાન્યુઆરી) પોતાનો ચુકાદો સંભળાવશે. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેંચે આ કેસની સુનાવણી કરી હતી. બેન્ચે તેનો નિર્ણય 12 ઓક્ટોબર 2023 માટે અનામત રાખ્યો હતો.
ખરેખરમાં, બિલકિસ બાનોએ 30 નવેમ્બર 2022ના રોજ 11 ગેંગરેપ દોષિતોની મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં બે અરજી કરી હતી. 11 દોષિતોની મુક્તિને પડકારતી પ્રથમ અરજીમાં તેમને તાત્કાલિક જેલમાં ધકેલવાની માંગ કરવામાં આવી હતી.
આ સાથે જ બીજી અરજીમાં સુપ્રીમ કોર્ટ દ્વારા મે મહિનામાં આપેલા આદેશ પર પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી છે, જેમાં કોર્ટે કહ્યું હતું કે ગુનેગારોને મુક્ત કરવાનો નિર્ણય ગુજરાત સરકાર લેશે. બિલકીસે કહ્યું કે જ્યારે મહારાષ્ટ્રમાં કેસની સુનાવણી ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકાર કેવી રીતે નિર્ણય લઈ શકે છે?
બિલકિસે સુપ્રીમ કોર્ટમાં બંને અરજીઓ પર વહેલી સુનાવણીની માંગ કરી હતી. આ કેસના તમામ 11 દોષિતોને 15 ઓગસ્ટ 2022ના રોજ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે મુક્ત કરવામાં આવ્યા હતા.
બિલકિસ દ્વારા અરજી દાખલ કરવામાં આવે તે પહેલા એક સામાજિક કાર્યકર્તાએ આ કેસમાં અરજી દાખલ કરી હતી. બિલકિસની અરજી બાદ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું – આ મામલામાં દાખલ તમામ પિટીશન પર વહેલીતકે સુનાવણી થશે.
બિલકિસ બાનોએ 30 નવેમ્બર 2022ના રોજ 11 ગેંગરેપ દોષિતોની મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં બે અરજી કરી હતી.
સુનાવણી દરમિયાન કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણીઓ…
- 17 ઓગસ્ટ, 2023ના રોજ, જસ્ટિસ નાગરત્નાએ પૂછ્યું કે મુક્તિમાં છૂટછાટનો લાભ માત્ર બિલકીસના દોષિતોને જ કેમ આપવામાં આવી અને અન્ય કેદીઓને આવી છૂટ કેમ ન મળી. કોર્ટે એમ પણ પૂછ્યું કે જ્યારે ગોધરા કોર્ટે ટ્રાયલ હાથ ધરી નથી તો પછી તેનો અભિપ્રાય કેમ માંગવામાં આવ્યો?
- 24 ઓગસ્ટ 2023 ના રોજ એક દોષિતના વકીલે કહ્યું કે તેના અસીલે તેની સજા પૂરી કરી લીધી છે અને તે મુક્ત થયા બાદથી કાયદાનો અભ્યાસ કરી રહ્યો છે. આના પર આશ્ચર્ય વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે પૂછ્યું- આ કેવી રીતે થયું? શું દોષિત વ્યક્તિ પ્રેક્ટિસ કરી શકે છે? ત્યારબાદ વકીલે કહ્યું કે દોષિત તેની સજા ભોગવી ચૂક્યો છે. જો કે, કોર્ટે કહ્યું કે તે હજુ પણ દોષિત છે. તેની સજા પૂરી થાય તે પહેલા જ તેની મુક્તિ થઈ.
- 20 સપ્ટેમ્બર, 2023 ના રોજ, કોર્ટે 11 દોષિતો વતી હાજર વકીલને પૂછ્યું – શું દોષિતોને માફી માંગવાનો મૂળભૂત અધિકાર છે? તેના પર વકીલે સ્વીકાર્યું હતું કે માફી માંગવી એ ગુનેગારોનો મૂળભૂત અધિકાર નથી.
ગુજરાત રમખાણો દરમિયાન બિલકીસ પર ગેંગરેપ થયો હતો
3 માર્ચ 2002ના રોજ ગોધરાકાંડ બાદ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. રમખાણો દરમિયાન, દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રાધિકાપુર ગામમાં રોષે ભરાયેલું ટોળું બિલકીસ બાનોના ઘરમાં ઘૂસી ગયું હતું. તોફાનીઓથી બચવા માટે બિલકીસ તેના પરિવાર સાથે ખેતરમાં છુપાઈ ગઈ હતી. ત્યારે બિલકીસ 21 વર્ષની હતી અને 5 મહિનાની ગર્ભવતી હતી. બિલકીસ પર તોફાનીઓએ ગેંગરેપ કર્યો હતો. તેની માતા અને અન્ય ત્રણ મહિલાઓ પર પણ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
આ હુમલામાં તેના પરિવારના 17માંથી 7 સભ્યો માર્યા ગયા હતા. 6 લોકો ગુમ થયા હતા, જે ક્યારેય મળ્યા નહોતા. આ હુમલામાં માત્ર બિલકીસ, એક પુરુષ અને ત્રણ વર્ષનો બાળક બચી ગયા હતા.
સીબીઆઈની વિશેષ અદાલતે જાન્યુઆરી 2008માં સજા સંભળાવી હતી
તે સમયે બિલકીસ 21 વર્ષની હતી અને ગર્ભવતી હતી. રમખાણો દરમિયાન તેમના પરિવારના છ સભ્યો તેમના જીવ સાથે ભાગવામાં સફળ થયા હતા. સામૂહિક બળાત્કારના આરોપીઓની 2004માં ધરપકડ કરવામાં આવી હતી. જાન્યુઆરી 2008માં સીબીઆઈની વિશેષ અદાલતે 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી.
બોમ્બે હાઈકોર્ટે આરોપીની સજાને યથાવત રાખી હતી. આરોપીઓને પહેલા મુંબઈની આર્થર રોડ જેલમાં અને પછી નાશિક જેલમાં રાખવામાં આવ્યા હતા. લગભગ 9 વર્ષ બાદ તમામને ગોધરા સબજેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
બિલકિસ બાનો સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો…
બિલકિસ બાનો કેસ… SCએ કહ્યું- માત્ર મુક્તિ પર જ વાત થવી જોઈએ; કેસની ક્રૂરતા વિશે ચર્ચા કરશો નહીં
14 સપ્ટેમ્બર 2023ના રોજ સુપ્રીમ કોર્ટમાં બિલકિસ બાનો કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ લુથરાને કહ્યું હતું – આ કેસમાં માત્ર ગુનેગારોને છોડાવવા પર વાત થવી જોઈએ, કેસની ક્રૂરતા પર નહીં. તેમણે કહ્યું કે ગુનેગારોને ગુના માટે સજા થઈ ચૂકી છે.