નવી દિલ્હી2 મિનિટ પેહલા
- કૉપી લિંક
નવા ટેલિકોમ્યુનિકેશન બિલ 2023ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી મળી ગઈ છે, હવે તે કાયદો બની ગયો છે. હવે ટેલિકોમ્યુનિકેશન કાયદો એ તારીખથી અમલમાં આવશે જ્યારે કેન્દ્ર સરકાર સત્તાવાર ગેઝેટમાં નોટિફિકેશન બહાર પાડશે. તે 20 ડિસેમ્બરે લોકસભામાં અને 21 ડિસેમ્બરે રાજ્યસભામાં પાસ થયું હતું.
ટેલિકોમ્યુનિકેશન એક્ટ હેઠળ નકલી સિમ ખરીદવા પર 3 વર્ષની જેલ અને 50 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. કાયદો ટેલિકોમ કંપનીઓને ગ્રાહકોને સિમ કાર્ડનું વેચાણ કરતા પહેલા બાયોમેટ્રિક ઓળખ કરાવવાનો આદેશ આપે છે.
આ કાયદો સરકારને રાષ્ટ્રીય સુરક્ષા કારણોસર કોઈપણ ટેલિકોમ સેવા અથવા નેટવર્કને ટેકઓવર કરવા, મેનેજ કરવા અથવા સસ્પેન્ડ કરવાની મંજૂરી આપે છે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં જરૂર પડશે તો સરકાર ટેલિકોમ નેટવર્ક પર મેસેજીસને અટકાવી શકશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભા બાદ રાજ્યસભામાં ટેલિકોમ્યુનિકેશન બિલ 2023 રજૂ કર્યું હતું.
આ કાયદો 138 વર્ષ જૂના ભારતીય ટેલિગ્રાફ એક્ટમાં ફેરફાર કરશે
આ કાયદો 138 વર્ષ જૂના ભારતીય ટેલિગ્રાફ એક્ટનું સ્થાન લેશે જે ટેલિકોમ સેક્ટરનું નિયમન કરે છે. આ સિવાય આ બિલ ધ ઈન્ડિયન વાયરલેસ ટેલિગ્રાફ એક્ટ 1933નું સ્થાન લેશે. તે ટ્રાઈ એક્ટ 1997માં પણ સુધારો કરશે.
લાયસન્સ સિસ્ટમમાં ફેરફાર થશે
ટેલિકોમ્યુનિકેશન કાયદો લાઇસન્સિંગ સિસ્ટમમાં પણ ફેરફાર લાવશે. હાલમાં, સર્વિસ પ્રોવાઈડર્સ વિવિધ પ્રકારની સેવાઓ માટે જુદા જુદા લાઇસન્સ, પરવાનગીઓ, મંજૂરીઓ અને નોંધણીઓ મેળવવાની હોય છે. આવા 100થી વધુ લાઇસન્સ અથવા નોંધણીઓ ટેલિકોમ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવે છે.
ઈલોન મસ્કની સ્ટારલિંક જેવી કંપનીઓને ફાયદો થશે
બિલમાં ટેલિકોમ સ્પેક્ટ્રમની વહીવટી ફાળવણીની જોગવાઈ છે, જે સેવાઓના પ્રારંભને ઝડપી બનાવશે. નવા બિલથી અમેરિકન બિઝનેસમેન ઈલોન મસ્કની સ્ટારલિંક જેવી વિદેશી કંપનીઓને ફાયદો થશે. તેમજ જિયોને આના કારણે નુકસાન થઈ શકે છે.
પ્રમોશનલ મેસેજ મોકલતા પહેલા ગ્રાહકની સંમતિ મેળવવી પડશે
તે પણ ફરજિયાત કરવામાં આવ્યું છે કે સામાન અને સેવાઓ માટે જાહેરાતો અને પ્રમોશનલ મેસેજ મોકલતા પહેલા ગ્રાહકોની સંમતિ મેળવવી પડશે. તે એમ પણ જણાવે છે કે ટેલિકોમ સેવાઓ પ્રદાન કરતી કંપનીએ એક ઓનલાઈન મિકેનિઝમ બનાવવું પડશે, જેથી યુઝર્સ તેમની ફરિયાદો ઓનલાઈન નોંધાવી શકે.
વોટ્સએપ, સિગ્નલ વગેરેને રેગ્યુલેટ વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી
બિલનું નવું વર્ઝન ઓવર-ધ-ટોપ (OTT) એપ્લીકેશન અથવા ઈન્ટરનેટ-આધારિત કોમ્યુનિકેશન એપ્લીકેશન, જેમ કે Gmail, WhatsApp, સિગ્નલ વગેરેને રેગ્યુલેટ કરવાની સ્પષ્ટપણે જાણકારી નથી. બિલમાં ટેલિકોમ્યુનિકેશન, મેસેજિંગ જેવા કીવર્ડ્સની બ્રોડ ડેફિનેશન આપવામાં આવી છે.
આને કારણે, વિવિધ ક્વાર્ટર્સમાં એવી ચિંતા છે કે સરકાર હજુ પણ OTT અને ઇન્ટરનેટ-આધારિત સંચાર એપ્લિકેશનને રેગ્યુલેટ કરવાનું પસંદ કરી શકે છે.
ગયા વર્ષે જ્યારે ટેલિકોમ્યુનિકેશન બિલનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો ત્યારે તેમાં OTT સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અંગે ઈન્ટરનેટ કંપનીઓ અને સિવિલ સોસાયટીએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ પછી, OTTને આ બિલમાંથી બહાર કરવામાં આવ્યું છે.